ETV Bharat / state

ડીસાના વોર્ડ નંબર-9 માં વિકાસના કામો ન થતા નગરપાલિકા ચૂંટણીનો કર્યો બહિષ્કાર - chopal

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ-તેમ દરેક વોર્ડમાં ક્યાંકને ક્યાંક વિકાસથી વંચિત લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે ડીસાના વોર્ડ નંબર-9ના સ્થાનિક લોકોએ પણ પોતાના વિસ્તારમાં વિકાસના કામો ન થતા આખરે આવનાર નગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.

વોર્ડ નંબર-9
વોર્ડ નંબર-9
author img

By

Published : Feb 5, 2021, 5:17 PM IST

  • સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સ્થાનિક લોકોનો વિરોધ
  • ભાજપના પાંચ વર્ષના શાસનકાળ દરમિયાન વિકાસથી વંચિત અનેક વિસ્તાર
  • ડીસાના વોર્ડ નંબર નવના સ્થાનિક લોકો અનેક સમસ્યાથી પરેશાન

બનાસકાંઠા: જિલ્લામાં આગામી સમયમાં પાલનપુર ડીસા અને ભાભર ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાનાર છે, પરંતુ આ ચૂંટણીઓ યોજાય તે પહેલા જ ભાજપના કાર્યકર્તાઓ પક્ષ પલટો કરતા જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ ડીસાની નગરપાલિકાની ચૂંટણી પણ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ સ્થાનિક લોકોમાં પણ ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ડીસા નગરપાલિકામાં ભાજપ શાસન કાળ દરમિયાન અનેક વિકાસના કામો કરવામાં આવ્યા છે. ભાજપમાં વિરોધના કારણે અનેક વિસ્તારો એવા છે કે, વર્ષોથી લોકો અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. અનેકવાર નગરપાલિકા તેમજ સ્થાનિક કોર્પોરેટરોને રજૂઆત કરવામાં આવી હોવા છતાં સ્થાનિક લોકોની સમસ્યા દૂર થઈ ન હતી જેના કારણે ચૂંટણી પહેલા ડીસાના અનેક વિસ્તારોમાં લોકો ચૂંટણી બહિષ્કાર કરતા જોવા મળી રહ્યા છે.

વિકાસના કામો ન થતા નગરપાલિકા ચૂંટણીનો કર્યો બહિષ્કાર
ભાજપના પાંચ વર્ષના શાસનકાળ દરમિયાન વિકાસથી વંચિત અનેક વિસ્તારોડીસા નગરપાલિકામાં ગત ટર્મમાં ભાજપે કોંગ્રેસને હરાવી નગર પાલિકાનું શાસન સંભાળ્યું હતું. શરૂઆતથી જ ભાજપના સભ્યોએ ભાજપના પ્રમુખનો વિરોધ કરતા અનેક વિકાસના કામો અટવાઇ ગયા હતા અને જેના કારણે જ સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને વાત કરવામાં આવે તો ડીસા શહેરના આજે પણ એવા અનેક વિસ્તારો છે જ્યાં લોકોએ રોડ નથી જોયા અને ગટરોની વ્યવસ્થા પણ નથી. આજે પણ એવા અનેક વિસ્તારો છે જ્યાં ગંદકી મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. પાણીની પણ મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી સમસ્યા જોવા મળી રહી છે, ત્યારે આવનારા સમયમાં યોજાનારી ચૂંટણીને લઇ હાલમાં સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હાલમાં સ્થાનિક લોકો ચૂંટણીને લઈ એક જ સૂત્ર ઉચ્ચારી રહ્યા છે કે, કામ નહીં તો વોટ નહીં.

ડીસાના વોર્ડ નંબર નવના સ્થાનિક લોકો અનેક સમસ્યાથી પરેશાન
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઢોલ વાગી ગયા છે અને આગામી 28 તારીખે ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ગત ટર્મની વાત કરવામાં આવે તો, ગત નગરપાલીકાની પાંચ વર્ષની ટર્મમાં ડીસા નગરપાલિકામાં ભાજપની બોડીએ શુકાન સંભાળ્યું હતું. જેમાં ડીસામાં ભાજપ પાર્ટીમાં આ પાંચ વર્ષના શાસનકાળ દરમિયાન અંદરોઅંદર વિખવાદ સર્જાયો હતો અને વિપક્ષની ભૂમિકા પાંચ વર્ષના ભાજપ શાસનમાં કોંગ્રેસના સભ્યોએ નિભાવી હતી જેના કારણે સ્થાનિક લોકોએ પાંચ વર્ષ સુધી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે ડીસાના રાજપુર રોડ વિસ્તારમાં આવેલા લોધવાસ વિસ્તારમાં 500થી પણ વધુ પરિવાર વસવાટ કરે છે અને આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રોડ ગટર તેમજ પાણીની સમસ્યાને કારણે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. પાંચ વર્ષના શાસનકાળ દરમિયાન આ વિસ્તારમાં આજદિન સુધી કોઈ જ પ્રકારના વિકાસના કામ કરવામાં આવ્યા નથી જેના કારણે આજે પણ આ વિસ્તારમાં ચારેબાજુ ગંદકી અને પાણીની સમસ્યાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, ત્યારે હવે આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આ વિસ્તારના લોકો ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી રહ્યા છે.

વોર્ડ નંબર નવના સ્થાનિક લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી
ડીસાના વોર્ડ નંબર નવમાં સ્થાનિક ઉમેદવાર હોવા છતાં આજદિન સુધી આ વિસ્તારની મુલાકાત લીધી નથી. આ વિસ્તારમાં ગંદકી, પાણી અને રસ્તા બનાવવા બાબતે ચૂંટાયેલા ઉમેદવારોને આ વિસ્તારના લોકોએ અનેક વાર રજૂઆત કરી હોવા છતાં આ વિસ્તારમાં કોઇ પણ પ્રકારના વિકાસના કામ કરવામાં આવ્યા નથી. આજે પણ એવા કેટલાય શ્રમજીવી પરિવારો રહે છે કે તેમણે પાંચ વર્ષમાં પોતાના વિસ્તારમાં ગટરલાઈન કે રોડની વ્યવસ્થા જોઈ નથી. આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણી માટે માત્ર એક જ પાણીનું કનેક્શન હોવાથી પાણી ભરવા માટે મહિલાઓને ભારે હેરાન પરેશાન થવું પડે છે. આ બાબતે અનેક વાર નગરપાલિકા તેમજ સ્થાનિક કોર્પોરેટરોને રજૂઆત કરવા છતાં પણ કોઈ જ પ્રકારના કામો કરવામાં આવ્યા નથી. જેથી આખરે આ વિસ્તારના લોકો આગામી સમયમાં યોજાનારી સ્થાનિક ચૂંટણીમાં રોષ ઠાલવી રહ્યા છે અને જો આગામી સમયમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના સમયે જે કોર્પોરેટર મદદની માગણી કરવા માટે આવશે. તે કોર્પોરેટરે સ્થાનિક લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવું પડશે તો જ આ વિસ્તારના મતદાતાઓ દ્વારા મતદાન કરવામાં આવશે. જો નિરાકરણ નહીં આવે તો સંપૂર્ણપણે લોધવાસ વિસ્તારના લોકો ચૂંટણીનો બહિષ્કાર કરશે. બનાસકાંઠા જિલ્લાની ડીસા નગરપાલિકા છેલ્લા પાંચ વર્ષમાં અનેક વિવાદોમાં રહી છે અને આ વિવાદના કારણે આગામી સમયમાં યોજાનાર ચૂંટણીમાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.