ETV Bharat / state

ડીસાનો મારવાડી મોચીવાસ વિસ્તાર 12 વર્ષથી વિકાસની રાહ જોઈ રહ્યો છે

author img

By

Published : Dec 18, 2019, 3:27 AM IST

બનાસકાંઠા: ડીસા શહેરમાં આવેલા મારવાડી મોચી વાસ બ્રહ્મપુરી વિસ્તારના લોકોમાં નગર પાલિકાનાને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિકાસના નામે આ વિસ્તારમાં પાલિકાએ રસ્તા તોડી નાખ્યા હતા. જ્યાર બાદ 4 મહિના જેટલો સમય વિતવા છતાં પાલિકા દ્વારા રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું નથી. જેથી સ્થાનિક લોકોએ પાલિકા વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતાં.

Marwari Mochivas area has been waiting for development for 12 years
ડીસાનો મારવાડી મોચીવાસ વિસ્તાર 12 વર્ષથી વિકાસની રાહ જોઈ રહ્યો છે

દાડીસા નગરપાલિકામાં પ્રમુખ તરીકે એક મહિલા છે, પરંતુ શાસન તેમના પતિનું ચાલી રહ્યું છે. ડીસા શહેરમાં આવેલા મારવાડી મોચી વાસ અને બ્રહ્મપુરી વિસ્તારમાં હજારોની સંખ્યામાં લોકો વસવાટ કરે છે. પરંતુ ગત ચાર મહિનાથી આ વિસ્તારમાં પાલિકાએ નવો માર્ગ બનાવવાનું કહી જે માર્ગ હતો તેને પણ તોડી નાખ્યો છે. પાલિકા દ્વારા મુખ્યપ્રધાનના આગમનને લઇ અહીં નવો માર્ગ બનાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ મુખ્યપ્રધાનનો પ્રવાસ રદ્દ થઇ જતા પાલિકાએ પણ આ વિસ્તારમાં માર્ગ બનાવવાનું ટાળી દીધું હતું. જેથી સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત લોકોને વારંવાર અકસ્માતનો ભોગ બનવાનો વારો આવે છે. જેથી વિસ્તારના લોકો કંટાળીને નગરપાલિકા સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા હતા.

ડીસાનો મારવાડી મોચીવાસ વિસ્તાર 12 વર્ષથી વિકાસની રાહ જોઈ રહ્યો છે

ગત ૧૨ વર્ષથી આ વિસ્તારના લોકોને કોઇપણ પ્રકારની સુવિધા મળી નથી. જેના કારણે આ વિસ્તારના લોકો તેમના વિસ્તારના વિકાસ માટે ડીસા નગરપાલિકામાં અનેકવાર રજૂઆત કરી છે. છતાં પણ ડીસા નગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારની સુવિધા આ વિસ્તારના લોકોને આપવામાં આવતી નથી. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારના રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં પડ્યા છે. તે ઉપરાંત આ વિસ્તારમાં સફાઇ કામદારો દ્વારા સફાઈ પણ કરવામાં આવતી નથી. જેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ અંગે ડીસા નગરપાલિકાને છાસવારે રજૂઆત કરવા છતાં કોઈ પ્રકારની સુવિધા પુરી પાડવામાં આવી નથી.

Intro:એપ્રુવલ..બાય.. અસાઇમેન્ટ ડેસ્ક

લોકેશન.. ડીસા.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.17 12 2019

એન્કર.. આજે ડીસા શહેરમાં આવેલા મારવાડી મોચી વાસ બ્રહ્મપુરી વિસ્તારના લોકો અત્યારે પાલિકાના ને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે વિકાસના નામે આ વિસ્તારમાં પાલિકાએ રસ્તા તોડી નાખ્યા હતા રસ્તા તોડ્યા અને ચાર માસ જેટલો સમય વિતી ગયો હોવા છતાં પણ હજુ સુધી પાલિકા દ્વારા રસ્તાનું સમારકામ ન કરવામાં આવતા સ્થાનિકો પરેશાન થઈ ઉઠયા છે અને આ રસ્તાની સમસ્યાને લઇ આજે આ વિસ્તારના રહીશો એ પાલિકાના પ્રમુખ સૂત્રોચ્ચાર કર્યા હતા..

