ETV Bharat / state

શ્રાવણીયા સોમવારે ડીસામાં બનાવેલા બરફના શિવલિંગના કરો દર્શન - Darshan of Lord Bholanath Shivling in Banaskantha

બનાસકાંઠા જિલ્લામાં અનેક સ્થળોએ ભગવાન ભોળેનાથના મંદિરની સ્થાપના કરવામાં આવી છે, ત્યારે પવિત્ર શ્રાવણ માસમાં જૂના ડીસામાં જાગનાથ ભગવાનના મંદિરે દરરોજ અલગ-અલગ પ્રકારે ભગવાન ભોળાનાથની મૂર્તિ બનાવી અને પૂજા-અર્ચના કરવામાં આવે છે, ત્યારે એક પરિવાર દ્વારા ભગવાન ભોલેનાથની બરફની શિવલિંગ બનાવી તેમની પૂજા-અર્ચના કરવામાં આવી હતી.

banaskantha
બનાસકાંઠા
author img

By

Published : Aug 3, 2020, 11:18 AM IST

ડીસા/બનાસકાંઠા: હાલમાં હિંદુ ધર્મનો સૌથી પવિત્ર માસ શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શ્રાવણ માસના એક મહિના દરમિયાન ભગવાન ભોળાનાથના ભક્તો ભોળાનાથની ભક્તિમાં લીન થઈ પૂજા અર્ચના કરે છે. પવિત્ર શ્રાવણ માસમાં ભારતભરમાં આવેલe અનેક પૌરાણિક મંદિરો એક મહિના દરમિયાન ભક્તો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવે છે અને છેલ્લા દિવસે ભગવાન ભોળાનાથને રીઝવવા માટે હોમ હવન પણ યોજવામાં આવે છે, ત્યારે હાલમાં ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસને લઇ બનાસકાંઠા જિલ્લામાં પણ અને પૌરાણિક મંદિરોમાં રોજેરોજ ભક્તો દ્વારા ભગવાન ભોળેનાથની પૂજા અર્ચના કરવામાં આવે છે, પરંતુ ચાલુ વર્ષે સમગ્ર વિશ્વભરમાં કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે. આ મહામારીની અસર ભારતભરમાં સ્થાપિત થયેલા ભગવાન ભોલેનાથના મંદિરો પર પણ જોવા મળી રહી છે. કોરોના વાઇરસની મહામારીના કારણે ભગવાન ભોળેનાથની પૂજા અર્ચના ભક્તો મંદિરોમાં ઓછી કરવા માટે આવે છે અને જે મંદિરોમાં આવે છે, તે ભક્તો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરીને પૂજા અર્ચના કરે છે.

ડીસા શહેરમાં પસાર થતી બનાસ નદીના કિનારે અનેક પૌરાણિક મંદિરોમાં ભગવાન ભોલેનાથના વસેલા છે. આ પૌરાણિક મંદિરો કંઈકને કંઈક ઇતિહાસ સાથે જોડાયેલા છે, ત્યારે જૂના ડીસા પાસેથી પસાર થતી બનાસ નદીના કિનારે વીડી ગામ વસેલું છે. જ્યાં 1000થી પણ વધુ ખેડૂત પરિવાર વસવાટ કરે છે. જ્યાં આજથી 150 વર્ષ પહેલાં પ્રવીણભાઈ શાખલાના દાદા પીરાજી સાખલા પોતાના ખેતરમાં કુંવાનું ખોદકામ કરી રહ્યાં હતાં. ત્યારે આ કૂવામાંથી ભગવાન ભોળાનાથ અને પાર્વતી માતાની મૂર્તિ મળી આવી હતી. જેથી તેમના દાદા પીરાજી સાખલાએ મૂર્તિને બહાર નીકાળી આ જગ્યા પર ભગવાન ભોળાનાથના મંદિરની સ્થાપના કરી હતી.

પવિત્ર શ્રાવણ માસમાં કરો બરફના ભગવાન ભોળાનાથ શિવલિંગના દર્શન

આ મંદિરની સ્થાપનાને લઈ આજુ-બાજુના ગામોમાં જાણ થતાં ભગવાન ભોળેનાથના મંદિરે દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો ભોળાનાથની પૂજા-અર્ચના કરવા માટે આવે છે. શ્રાવણ માસના એક મહિના દરમિયાન આ મંદિરે ભગવાન ભોળેનાથના ભક્તો ભોળાનાથની ભક્તિમાં લીન થઈ પૂજા-અર્ચના કરે છે અને પોતાના ખેતરમાં ઊભો પાક સારો થાય તે માટે પવિત્ર શ્રાવણ માસમાં આજુબાજુના ખેતરોના ખેડૂતો ભગવાન ભોળેનાથની પૂજા-અર્ચના કરે છે.

હાલમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન બનાસકાંઠા જિલ્લાના તમામ મંદિર ઉપર કોરોના વાઇરસનું ગ્રહણ લાગેલું છે. જ્યાં પવિત્ર શ્રાવણ માસમાં હજારોની સંખ્યામાં ભોળેનાથના ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડતા હતા, તે મંદિર આજે કોરોના વાઇરસના કારણે સુમસામ ભાસી રહ્યાં છે, ત્યારે બનાસ નદીના તટ પર વસેલું વીડી ગામમાં પણ આ વર્ષે જાગનાથ ભગવાનના મંદિરે આજુબાજુના ગામોમાંથી કોઈપણ ભક્તો આ મંદિરે દર્શન કરવા માટે આવ્યા નથી, ત્યારે હાલ તો શ્રાવણ મહિનાના એક માસ દરમિયાન પ્રવીણભાઈના પરિવાર દ્વારા જ આ મંદિરની પૂજા અર્ચના કરવામાં આવે છે.

આ વર્ષે પ્રવીણભાઈના પરિવાર દ્વારા જાગનાથ ભગવાનના મંદિરે રોજેરોજ અલગ-અલગ પ્રકારે ભગવાન ભોળાનાથની મૂર્તિ બનાવી અને પૂજા-અર્ચના કરવામાં આવે છે, ત્યારે આજે તેમના પરિવાર દ્વારા ભગવાન ભોળેનાથની બરફની શિવલિંગ બનાવી તેમની પૂજા-અર્ચના કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.