ETV Bharat / state

Banaskantha News: દીવા તળે અંધારૂ અને બ્રીજની નીચે ખાડા,NHAIને નોટીસ - Advocate Dharmendra Fofani

ડીસા શહેરમાંથી પસાર થતા નેશનલ હાઇવે પર એલિવેટેડ ઓવરબ્રીજ બનાવવામાં આવ્યો હતો. પરંતુ દીવા તળે અંધારું જેમ ઓવરબ્રિજ બનતી વખતે નીચેના રસ્તા પર મોટા ખાડા પડ્યા હતા. જેનું મેન્ટેનન્સ કાર્ય કોઈપણ જવાબદાર ઓથોરિટીએ કર્યું નથી. ત્યારે ડીસાના જાગૃત વકીલે નેશનલ હાઇવે ઓથોરિટી, ટોલ કંપની તેમજ ડિસ્ટ્રિક્ટ લેવલની રોડ સેફ્ટી કમિટીને નોટિસ પાઠવી છે.

Banaskantha News: તંત્રના ગેર જવાબદારપણાથી પરેશાન જાગૃત નાગરિકે રોડ સેફટી કમિટીને ફટકારી નોટિસ

author img

By

Published : Jun 9, 2023, 2:09 PM IST

Updated : Jun 19, 2023, 3:50 PM IST

Banaskantha News: દીવા તળે અંધારૂ અને બ્રીજની નીચે ખાડા,NHAIને નોટીસ

બનાસકાંઠા: ડીસા શહેરમાંથી પસાર થતા નેશનલ હાઇવે પર વર્ષોથી ભારે ટ્રાફિકની સમસ્યા હતી. નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ત્યાં રાજ્યનો સૌથી લાંબો એલિવેટેડ ઓવરબ્રીજ બનાવવામાં આવ્યો છે. એલીવેટેડ ઓવરબ્રિજ બનતી વખતે નીચેના રસ્તા પર મોટા ખાડા પડ્યા હતા. તેના પર કોન્ટ્રાક્ટરે રોડનું પેચ વર્ક અણઘડ રીતે કર્યું હતું. હાલમાં પણ રોડ પર અનેક જગ્યાએ ખાડાના કારણે અકસ્માત થઈ રહ્યા છે. આ રસ્તાની મેન્ટેન્ટ કરવાની જવાબદારી નેશનલ હાઇવે ઓથોરિટી, ટોલ કંપનીની હોય છે. ડીસાના જાગૃત વકીલે નેશનલ હાઇવે ઓથોરિટી, ટોલ કંપની તેમજ ડિસ્ટ્રિક્ટ લેવલની રોડ સેફ્ટી કમિટીને નોટિસ પાઠવી છે.

સેફ્ટી કમિટીને નોટિસ: જનતાને પડી રહેલી મુશ્કેલીઓ અંગે વારંવાર અરજીઓ અને રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ સમસ્યાનું કોઈ સમાધાન ન આવતા ડીસાના જાગૃત વકીલ ધર્મેન્દ્ર ફોફાણીએ નેશનલ હાઇવે ઓથોરિટી, ટોલ કંપની તેમજ રોડ સેફ્ટી કમિટીને એક માસ અગાઉ નોટિસ આપી મેન્ટેનન્સ કાર્ય કરવા જણાવ્યું હતું. જોકે, જ્યારથી આ નવો બ્રીજ બન્યો ત્યારથી નીચે રહેલા રોડ અંગે કોઈ ધ્યાન ન આપવામાં આવ્યું હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે.

એડવોકેટનો આક્ષેપ: એડવોકેટ ધર્મેન્દ્ર ફોફાણીએ વધુમાં જણાવ્યું હતું કે, નેશનલ હાઈવેના મેન્ટેનન્સની જવાબદારી હાઈવે પર ટોલ ઉઘરાવતી કંપનીની હોય છે. જેનું નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા સર્વે કરી મેન્ટેનન્સ અંગે રિપોર્ટ કરવાનો હોય છે. પરંતુ નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારી ટોલ કંપનીને ફાયદો કરાવવા યોગ્ય સમયે તેનો રિપોર્ટ કરતા નથી. નેશનલ હાઇવે પર રોડ અકસ્માત નિવારવા માટે ડિસ્ટ્રીક લેવલની રોડ સેફટી કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીએ હાઇવે ઓથોરિટી તેમજ ટોલ કંપની સાથે પરામર્શ કરી અકસ્માત ન થાય તે અંગેની કાર્યવાહી કરવાની હોય છે. પરંતુ કમિટી દ્વારા જ નોટિસ આપવા છતાં કોઈ કાર્યવાહી ન થતા જરૂર પડ્યે કમિટી સામે કન્ટેન્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

નોટિસ આપ્યાના એક માસ બાદ પણ માત્ર આ કમિટીના સભ્ય એવા ટ્રાફિક પોલીસ દ્વારા તેમનો જવાબ જ લેવામાં આવ્યો છે. પણ મેન્ટેનન્સ તેમજ સમસ્યાના નિવારણ અંગે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. હાલમાં રોડ એટલા ખતરનાક બની ગયા છે કે લોકો વારંવાર અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ડીસા શહેરમાંથી પસાર થતા નેશનલ હાઇવે પર એલીવેટેડ ઓવરબ્રિજ બની ગયો છે. એલીવેટેડ ઓવરબ્રિજમાં બ્રિજની ઉપર અને નીચેના ભાગે સમાંતર ટ્રાફિક વહન થતું હોય છે. જેથી હવે નીચેના રસ્તાને નેશનલ હાઇવેમાંથી ડી-નોટીફાઈડ કરી નગરપાલિકા અથવા માર્ગ અને મકાન વિભાગ ખાતાને સોંપી દે તો યોગ્ય રીતે તેનું મેન્ટેનન્સ થઈ શકે તેમ છે.--- ધર્મેન્દ્ર ફોફાણી (એડવોકેટ)

ડીસાના ડાન્સિંગ રોડ: આ બાબતે સ્થાનિક વાહન ચાલક નીતિનભાઈ પટેલે ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જ્યારે આ બ્રિજ બનતો હતો ત્યારે આ રોડ પર પિલ્લરો બનાવ્યા અને ઉપર બ્રિજનું કામ કર્યું હતું. જેના કારણે નીચેનો રોડ તૂટી ગયો હતો. ત્યારબાદ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા જે રોડનું પેચ વર્ક કરવાનું હોય તે બરાબર થયું નથી. જેના કારણે રોડ પર મસમોટા ખાડા થઈ ગયા છે. બ્રિજ તો બની ગયો પરંતુ ડીસાની જનતાને તો આ ખાડાવાળા રસ્તામાંથી જ પસાર થવાનું હોય છે.

જનતાની માંગઃ બધાની માંગણી છે કે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા આ બ્રિજ નીચેના રોડને ડી-નોટિફાઈડ કરી અને નગરપાલિકાને આપવામાં આવે. અથવા તો માર્ગ અને મકાન વિભાગને સોંપી દેવામાં આવે તેથી તેનું યોગ્ય રીતે મેન્ટેનન્સ થઈ શકે. આ રસ્તા પર નેશનલ હાઇવે ઓથોરિટી અને ટોલ કંપનીની જવાબદારી હોય છે. પરંતુ તે પણ કોઈ યોગ્ય કામગીરી કરતા નથી. સત્વરે સમસ્યાનું યોગ્ય નિરાકરણ આવવું જોઈએ.

જવાબદારી કોની ? વકીલ ધર્મેન્દ્રભાઈ ફોફાણીએ જણાવ્યું હતું કે, નેશનલ હાઇવે ઓથોરિટી અને રોડ સેફ્ટી કમિટી જે સુપ્રીમ કોર્ટના ઓર્ડરથી બનેલી છે. તે કમિટીને નોટિસ આપવામાં આવી છે. ડીસામાંથી નેશનલ હાઇવે પસાર થાય છે. નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા છેલ્લા કેટલાક સમયથી આ રોડ બનાવવામાં આવતો નથી. જેના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. આ તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટેની જવાબદારી ડિસ્ટ્રિક્ટ લેવલની રોડ સેફ્ટી કમિટીની છે.

મોનિટરિંગ સામે પ્રશ્નઃ ધર્મેન્દ્રભાઈએ નેશનલ હાઇવે ઓથોરિટીના જવાબદાર અધિકારીઓની ટોલ કંપની સાથે મિલિભગત હોવાનું કહ્યું હતું. ટોલ કંપની છે તેને ફાયદો કરાવવા માટે રસ્તાના મોનેટરિંગ કરી રિપોર્ટ કરવાના હોય છે તે કરતા નથી. આ તમામ બાબતોને ધ્યાનમાં લઈએ રોડ સેફ્ટી કમિટીને નોટીસ આપમાં આવી છે. ત્યારબાદ માત્ર ડિસ્ટ્રિકટ કમિટીના સભ્ય જિલ્લા કક્ષાના ટ્રાફિક વિભાગ તરફથી મારુ નિવેદન લેવામાં આવ્યું છે. પરંતુ એક મહિનો થઈ ગયો હોવા છતાં હજુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

  1. Banaskantha News : ડીસામાં આદર્શ હાઇસ્કુલની પાછળ દબાણ હટાવા ઝુંબેશ હાથ ધરવામાં આવી
  2. એડવોકેટે SMCને ફટકારી લીગલ નોટિસ, પ્રાણીઓ સાથે અમાનવીય વ્યવહાર થતો હોવાનો આક્ષેપ

Last Updated : Jun 19, 2023, 3:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.