ETV Bharat / state

કોરોનાના કહેરથી બનાસકાંઠામાં લગ્ન આધારિત ધંધાઓને કરોડોનું નુક્સાન

author img

By

Published : Apr 13, 2021, 6:38 PM IST

બનાસકાંઠા જિલ્લામાં લગ્નની સિઝન પહેલાં જ કોરોનાએ ફરી એકવાર માથું ઉચકતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. મોટાભાગના લગ્ન પ્રસંગો માત્ર પરિવારના સભ્યો સાથે જ પૂર્ણ કરવાના હોવાથી લગ્ન આધારિત ધંધા વ્યવસાયોને કરોડો રૂપિયાનું નુકસાન થવાની શક્યતાઓ જોવા મળી રહી છે.

કોરોનાના કહેરથી બનાસકાંઠામાં લગ્ન આધારિત ધંધાઓને કરોડોનું નુક્સાન
કોરોનાના કહેરથી બનાસકાંઠામાં લગ્ન આધારિત ધંધાઓને કરોડોનું નુક્સાન
  • બનાસકાંઠા જિલ્લામાં ફરી લગ્ન સિઝન શરૂ થતા કોરોના વાઈરસની અસર નડી
  • બનાસકાંઠા જિલ્લામાં આગામી મહિનામાં એક હજારથી પણ વધુ લગ્નનું આયોજન
  • કોરોના વાઈરસની મહામારીમાં ફરી એકવાર મંડપ ડેકોરેશનમાં કરોડો રૂપિયાનું નુકસાન

ડીસા: કોરોના મહામારી હાલ ચરમસીમાએ પહોંચી છે. દરરોજે રેકોર્ડ બ્રેક નવા કેસ સામે આવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં પણ રોજેરોજ કોરોના 100થી વધુ કેસ નોંધાય છે. કોરોનાના બીજા રાઉન્ડની લગ્ન સિઝન અગાઉ જ શરૂઆત થઈ ગઈ છે. જેના કારણે સરકારે પણ કોરોના મહામારી અટકાવવા માટે સભાઓ, મેળાવડાઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે અવે લગ્ન માટે માત્ર 50 લોકોને જ પરવાનગી આપી છે. જેના કારણે લગ્ન આધારિત ધંધા-રોજગારીઓને કરોડો રૂપિયાનું નુક્સાન થયુ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.

આ પણ વાંચો: રાત્રિ કરફ્યૂને લઈને રાજકોટ સોની બજારના વેપારીઓની ચિંતા, મંદીમાંથી ઉભો થયેલો ધંધો ફરી પડી ભાંગશે

બનાસકાંઠા જિલ્લામાં આગામી મહિનામાં એક હજારથી પણ વધુ લગ્નનું આયોજન

બનાસકાંઠા જિલ્લામાં એક અંદાજ મુજબ આગામી મહિનામાં એક હજારથી પણ વધુ લગ્ન થવાના છે. જેના માટે લગ્નના આયોજકોએ 500થી લઈને 2,000 જેટલી આમંત્રણ પત્રિકાઓ છપાવી દીધી છે, પરંતુ આ વર્ષે પણ કોરોના વકરતા નાછૂટકે લગ્નની 50 લોકોની હાજરીમાં જ ઉજવણી કરવાની ફરજ પડી છે. આયોજકો પણ સરકારના નિયમોનું પૂરેપૂરું પાલન કરીને અન્ય લોકોને સ્વસ્થ રહેવા અને સરકારી ગાઈડલાઇનનું પાલન કરવાની સલાહ આપી રહ્યા છે.

કોરોના વાઈરસની મહામારીમાં ફરી એકવાર મંડપ ડેકોરેશનમાં કરોડો રૂપિયાનું નુકસાન

વૈશ્વિક મહામારી કોરોનાની અસર તમામ ધંધા-રોજગારો પર જોવા મળી રહી છે. દર વર્ષે લગ્ન સિઝનમાં સૌથી વધુ લોકો મંડપ ડેકોરેશનનો ઉપયોગ કરતા હોય છે. જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં કાર્યરત 400 જેટલા મંડપ ડેકોરેશનના વેપારીઓને સારી એવી આવક થતી હતી અને જેના કારણે તેમની સાથે વર્ષોથી આ ધંધામાં જોડાયેલા શ્રમિકોને પણ દર વર્ષે સારી એવી આવક મળી રહેતી હતી, પરંતુ સિઝનલ ધંધો કરતા વેપારીઓને સ્થિતિ હાલમાં કોરોના વાઈરસના કારણે ખરાબ થઇ ગઈ છે. ગત વર્ષે લોકડાઉનના કારણે મોટાભાગના લગ્ન મોકૂફ રહ્યા હતા. આ વર્ષે પણ માત્ર 50 લોકોને પરવાનગી મળતા મંડપ ડેકોરેશનમાં કરોડો રૂપિયાનું નુક્સાન થવાની શક્યતા સર્જાઈ છે.

આ પણ વાંચો: લોકડાઉન ઇફેક્ટઃ સક્કર ટેટીનું વાવેતર કરનારા ખેડૂતોને ભારે નુકસાન

કોરોના મહામારીના કારણે લગ્ન કંકોત્રી છાપતાં વેપારીઓને પણ નુક્સાન

દરેક લોકો પોતાના લગ્નમાં મહેમાનને આમંત્રણ આપવા સૌથી પહેલા લગ્ન પત્રિકાઓ પહોંચાડે છે. જેના આધારે મહેમાનો લગ્ન પ્રસંગે પહોંચતા હોય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી એક હજારથી પણ વધુ લગ્ન પત્રિકાઓ છાપતા વેપારીઓ બનાસકાંઠા જિલ્લામાં વ્યવસાય કરે છે. પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોના વાઈરસની મહામારીના કારણે લગ્ન પત્રિકા છાપતા વેપારીઓને કરોડો રૂપિયાનું નુક્સાન વેઠવાનો વારો આવ્યો છે. ગત વર્ષે કોરોના વાઈરસની મહામારીના કારણે લગ્ન પત્રિકાના વ્યવસાય સાથે જોડાયેલા તમામ વેપારીઓને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે આ વર્ષે પણ કોરોના વાઈરસને કારણે 50 લોકોને પરવાનગી અપાતા ફરી વખત નુક્સાન વેઠવાનો વારો આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.