- જિલ્લાના 28,708 પરિવારોના 1 લાખ 39 હજાર 997 પરિવારોને મળી અન્ન સુરક્ષા
- જિલ્લા માં છેલ્લાં ત્રણ મહિનામાં વધુ 3276 કુટુંબોને મળી એન.એફ.એસ.એ. યોજનામાં
- બનાસકાંઠામાં 4 સ્થળોએ યોજાયેલ કાર્યક્રમમાં લાભાર્થીઓને મળ્યો લાભ
બનાસકાંઠા : ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુરુવારે જૂનાગઢના કેશોદ ખાતેથી રાજ્યભરમાં ઓનલાઇન માધ્યમથી એફ.એસ.એ.યોજનાનો અમલ કરાવ્યો હતો.જેમાં રાજ્યના 10 લાખ કુટુંબોના 50 લાખ પરિવારોને લાભ અપાયો હતો.લાભાર્થીઓને લાભ આપવા માટે કાર્યક્રમ યોજાયો હતો.જે હેઠળ આજે બનાસકાંઠા જિલ્લામાં પણ પાલનપુર,થરાદ,લાખણી અને ભાભર ખાતેથી જિલ્લા ના કુલ 28,708 કુટુંબોના 1 લાખ 39 હજાર 997 પરિવારજનોને એન.એફ.એસ.એ. યોજનાનો લાભ અપાયો હતો.
કોઈ વ્યક્તિ ભૂખ્યું ના સૂવે તે માટે પૂર્વ કેન્દ્રીય પ્રધાને સંકલ્પબદ્ધ
રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારો-2020(એન.એફ.એસ.એ) હેઠળ બનાસકાંઠામાં ચાર સ્થળોએ રેશનકાર્ડ વિતરણનો કાર્યક્રમો યોજાયા હતા.જેમાં જિલ્લા મથક પાલનપુર ખાતે પૂર્વ કેન્દ્રીય પ્રધાન હરિ ચૌધરીની અધ્યક્ષતામાં લાભાર્થી પરિવારોને રેશનકાર્ડ અર્પણ કરાયા હતાં.
બે ટંકનું અનાજ મળી રહે તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર કટિબદ્ધ
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સહિત અન્ય અધિકારી તેમજ પદાધિકારીઓ તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે હરિ ચૌધરીએ જણાવ્યું હતું કે, કોઈ પણ વ્યક્તિને ભૂખ્યાં ના સૂવું પડે અને તેને સ્વમાનભેર બે ટંકનું અનાજ મળી રહે તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે.