ETV Bharat / state

Banaskantha Crime: નવજાત શિશુ મળી આવતા પોલીસે ગુનો નોધ્યો, તપાસનો ધમધમાટ શરૂ - newborn baby was found in Banaskantha

બનાસકાંઠામાં ગઢથી ખસા રોડ પર ખેતરની સીમમાં ખાલી પડેલી કુંડી માંથી આજે વહેલી સવારે નવજાત શિશુ મળી આવ્યું હતું ત્યારે સ્થાનિક લોકોએ 108 ને જાણ કરતાં 108 ની ટીમ દ્વારા નવજાત શિશુને સારવાર માટે તાત્કાલિક પાલનપુર ની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી અને ગઢ પોલીસે બાળક મૂકી જનાર અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનોં નોધી વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠામાં નવજાત શિશુ મળી આવતા પોલીસે ગુનો તપાસ હાથ ધરી

author img

By

Published : Jul 27, 2023, 9:57 AM IST

Updated : Jul 27, 2023, 10:07 AM IST

બનાસકાંઠામાં નવજાત શિશુ મળી આવતા પોલીસે ગુનો તપાસ હાથ ધરી

બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગઢથી ખસા તરફ જતા રસ્તા પર ખેતરની સીમમાંથી નવજાત શિશુ રડવાનો અવાજ આવતો હતો. તે દરમિયાન ત્યાંથી અવરજવર કરતા સ્થાનિક લોકોને કાને નવજાત શિશુ રડતું હોવાનો અવાજ સંભળાતા તેઓ કુંડીમાં જોયું હતું. ત્યારે તેમને નવજાત શિશુ મળી આવતા તાત્કાલિક સ્થાનિક લોકો દ્વારા પાલનપુર 108 ને જાણ કરવામાં આવી હતી. ત્યારે તાત્કાલિક પાલનપુર સિવિલ માંથી 108 ની ટીમે બાળકને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોકલી આપ્યું હતું. હાલમાં આ બાળક પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે.

"બુધવારની સવારે ગઢથી ખસા રોડ પર કોઈ અજાણી મહિલા કે અજાણા વ્યક્તિએ નવજાત શિશુને મૂકીને ફરાર થઈ ગઈ હતી તે બાબતની અમને જાણ થતા તાત્કાલિક અમારી ગઢ પોલીસ સ્ટેશનની ટીમ પહોંચી હતી અને આ નવજાત શિશુ કોણ મૂકી ગયું છે તે દિશામાં અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોધી તપાસ હાથ ધરી છે અને અમારી તપાસ હાલ એ દિશામાં ચાલુ છે"-- ( બી રાજગોર) ગઢ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ

નવજાત શિશુ મળવાનો બનાવ: જિલ્લામાં અનેક વાર આવ બનાવો પણ અગાઉ બનેલા છે. બનાસકાંઠા જિલ્લામાં અગાઉ પણ અનેકવાર નવજાત શિશુને કચરામાં ફેંકી દઈ અથવા તો ખુલ્લામાં રોડપુર મૂકીને અથવા તો ક્યાંક એવી જગ્યામાં મૂકીને જતા રહેવાના બનાવો અનેકવાર બનેલા છે. ત્યારે આજે ફરી એક નવજાત શિશુ મળવાનો બનાવ બન્યો છે. ત્યારે આવા બનાવ ન બને તેના માટે તંત્ર એ આવા જે લોકો પકડાય છે જે આરોપીઓ પકડાય છે. તેમના વિરુદ્ધ કડકમાં કડક સજા કરવી જોઈએ તેવું લોક મૂકે ચર્ચાઈ રહ્યું છે.

બાળકી હાલ સારવાર હેઠળ: પાલનપુરના ચેરમેન પીજે ચૌધરીએ જણાવ્યું હતું કે અમને સવારે વહેલી જાણ થઈ કે પાલનપુર તાલુકાના ગઢથી ખસા ગામ નજીક કોઈએ એક નવજાત શિશુ તે હજી દીધેલ છે ત્યારે અમારી 108 ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને તેને હોસ્પિટલ લાવી હતી. તેની સારવાર ચાલુ કરી તેને બચાવી લેવા માટેના તમામ પ્રયત્નો કર્યા છે તેને અત્યારે એન્ટિબાયોટિક અને એને જે જરૂરિયાત છે તેવી દવાઓ આપવામાં આવી રહી છે અને અમને પૂરો વિશ્વાસ છે અને ખાતરી છે કે બાળકી બચી જશે અને તે અત્યારે અમારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

  1. Banaskantha News : રણને કાંધીએ આવેલા પંથકનો સાહસિક ખેડૂત! દર વર્ષે ખારેક વાવીને 25 લાખની મેળવે છે આવક
  2. Banaskantha News : બનાસકાંઠાના જીવાદોરી સમાન ગણાતા ડેમનું પાણી છોડવામાં આવ્યું, જિલ્લામાં ખુશીની લહેર

Last Updated : Jul 27, 2023, 10:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.