- બનાસકાંઠા જિલ્લામાં લાખાણી તાલુકાના સ્થાનિકોએ વિરોધ કર્યો
- ધુણસોલ ગેળા રોડ બિસ્માર થતા સ્થાનિકો ભરાયા રોષે
- તંત્રની આંખ ઉઘાડવા સ્થાનિકોએ રામધૂન બોલાવી કર્યો વિરોધ
- સ્થાનિકોની વારંવાર રજૂઆત છતા કોઈ નિરાકરણ નથી આવ્યું
બનાસકાંઠાઃ જિલ્લામાં અલગ અલગ પ્રકારની મુશ્કેલી જોવા મળી રહી છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દર વર્ષે શહેરી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તારના વિકાસના કામો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે, પરંતુ કોન્ટ્રાક્ટરોની મિલીભગતને કારણે આજે પણ મોટા ભાગના શહેરી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તાર વિકાસથી વંચિત રહી ગયા છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આજે પણ મોટા ભાગના ગામોમાં રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. રસ્તાઓ બનાવવા માટે ઉચ્ચ કક્ષા સુધી અનેકવાર રજૂઆત કરવા છતા પણ એક પણ રસ્તો બનાવવામાં આવ્યો નથી, જેના કારણે છેલ્લા ઘણા વર્ષોથી બનાસકાંઠાના સરહદી વિસ્તારના ગામોમાં આજે પણ સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ સુરતના સોની ફળિયામાં બિસ્માર રોડથી કંટાળી સ્થાનિકો અને દુકાનદારોએ કાળી પટ્ટી બાંધી વિરોધ કર્યો
સૌથી વધારે આ રોડ પર શનિવારે અને મંગળવારે અવરજવર થાય છે
લાખણી તાલુકાના ધુણસોલ ગેળા રોડ પર આખરે કંટાળીને સ્થાનિકો વિરોધ કરવા રસ્તા પર ઉતરી આવ્યા હતા. ધુણસોલથી ગેળા જતો માર્ગ ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે. આ રોડ પરથી રોજના હજારો વાહનો પસાર થાય છે તેમ જ ગેળા ખાતે હનુમાનજીનું મંદિર આવેલું હોવાથી શનિવારે અને મંગળવારે પણ અહીં ખૂબ જ ટ્રાફિક રહેતી હોય છે. આ મામલે સ્થાનિક ગ્રામજનોએ વારંવાર તંત્રને રજૂઆત કરી હોવા છતાં પણ હજી સુધી આ માર્ગ નથી તો રિપેર કરવામાં આવ્યો કે નથી નવો બનાવવા માટેનું કોઈ આયોજન કર્યું, જેથી કંટાળેલા ગ્રામજનો આજે રોડ પર ઉતરી આવ્યા હતા.
આ પણ વાંચોઃ બીયુ પરમિશન ન હોય તો સીલ મારવામાં મનપા ભેદભાવ કરતી હોવાનો વેપારીઓનો આક્ષેપ
સ્થાનિકોએ રસ્તા પર ચક્કાજામ કરી રામધૂન બોલાવી
લાખણી તાલુકાના ધુણસોલ ગામે છેલ્લા ઘણા સમયથી સરકાર દ્વારા રોડના બનાવવામાં આવતા આજે આ ગામના લોકોએ રોડ પર ઉતરી આવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ધુણસોલથી ગેળા જતા માર્ગ પર ચક્કાજામ કરી રામધૂન બોલાવી હતી. તેમ જ સરકારની આંખો ખૂલે અને આ માર્ગને ઝડપથી નવો બનાવવામાં તે પ્રભુને પ્રાર્થના કરી હતી. આ સાથે જો તંત્ર પણ તાત્કાલિક ધોરણે આ મામલે સ્થાનિક વાહનચાલકો અને ગ્રામજનોની ખખડધજ માર્ગની સમસ્યાને હાલ નહીં કરે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.