- લવ મેરેજના કાયદામાં સુધારા કરી કુટુંબોને તૂટતા અટકાવવાની કરાઈ માગ
- લવ મેરેજ કાયદામાં સુધારો કરી સમાજ વ્યવસ્થામાં મદદ કરવા બાબતે ગેની ઠાકોરે લખ્યો પત્ર
- 18 વર્ષની દીકરીને ફોસલાવી, ડરાવી, પ્રલોભન આપવાના બનાવમાં થયો વધારોઃ ગેની ઠાકોર
આ પણ વાંચોઃ લવ દેહાદ બિલ: પરેશ ધાનાણીએ કહ્યું, જો એ સમયે ગૃહ પ્રધાનને પરવીન બાબીએ પ્રપોઝ કર્યું હોત તો ?
બનાસકાંઠાઃ સરહદી વાવ તાલુકાના ધારાસભ્ય ગેની ઠાકોરે ગૃહપ્રધાનને પત્ર લખીને જણાવ્યું હતું કે, લવ મેરેજ કરવા ઈચ્છતી દીકરીઓને તેમના પિતાની સહી અને સંમતિપત્ર લેવા સહિતના અનેક સુધારા લવ મેરેજના કાયદામાં કરવામાં આવે. લવ મેરેજ કાયદામાં 18 વર્ષની દીકરીને જાતે લગ્ન કરવા હોય તો તે કરી શકે. આ કાયદાનો લાભ લઈને જે લોકોને સમાજમાં કે અન્ય સમાજમાં તેને કોઈ દીકરી આપતું નથી, જેને લઈને લવ મેરેજ કાયદામાં સુધારો કરી સમાજ વ્યવસ્થામાં મદદ કરવા જણાવ્યું હતું..
આ પણ વાંચોઃ માતા-પિતાની મંજૂરી વગર દીકરી પોતાના લગ્ન ન કરી શકે તેવો કાયદો લાવવો જોઈએ: ગેનીબેન ઠાકોર
લવ મેરેજના કાયદામાં સુધારા કરી કુટુંબોને તૂટતા અટકાવવાની કરાઈ માગ
લવ મેરેજ કાયદામાં ભોગ બનનારી દીકરીને અંતે પસ્તાવો થાય છે અને તે પોતાના પરિવારમાં આવી શકતી નથી અને અંતે આત્મહત્યા કરે છે પણ જે દીકરી અન્ય સમાજમાં લગ્ન કરવા માગતી હોય તો તેના માતાપિતા અથવા દીકરીના જેની સાથે લોહીના સંબંધ ધરાવે છે તથા વાલીની સંમતિ અને સાક્ષીમાં તેમની સહી લેવામાં આવે તે હાલના સમયની માગ છે. આથી કોઈ તકલીફ ઊભી ન થાય આવા લગ્નની નોંધણી દીકરીના ગામમાં જ થવી જોઈએ. સાક્ષીમાં ગામના લોકોને જ રાખી શકાય. તે પણ કાયદામાં સુધારો કરવો જોઈએ. લવ મેરેજ અને લગ્ન કરેલી સ્ત્રીઓના મૈત્રી કરાર છે. તે પણ યોગ્ય નથી. તેનો દુરૂપયોગ થાય છે. આવી ઘટનાથી ઘણા પરિવારોને બરબાદીમાંથી બચાવી તેમજ સામાજિક સેહાદને બનાવી રાખી માનવતાનું ઉદાહરણ પૂરું પાડશો તેવી વિનંતી છે.