દાંતાઃ દાંતા તાલુકામાં મહતમ ખેડૂતો સિઝનેબલ પાક મેળવી પોતાનું ઘર ગુજરાન ચલાવતા હોય છે. પણ કેટલાક સમયથી વાતાવરણની અનિયમિતતાને લઇ ખેડૂતોએ પણ ખેતીનો ટ્રેન્ડ (New farming approach in Danta) બદલ્યો છે.ખેડૂતો હવે આયુર્વેદિક ખેતી (Medicinal cultivation Trend) તરફ વળી રહ્યા છે.
વરસાદની અનિયમિતતા કારણભૂત
છેલ્લા કેટલાક સમયથી વરસાદની અનિયમિતતાના કારણે દાંતા તાલુકાના ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. દાંતા તાલુકાના કુંભારીયા પંથકમાં કેટલાક ખેડૂતો અનાજનું વાવેતર છોડી (trend of farming in Danta) આયુર્વેદિક ઔષધિની સફળ ખેતી (Medicinal cultivation Trend ) કરી છે. દાંતા તાલુકામાં જમીનની ભૌગોલિક પરિસ્થિતિ ઢાળ ઢોળાવવાળી જોવા મળે છે. એટલું જ નહીં, આ વિસ્તારમાં કોઈ પણ પાણીની મોટી કેનાલ કે મોટો ડેમ નથી જેના સહારે ખેડૂતો ખેતી પાક લઇ શકે. વરસાદની અનિયમિતતાના કારણે સિઝનેબલ પાકને મોટું નુકસાન પણ થતુંં હતું. જેના પગલે ખેડૂતો હવે ખેતીવાડીનો ટ્રેન્ડ (New farming approach in Danta)બદલી રહ્યાં છે.
અનાજનું વાવેતર છોડી રહ્યાં છે ખેડૂતો
દાંતા તાલુકાના કુંભારિયા પંથકમાં કેટલાક ખેડૂતોએ અનાજનું વાવેતર છોડી આયુર્વેદિક ઔષધિની સફળ ખેતી કરી છે. મોટાભાગના વિસ્તારમાં અશ્વગંધા (New farming of ashwagandha ) ઔષધિનું વાવેતર કરી એક નવો (New farming approach in Danta)રાહ ચીંધ્યો છે. અશ્વગંધાની ખેતીમાં મોટો ફાયદો થતો હોવાનું ખેડૂત જણાવી રહ્યાં છે.
આ પણ વાંચોઃ Organic Farming in Jamnagar : પીપળી ગામના ખેડૂતે ગાય આધારિત શેરડી વાવી બનાવ્યો ઓર્ગેનિક ગોળ
આ અશ્વગંધાની ખેતી કોઈપણ સીઝનમાં કરી શકાય છે
અશ્વગંધાના છોડમાં તેના મૂળથી લઇ ફૂલ અને પાંદડાની પણ મોટી ઉપજ થતી હોવાથી કોઈ જ પ્રકારની (Increase in the income of farmers ) નુકશાની થતી નથી. ખાસ કરીને આ અશ્વગંધાની ખેતી કોઈ પણ સીઝનમાં (Medicinal cultivation Trend )કરી શકાય છે તેને વાતાવરણની કોઈ જ અસર થતી નથી અને સાથે અશ્વગંધાના છોડમાં તેના મૂળથી લઇ ફૂલ અને પાંદડાની પણ મોટી ઉપજ થાય છે. આ ખેતીવાડીમાં વધુ પડતી કોઈ જાળવણી પણ રાખવી પડતી નથી. સમયાંતરે પીયત આપી છોડવા મોટા થાય સાથે ફળ ફૂલ લાગી જાય તો તેને ઉખાડી લઇ તેના તમામ અંગો જુદા કરી આયુર્વેદ બજારમાં પોષણક્ષમ ભાવ સાથે તેનો નિકાલ પણ થઇ જતો હોય છે.
આયુર્વેદ બજારમાં પોષણક્ષમ ભાવ
આવી (New farming approach in Danta)આયુર્વેદિક ઔષધિની ખેતીવાડીને આયુર્વેદિક નિષ્ણાતો પણ આવકારી રહ્યાં છે. આયુર્વેદ ઉપચાર જે વિવિધ રોગોને જડમુળથી નાશ કરે છે ને આવી ખેતીવાડીથી ફરીથી આયુર્વેદ ઉપચારને પણ વેગ મળશે. છોડવા મોટા થાય સાથે ફળ ફૂલ લાગી જાય તો તેને ઉખાડી લઇ તેના તમામ અંગો જુદા કરી આયુર્વેદ બજારમાં પોષણક્ષમ ભાવ (Increase in the income of farmers ) સાથે પૂરો થઇ જતો હોય છે.
આ પણ વાંચોઃ Natural Farming in Kutch : આ રીતે કચ્છના ખેડૂતોએ એક્સોટિક વેજીટેબલ્સનું કર્યું સફળ ઉત્પાદન, જાણો...
આયુર્વેદિક ઔષધિની ખેતીવાડીને આયુર્વેદિક નિષ્ણાતોનો આવકાર
હાલમાં કુંભારીયા જ નહીં પણ દાંતા વિસ્તારના આવા અનેક ખેડૂતોથી આયુર્વેદિક ખેતીવાડીની (New farming approach in Danta) શરૂઆત થઇ છે ને ખેડૂતોના માટે આ ખેતીની સફળતા બાદ અન્ય આયુર્વેદિક ઔષધિનું પણ ખેતી કરાશે તેવું મંતવ્ય વ્યક્ત કર્યું હતું. હાલના તબક્કે આવી ઔષધિનું વેચાણ મહત્તમ મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં થાય છે અને ગુજરાત રાજ્ય સરકાર પણ સ્થાનિકસ્તરે આવી ખરીદી શરૂ કરે તો ખેડૂતોને વધુ પ્રોત્સાહન (Medicinal cultivation Trend ) મળી શકે છે.