પ્રસૂતા મહિલાની હાલત ખુબ જ નાજુક હોવાના કારણે તેમના પરિવારજનોએ કોઈપણ રીતે મહિલાને બચાવવા માટે વિનંતી કરી હતી, મૃતકના સગાના જણાવ્યા અનુસાર તે સમયે ડોક્ટર સી.કે પટેલે મહિલાને સિઝેરિયન કરવાની સલાહ આપી હતી. જો કે, તેમના પરિવારજનોએ કોઈપણ રીતે પ્રસૂતા મહિલાને બચાવવા જણાવ્યું હતું.
ડૉ.સી.કે પટેલે બેદરકારી દાખવી પ્રસૂતા મહિલાને પોતે ડિલિવરી કરાવવાના બદલે લેબર રૂમમાં રેશમાબેન અને ક્રિષ્નાબેન નામની નર્સના ભરોષે પ્રસૂતાને છોડી જતા રહ્યા હતા અને ડોકટરે બેદરકારી દાખવી હાજર ન રહેતા અને નર્સના ભરોષે પ્રસૂતા મહિલાને છોડી દેતા આખરે કિરણબેનનું બાળક સાથે મોત નીપજ્યું હતું. બે સંતાનની માતાનું હોસ્પિટલમાં મોત થાત તમને પરિવારજનો પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી.