બનાસકાંઠાઃ થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં 3 ફૂટ જેટલું ગાબડું પડયું હોવાની ઘટના સામે આવી છે. નર્મદાની મુખ્ય કેનાલ થરાદ પાસેથી પસાર થાય છે, જેમાં ઢીમા પાસે આ મુખ્ય કેનાલમાં 3 ફૂટ જેટલું પોલાણ સહિત ગાબડું પડ્યું છે.
આ પહેલા પણ ડિસ્ટ્રીબ્યુટરી અને માઇનોર કેનાલમાં ગાબડા પડતા હતા, પરંતુ આ વખતે મુખ્ય કેનાલમાં ગાબડું પડતા અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે. તે પણ હાલ પાણી બંધ હાલતમાં છે ત્યારે, જો કેનાલમાં પાણી ચાલુ હોત તો કદાચ આ ગાબડાના કારણે મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા હતી.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ કેનાલ બનાવતી વખતે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની બેદરકારીના કારણે આજ સુધી કેનાલમાં ગાબડા પાડવાનો સિલસિલો ચાલુ છે, ત્યારે આ વખતે મુખ્ય કેનાલમાં ગાબડું પડતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.