- સરહદી બનાસકાંઠા જિલ્લામાં આત્મહત્યાના બનાવોમાં ચિંતાજનક વધારો
- માવસરી ગામના તળાવમાં આવેલ વૃક્ષ પર ગળેફાંસો ખાધો
- પ્રેમમાં અંધ બની કરી આત્મહત્યા
- મૃતદેહોને પીએમ અર્થે ખસેડાયા
- સરહદી બનાસકાંઠા જિલ્લામાં આત્મહત્યાના બનાવોમાં ચિંતાજનક વધારો
બનાસકાંઠાઃ જિલ્લામાં આત્મહત્યાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં હાલ આત્મહત્યા જેવા ગુનાહિત પ્રવૃતિઓની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે, લોકો આત્મહત્યા જેવા ગુનાહિત ઘટનાને ક્યાંક ઘર કંકાસથી કંટાળીને અંજામ આપી રહ્યા છે, તો ક્યાક ધંધા-રોજગાર બંધ હોવાના કારણે આવી ઘટનાઓ વારંવાર સરહદી બનાસકાંઠા જિલ્લામાં સામે આવી રહી છે, ત્યારે વધુ એક પ્રેમી પંખીડાની આત્મહત્યાની ઘટના સરહદી બનાસકાંઠા જિલ્લામાં સામે આવી છે.
માવસરી ગામના તળાવના વૃક્ષ પર ગળેફાંસો ખાધો
બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં દિન-પ્રતિદિન આત્મહત્યાના બનાવવામાં સતત વધારો થઈ રહ્યો છે, જ્યારે વાવ તાલુકાના માવસરી ગામના તળાવ જોડે એક ઝાડ સાથે ગળેફાસો ખાધેલી સગીરા અને યુવકનો મૃતદેહ જોવા મળ્યો હતો, જો કે મૃતદેહ જોવા મળતાની સાથે લોકોમાં અરેરાટી વ્યાપી ગઇ હતી, સગીરા અને યુવકનો મૃતદેહ લટકતા જોઈ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી, માવસરી પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રેમમાં અંધ બની કરી આત્મહત્યા
બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવ તાલુકાના માવસરી ગામેં પ્રેમી પંખીડા આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે, વાવ તાલુકાના માવસરી ગામના 25 વર્ષીય યુવક કાંતિભાઈ વેણ અને બાજુના ચોટીલા ગામની સગીરા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો અને સમાજના ડરના કારણે રવિવારે બંને માવસરી ગામે આવેલ તળાવ પાસે ઝાડ પર દોરડા વડે ગળાફાસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
બંને મૃતદેહોને પીએમ અર્થે ખસેડાયા
બનાસકાંઠાના સરહદી પંથક વાવના માવસરી ગામે પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરતા માવસરી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, પ્રાથમિક તબક્કે પોલીસે સગીરાના પિતાએ એડી નોંધાવતા બંનેના મૃતદેહોને પી.એમ અર્થે વાવ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, તેમજ ઘટના સ્થળેથી મળેલ મોબાઈલ અને પાણીની બોટલ બંને પોલીસે કબજે કરી એફેસલમાં મોકલી આપ્યી હતી.