ડીસાના નહેરુ નગરમાં આવેલ મહાદેવ મંદિરનું નામ પલટન મંદિર છે. આ મંદિરનું નામ લશ્કરના નામ પરથી પડ્યું છે. કહેવાય છે કે, આ મંદિરની સ્થાપના બ્રિટિશ શાસન દરમિયાન કરવામાં આવી હતી. કારણ કે, બ્રિટિશ શાસન દરમિયાન જે હિન્દુ સૈનિકો હતા તેમની પલટન જ્યાં રહેતી હતી તે સ્થળ પર આ મંદિક સ્થાપવામાં આવ્યું હતું.
આમ પલટન મહાદેવ મંદિરનો paltan શબ્દ લશ્કરના પાર્ટનરથી રાખવામાં આવ્યો છે. આજે પણ ડીસા શહેરના નેહરુ નગર ટેકરા વિસ્તારમાં આવેલા આ મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન અસંખ્ય ભક્તો ભગવાન ભોળેનાથના દર્શન કરવા માટે આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે પલટન મહાદેવ મંદિર પર ભક્તોની ભીડ જોવા મળે છે અને શ્રાવણ માસ દરમિયાન શિવભક્તો દ્વારા સવાર સાંજ બે સમય ભગવાન ભોળેનાથની આરતી કરવામાં આવે છે.