તાજેતરમાં લોકસભામાં લેવામાં આવેલ NMC બિલ 2019માં રહેલી ખામીઓ અને હાનિકારક જોગવાઈઓનો આજે ડીસાના ડોક્ટરોએ વિરોધ દર્શાવ્યો હતો અને ભારતભરના ડોક્ટરોએ પોતાની હોસ્પિટલનું કામકાજ બંધ રાખી ભારત સરકારનો વિરોધ દર્શાવ્યો હતો.
જેમાં ડીસાના ડોક્ટરોએ પણ આજે પોતાની હોસ્પિટલો બંધ રાખી સરકાર સામે વિરોધ દર્શાવી ડીસા નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું.આ અંગે ડોક્ટરોએ જણાવ્યું હતું કે, NMC બિલમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે, MBBS સિવાયના કોઈ પણ વ્યક્તિઓને મેડિકલની પ્રેક્ટિસ માટે લાયસન્સ આપવામાં આવશે નહીં. તે ઉપરાંત મેડિકલ કોલેજમાં 50 સીટની ફી સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે અને 50 ફી પ્રાઇવેટ કોલેજ નક્કી કરી શકાશે. જેના કારણે ગરીબ પરિવારના દીકરા-દિકરીનું ડોક્ટર બનવાનું સ્વપ્ન અધૂરું રહેશે. જેના વિરોધ શુક્રવારે ડીસાના ડોક્ટરોએ નોંધાવ્યો હતો.