- બનાસકાંઠા જિલ્લામાં માર્કેટ યાર્ડની ચૂંટણીઓમાં રસાકસી જામી
- માર્કેટ યાર્ડના 14 સભ્યોમાંથી 13 સભ્યો હાજર રહ્યાં
- માવજી દેસાઈને તમામ સમર્થકોએ શુુભેચ્છાઓ પાઠવી
બનાસકાંઠાઃ જિલ્લામાં હાલ માર્કેટ યાર્ડની ( Deesa Market Yard Election ) ચૂંટણીઓ યોજાઈ રહી છે.જેમાં તમામ માર્કેટયાર્ડની ચૂંટણી રસાકસી બની રહી છે, આ ચૂંટણીઓ આમ તો સરકાર દ્વારા યોજાતી હોય છે, પરંતુ હવે બનાસકાંઠા જિલ્લાની ચૂંટણીઓ ભાજપ અને ભાજપ વચ્ચે યોજાઈ રહી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાની લાખણી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સામે ભાજપના ઉમેદવારે ઉમેદવારી કરતા ચૂંટણી સ્થગિત કરવામાં આવી હતી.
ડીસા માર્કેટયાર્ડની ચૂંટણી યોજાઈ
ડીસા એપીએમસીમાં ( Deesa Market Yard Election ) ચેરમેન પદની ચૂંટણી માટે સહકાર રાજકારણમાં ગરમાવો હતો. છ માસ અગાઉ અચાનક ચેરમેન તેમજ વાઇસ ચેરમેનની વરણી માટેની ચૂંટણી પ્રક્રિયા સરકાર દ્વારા સ્થગિત રાખવામાં આવી હતી. જે બાદ આજે ફરી ભૂજ જિલ્લા રજિસ્ટ્રારના અધ્યક્ષસ્થાને ડીસા એપીએમસીના ચેરમેન માટેની ચૂંટણી યોજાઈ. જેમાં ડીસા એપીએમસીમાં ચૂંટાયેલા 14 સભ્યો પૈકી 13 સભ્યો હાજર રહ્યાં હતાં.
આ પણ વાંચોઃ ડીસાના ખેડૂતો વરસાદી પાણી બચાવી કરશે ખેતી