સરકાર દ્વારા ગરીબ કુપોષિત બાળકોને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે અનેક પ્રયાસો કરવામાં આવે છે. ICDS યોજના અંતર્ગત ૦ થી ૬ વર્ષના બાળકોની પોષણ અને આરોગ્ય સ્થિતિ સુધારવા તેમજ બાળકના યોગ્ય, શારીરિક, માનસિક અને સામાજિક વિકાસ માટે તેમજ મૃત્યુ ભારણ ઘટાડવા, કુપોષણ અને શિક્ષણ સ્તર વધારવા માટે આંગણવાડી કેન્દ્ર ચલાવાય છે.
બનાસકાંઠા જિલ્લામાં અમીરગઢના લક્ષ્મીપુરામાં આવેલ આંગણવાડીમાં લાલીયાવાડી ચાલતી હોવાથી લોકો ત્રસ્ત થઈ ગયા હતા. આ આંગણવાડી કેન્દ્રની સંચાલીકા ઈન્દિરાબેન અનિયમિત આવતી હોવાથી તેમજ કેન્દ્રમાં સ્વચ્છતાનો અભાવ હોવાથી ગ્રામજનો તેમના બાળકોને આંગણવાડીમાં મોકલતા નથી. કેન્દ્રમાં વાસણો સાફ હોતા નથી. સંચાલક મોટાભાગે કેન્દ્રમાં અનિયમિત આવે છે. તેડાગર બહેન દ્રારા બાળકોને બોલાવવામાં આવતા નથી. જેવા વિવિધ આક્ષેપો સાથે ગ્રામજનોએ ઉચ્ચ સ્તરે અનેકવાર રજુઆત કરી હોવા છતાં પણ કોઈજ ઉકેલ ન આવતા આખરે કંટાળેલા લોકોએ આજે આંગણવાડી કેન્દ્રને તાળું મારી દઈ વિરોધ દર્શાવ્યો હતો.
તેમજ વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ જ ઉકેલ ન આવતા આખરે કંટાળેલા લોકોએ આજે આંગણવાડી કેન્દ્રને તાળાં મારી રોષ વ્યક્ત કર્યો હતો.અને જ્યાં સુધી આ સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંગણવાડી નહીં ખુલે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. ત્યારે હવે ગ્રામજનોની ફરીયાદ મામલે તંત્ર સંચાલીકા સામે શુ પગલાં ભરે તે જોવાનું રહ્યું.