Body:વિઓ.. ડીસા નગરપાલિકામાં અત્યારે ભલે પ્રમુખ તરીકે એક મહિલા હોય પરંતુ સાચા શાસન તો મહિલા પ્રમુખ નહિ પરંતુ તેમના પતિ ચલાવી રહ્યા છે તે એકવાર ફરી સાબિત થયું છે આદર્શો છે ડીસા શહેરમાં આવેલા મારવાડી મોચી વાસ અને બ્રહ્મપુરી વિસ્તારના.... ડીસા શહેરમાં આવેલું મુખ્ય સમશાન તરફ જવા માટેનો એકમાત્ર માર્ગ છે આ વિસ્તારમાં હજારોની સંખ્યામાં લોકો વસવાટ કરે છે પરંતુ છેલ્લા ચાર માસથી આ વિસ્તારમાં પાલિકાએ નવો માર્ગ બનાવવા નું કહી જે માર્ગ હતો તેને પણ તોડી નાખ્યો હતો પાલિકા દ્વારા મુખ્યમંત્રીના આગમનની લઇ અહીં નવો માર્ગ બનાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી પરંતુ મુખ્યમંત્રી નો પ્રવાસ રદ્દ થઇ જતા પાલિકાએ પણ આ વિસ્તારમાં માર્ગ બનાવવાનું રદ કરી અને તોડી નાખેલા માર્ગને જેમનો તેમ મૂકી દેવામાં આવ્યો હતો આ વાતને લગભગ ચાર માસ જેટલો સમય વિતી ગયો હોવા છતાં પાલિકા દ્વારા હજુ સુધી આ માર્ગનું સમારકામ કરવામાં આવ્યું નથી જેને લઇ સ્થાનિક રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ વિસ્તારમાંથી પસાર થતા લોકોને વારંવાર અકસ્માતનો ભોગ બનવા ઉપરાંત અહીં રહેતા દિવ્યાંગોને પણ અવરજવર કરવામાં મુશ્કેલી નો સામનો કરવો પડે છે વિસ્તારના લોકોએ કંટાળીને નગર પાલિકા સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા હતા ત્યારે ડીસા નગરપાલિકામાં હાજર પ્રમુખ પતિ દેવુભાઈ રજૂઆત કરવા આવેલા આ વિસ્તારના લોકોને હડધૂત કરી ને ત્યાથી નીકાળી દીધા હતા...

બાઈટ...ફુલચંદ ગુજ્જર
( સ્થાનિક )

વિઓ : પાલીકાના પાપે આ વિસ્તારના માર્ગ ને તોડી દેવામાં આવતા સ્થાનિકો પરેશાન થયું છે અને આ ખખડધજ માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ અકસ્માતનો ભોગ બનવું પડી રહ્યું છે તાજેતરમાં જ મોહનભાઈ નામના એક વ્યક્તિ અહીંથી રાત્રી દરમિયાન પસાર થઇ રહ્યા હતા ત્યારે તેનો મોટરસાયકલ ખાડામાં પટકાતાં તેઓ પડી ગયા હતા અને ચાર વ્યક્તિઓ સાથે મળીને તેમને ઊભા કર્યા હતા.. છેલ્લા ૧૨ વર્ષથી આ વિસ્તારના લોકોને કોઇપણ પ્રકારની સુવિધા મળી નથી જેના કારણે આ વિસ્તારના લોકો તેમના વિસ્તારના વિકાસ માટે ડીસા નગરપાલિકામાં અનેકવાર રજૂઆતો કરી છે છતાં પણ ડીસા નગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારની સુવિધાઓ આ વિસ્તારના લોકોને આપવામાં આવતી નથી છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં બિસ્માર હાલતમાં રોડ પડ્યો છે વિસ્તારમાં સફાઇ કામદારો દ્વારા સફાઈ પણ કરવામાં આવતી નથી જેના કારણે આ વિસ્તારના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ બાબતે ડીસા નગરપાલિકા અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ જ પ્રકારે આ વિસ્તારમાં સુવિધાઓ પુરી પાડવામાં આવી નથી...

બાઈટ...વસંતીબેન મોચી
( સ્થાનિક, મહિલા )

બાઈટ...મંજુલાબેન મોચી
( સ્થાનિક , મહિલા )

Conclusion:વિઓ.. આ વિસ્તારના લોકો આક્ષેપ કરી રહ્યા છે કે ડીસા નગરપાલિકામાં પ્રમુખ તરીકે મહિલા છે જોકે પાલિકામાં પ્રમુખ નહીં પરંતુ પ્રમુખ પતી કરી રહ્યા છે એટલું જ નહીં પ્રમુખ પતિ દ્વારા રજૂઆત કરવા જનાર લોકો સાથે ઓરમાઈ ભર્યુ વર્તન પણ કરવામાં આવી રહ્યું છે સાથે સાથે આ વિસ્તારની ઘોર અપેક્ષા કરવામાં આવી રહી છે. ત્યારે ડીસા શહેરના મારવાડી મોચીવાસ અને બ્રહ્મપુરી વિસ્તારનો સમાવેશ વોર્ડ નંબર સાત મા થાય છે ત્યારે હાલ આ વિસ્તારના લોકોની એક જ માગણી છે કે ડીસા નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે આ વિસ્તારની મુલાકાત લઇ સમશાન થી મેઇન રોડ સુધી યોગ્ય રસ્તો બનાવે આપવામાં આવે અને દરરોજની આ વિસ્તારના કરો પાસેથી પસાર થતી ગટરલાઇનની સાફ સફાઈ કરવામાં આવે તેઓ ઈચ્છી રહ્યા છે...

બાઈટ... ભીખીબેન મોચી
( સ્થાનિક, મહિલા )

રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.