બનાસકાંઠાઃ વાવ પંથકની વાત કરીએ તો કોરોની મહામારીને અટકાવવા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. મહાભયાનક રોગને અટકાવવા લોકડાઉનને દિનપ્રતિદિન લોકડાઉન વધારવામાં આવી રહ્યું છે. રોજે રોજના કેસો વધી રહ્યા છે. સરકારી તંત્ર, વહીવટ તંત્ર આરોગ્ય વિભાગ અને વાવ પી. એસ. આઈ. જાડેજાની સૂચના અનુસાર પોલીસ તંત્ર તનતોડ મહેનત કરી રહ્યું છે.
જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો ઓછા વેતનમાં જી.આર.ડી. ખાતું પણ 42 ડીગ્રીના તાપમાનમાં રણને અડીન આવેલા વિસ્તારમાં તો અત્યારે 45 ડીગ્રી તાપમાન પણ કહી શકાય એવા તાપમાનમાં ઇન્ડિયન ખાખી ફરજ બજાવી રહી છે.
જો કે આ વિસ્તારોમાં પીવા માટે રસ્તાઓમાં પાણી પણ ના મળતું હોય એવી કપરી પરિસ્થિમાં જી.આર. ડી.અને પોલીસ દળ ના જવાનો ધખધખતા તાપમાં ફરજ બજાવી રહ્યા છે. જ્યારે વાવ યુનિટ જી.આર.ડી.તાલુકા માનદ અધિકારી જામાભાઈ મણવરે જણાવ્યું હતું કે, આપણે પોલીસ તંત્રને ખભેખભો મિલાવીને દેશની સ્થિતિને ધ્યાને લઇ કોરોના ની મહામારી ને અટકાવવા અને સાંતી અને સલામતી ને પ્રાધાન્ય આપવાનું છે.
બીજી તરફ બનાસકાંઠામાં 12 તારીખ સુધી કોઈ કેસ નહતો. ત્યારે 13 તારીખે બે પોઝિટિવ કેસ બહાર આવતા બનાસકાંઠા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. જેમાં વાવ પંથકમાં એક પોઝિટિવ કેસ નોંધાતા ભય અને ચિંતા નો માહોલ ઉભો થઇ ગયો હતો. પોઝિટિવ કેસ વાળા પરિવારના પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા. ત્યારે આજે એમના પરિવારના સેમ્પલનો નેગેટિવ રિપોર્ટ આવતા સરહદી પંથકમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. નેગેટિવ રિપોર્ટ આવતા તંત્રએ પણ રાહતનો દમ લીધો હતો.