ETV Bharat / state

ડીસા નગરપાલિકાના પ્રમુખના મત વિસ્તારમાં જ સ્થાનિક લોકોનો વિરોધ

બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આવેલા વોર્ડ નંબર-5માં શ્રમજીવી પરિવારોને છેલ્લાં 50 વર્ષમાં એક પણ વિકાસના કામો ન થતાં આખરે કંટાળેલા લોકોએ આગામી સમયમાં યોજાનારી નગરપાલિકાની ચૂંટણીનો સંપૂર્ણપણે બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.

Disa municipal
Disa municipal
author img

By

Published : Feb 10, 2021, 7:51 AM IST

  • નગરપાલિકાના ગત ટર્મના પ્રમુખ વિસ્તારમાં લોકોનો વિરોધ
  • લોકો 50 વર્ષથી રહે છે ગંદા પાણી અને રસ્તા વગર
  • આગામી સમયમાં કામ નહીં થાય તો મતદાન ન કરવાની સ્થાનિક લોકોની ચીમકી

બનાસકાંઠા: જિલ્લાના ડીસા શહેરમાં આવેલા વોર્ડ નંબર 5માં હનુમાન શહેરી તેમજ વણઝારા વાસ વિસ્તારના સ્થાનિક લોકો છેલ્લા 50 વર્ષથી અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારમાં છેલ્લા 50 વર્ષથી 400થી પણ વધુ ઘર વસવાટ કરે છે અને ૮૦૦થી પણ વધુ શ્રમજીવી પરિવાર આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. છેલ્લાં ૫૦ વર્ષમાં નગરપાલિકાના અનેક કોર્પોરેટરો આ વિસ્તારમાં ચૂંટાઈને આવ્યા છે પરંતુ એક પણ વિકાસના કામો આ વિસ્તારમાં કરવામાં આવ્યા નથી.

છેલ્લા 50 વર્ષમાં વિકાસના કામો થયા નથી

જ્યારે પણ નગરપાલિકાની ચૂંટણીઓ આવે છે ત્યારે આ વિસ્તારમાં આવતા અનેક ઉમેદવારો વિકાસના કામો કરવાના બહાને મત માંગવા માટે આવે છે પરંતુ ચૂંટણી પૂર્ણ થતાંની સાથે જ આ વિસ્તારમાંથી ચૂંટાયેલા ઉમેદવારો ગાયબ થઈ જાય છે આ વિસ્તારમાં છેલ્લાં ૫૦ વર્ષમાં ગટર તેમજ રસ્તાઓ જેવા એક પણ વિકાસના કામો કરવામાં આવ્યા નથી. જેના કારણે આ વિસ્તારના લોકો હાલમાં ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

ડીસા નગરપાલિકા પ્રમુખના મત વિસ્તારમાં જ સ્થાનિક લોકોનો વિરોધ

નગરપાલિકાના ગત ટર્મના પ્રમુખના વિસ્તારમાં લોકોનો વિરોધ

અગાઉ પણ આ વિસ્તારના લોકોએ કાયમી વસવાટ માટે નગરપાલિકાના વિરોધમાં આંદોલન કરવામાં આવ્યું હતું અને નગરપાલિકા દ્વારા માત્ર વચન આપવામાં આવતા આખરે આંદોલન બંધ કરવામાં આવ્યું હતું પરંતુ આ વાતને આજે વર્ષો વીતી ગયા પરંતુ આજદિન સુધી ડીસા નગરપાલિકા દ્વારા એક પણ કામ કરવામાં આવ્યા નથી. આ વિસ્તારમાં અનેક શ્રમજીવી પરિવારોના ઘર આવેલા છે અને તેમના ઘર આગળથી જ મોટી ખુલ્લી ગટર લાઈન પસાર થાય છે. જેના કારણે આ વિસ્તારમાં વસવાટ કરતા લોકો અનેક સમસ્યાનો સામનો છેલ્લા ઘણા વર્ષોથી કરી રહ્યા છે.

સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત મળેલ એવોર્ડ પણ સફાઈના નામે શૂન્ય

પાંચ વર્ષમાં ડીસા નગરપાલિકામાં ભાજપે શાસન કર્યું હતું. જેમાં થોડા સમય અગાઉ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ડીસા નગરપાલિકા અને સ્વચ્છતાનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો પરંતુ એવોર્ડના નામે ધજાગરા ઉડાવતો વોર્ડ નંબર 5. જ્યાં આ વિસ્તારમાં સફાઈના નામે શૂન્ય જોવા મળી રહ્યું છે. ન તો ગંદા પાણીના નિકાલ માટેની કોઇ વ્યવસ્થા કરવામાં આવી છે કે ન તો સાફ સફાઈ કરવામાં આવી છે. જીવન જરૂરિયાતની પ્રાથમિક વ્યવસ્થા પણ જેવી કે, સફાઇ પાણી અને રસ્તાથી આ વિસ્તારમાં વંચિત છે. વોર્ડ નંબર 5 માંથી ડીસા નગરપાલિકાના પ્રમુખ પણ ગત ટર્મમાં ચૂંટાઇ આવ્યા હતા.

કામ નહીં તો વોટ નહીં

આ વિસ્તારના લોકોએ શિલ્પાબેન દેવભાઈ માળીને ખોબલે ખોબલે વોટ આપી નગરપાલિકા પ્રમુખ પદ સુધી મોકલ્યા હતા પરંતુ જાણે આ વિસ્તાર નગરપાલિકામાં આવતો જ ન હોય તેઓ વ્યવહાર પાંચ વર્ષના કંઈ ફેરફાર થયાં નથી. ત્યારે આગામી સમયમાં આવનારી ચૂંટણીમાં આ વિસ્તારના લોકોએ સંપૂર્ણપણે ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.

આગામી સમયમાં કામ નહીં થાય તો મતદાન ન કરવાની સ્થાનિક લોકોની ચીમકી

ડીસા શહેરમાં આવેલા શ્રમજીવી પરિવાર છેલ્લા ઘણા સમયથી વિકાસથી વંચિત છે. જેમાં આ વિસ્તારને નગરપાલિકા દ્વારા પાંચ વર્ષમાં દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં નગરપાલિકા તળાવ બનાવવાનું કહેતા શ્રમજીવી પરિવારોએ વિરોધ નોંધાવ્યો હતો. જેમાં શ્રમજીવી પરિવાર હાઇકોર્ટ સુધી લડત ચલાવી હતી. જેમાં હાઇકોર્ટ દ્વારા આ શ્રમજીવી લોકોને પ્રાથમિક સુવિધા પૂરી પાડવા જણાવ્યું હતું પરંતુ નગરપાલિકા દ્વારા કોઈ પણ વ્યવસ્થા કરવામાં ન આવતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

છેલ્લા 50 વર્ષથી ગંદા ગટરના પાણી વચ્ચે કરી રહ્યા છે વસવાટ

છેલ્લા પચાસ વર્ષથી ગંદા ગટરના પાણીમાં રહે છે આ ગટરના પાણીથી અનેક બીમારીઓએ ઘર કરી દીધા છે પરંતુ આજદિન સુધી કોઇ વ્યવસ્થા કરવામાં આવી નથી. ત્યારે આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જો સ્થાનિક લોકોનું કામ નહીં થાય તો સંપૂર્ણપણે ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ભાજપના શાસન દરમિયાન અનેક વિસ્તારો વિકાસને નામે શૂન્ય

ખાસ કરીને ભાજપ શાસન દરમિયાન આજે પણ એવા અનેક વિસ્તારો છે કે જ્યાં વિકાસના નામે કંઈ કામ કરવામાં આવ્યું નથી જેના કારણે આગામી સમયમાં યોજાનારી નગરપાલિકાની ચૂંટણીનો અનેક વિસ્તારોમાં બહિષ્કાર થતો જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લોકો કેવું મતદાન કરે છે અને તેનું પરિણામ શું આવશે તો ચૂંટણી પરિણામ બાદ જ જાણવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.