ડીસા: ફરી એક વાર વરસાદની આગાહી આપવામાં આવી છે. જેને લઇને ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. ઉનાળામાં વારંવાર કમોસમી વરસાદ પડવાથી ખેડૂતો હેરાન-પરેશાન થઈ રહ્યા છે. ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા 28 થી 30 તારીખ સુધીમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેને લઇ વહીવટી તંત્રએ તમામ માર્કેટયાર્ડ સહિત અધિકારીઓને એલર્ટ રહેવા માટેની સૂચના આપવામાં આવી છે. જેના કારણે ડીસા માર્કેટયાર્ડના સત્તાધીશો એલર્ટ બન્યા છે. ખેડૂતો અને વેપારીઓને અનાજની બોરીઓ પલળીને ખરાબ ન થઈ જાય તે માટે ટેલીફોનિક મેસેજ દ્વારા તેમજ માઇક દ્વારા સતત એનાઉન્સ કરી તમામ વ્યાપારીઓ અને ખેડૂતોને સાવચેત રહેવા માટે જણાવ્યું છે.
તકેદારી રાખવામાં આવી: ઉલ્લેખનીય છે કે, આ વખતે ઉનાળામાં વારંવાર કમોસમી વરસાદ થયો છે. ઉનાળાની અંદર અત્યાર સુધીમાં લગભગ ચારથી પાંચ વખત કમોસમી માવઠાના કારણે અનેક જગ્યાએ ખેડૂતોને નુકસાન વેઠુવુ પડ્યું છે. બે દિવસ અગાઉ થયેલા કમોસમી માવઠામાં પણ ભીલડી માર્કેટયાર્ડમાં અનાજની બોરીઓ પલળી જતા ખેડૂતો અને વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું છે. ફરી એકવાર વરસાદની આગાહીને પગલે કોઈપણ ખેડૂતો અને વેપારીઓને નુકસાન ન થાય તે માટે તંત્ર દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે.
"લેટર આપી એલર્ટ રહેવા જાણ કરવામાં આવી છે કે 28 થી 30 તારીખ કમોસમી વરસાદ પડવાની શક્યતાઓને લઈને સૂચના આપવામાં આવી છે. ખેડૂતોને વરસાદની આગાહી દરમિયાન અનાજ સુરક્ષિત જગ્યાએ રાખવા માટે જણાવ્યું છે"-- અમરત જોશી (માર્કેટયાર્ડના સેક્રેટરી)
માલ સુરક્ષિત જગ્યાએ: તંત્ર જેને પગલે તેમણે તરત જ વોટ્સએપ મેસેજ દ્વારા ટેલિફોનિક તેમજ માઇક દ્વારા એનાઉન્સ કરી તમામ વેપારીઓ અને ખેડૂતોને વરસાદની આગાહીની માહિતી આપી દીધી છે. જેના કારણે કોઈ ખેડૂતના પાકને નુકશાન ના થાય. વરસાદની માહિતી આપવાના કારમે વ્યાપારીઓ તેમનો માર્કેટયાર્ડમાં રહેલો માલ સુરક્ષિત જગ્યાએ ખસેડી ટાંકીને રાખી દીધો છે. જો માલ બહાર પડ્યો હોય અને વરસાદ આવી પહોંચે તો પાક ખરાબ થઈ થાત અને ખેડૂતોની મહેનત પર પાણી ફરી જાત.