પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના મુખ્મથક પાલનપુરમાં વરસાદનાં કારણે પાલનપુરથી આબુરોડને જોડતો નેશનલ હાઇવે બેટમાં ફેરવાયો છે. નેશનલ હાઈવે પર મોટા ખારા પડી જતા અનેક વાહનો આ હાઇવે પર પલટી મારી રહ્યા છે. જેને લઈને સ્થાનીક લોકો અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની શરૂઆતના વરસાદમાં જ સામાન્ય વરસાદ એ પાલનપુર તંત્રના પ્રેમોશન પ્લાનની પોલ ખોલી દીધી છે.
પાણીમાં રસ્તોઃ પાલનપુરથી પસાર થતા અમદાવાદથી આબુરોડને જોડતો નેશનલ હાઇવે માર્ગ પાણીમાં ઘરકાવ થયો છે. જોકે, વરસાદી પાણી ને પગલે નેશનલ હાઈવે પર મસ્ત મોટા ખાડા પડી જતા અનેક વાહનો પાણીમાં અટવાયા છે. તેને જ કારણે નેશનલ હાઈવે પર ભયલી સવારથી જ ત્રણ ત્રણ ચાર કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગી છે. બે-બે ત્રણ ત્રણ કલાકથી વાહનોની કતારોમાં ઉભેલા લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ટ્રાફિકમાંથી મુક્તિ મળે એવું પ્રવાસીઓ અને વાહનચાલકો ઈચ્છે છે.
બ્રીજનું કામ ચાલુંઃ પાલનપુરથી રાજસ્થાનને જોડતા નેશનલ હાઈવે પર હાલ બ્રીજનું કામ ચાલી રહ્યું છે. જેનાં કારણે મોટાં ભાગનો નીચેનો રોડ તુટી ગયો છે. વરસાદના કારણે આ રોડ પર ઢીંચણ સમા પાણી ભરાયાં છે. જેનાં કારણે વાહચાલકોને ખાડા દેખાતા નથી. આ ખાડાઓમાં વાહનો પટકાય છે. જેનાં કારણે દિવસમાં અનેક વાહનો પલ્ટી મારી જાય છે અને અનેક અકસ્માતો સર્જાય છે. આ બાબતે મીડિયા સાથેની વાત જીતમાં એકતાબેન જેઓ પ્રવાસીએ છે એમણે પોતાની વ્યથા ઠાલવી હતી.
શું કહે છે પ્રવાસીઃ આ બાબતે મીડિયા સાથેની વાતચીત વાહન ચાલક પ્રતીકભાઈએ જણાવ્યુ હતું કે, અહીં ખૂબ ખરાબ પરિસ્થિતિ છે. હું અન્ય વાહન ચાલકોને કઉ છુ કે, હાલ આ રસ્તાપર કોઇના આવતાં ખૂબ જ ટ્રાફીક છે. ફસાઈ જશો. બાયપાસ રસ્તા પરથી નીકળજો. કોઈ ટ્રાફીક દૂર કરાવવા માટે આવતું નથી. આટલી કલાકો સુધી ઊભા રહેવું પડે છે. પાછળ 10 કિમી સુધી વાહન ફસાયેલા પડ્યા છે.