સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં માત્ર 26 ટકા જ વરસાદ થયો છે. જેના પગલે જિલ્લાના ખેડૂતોની હાલત દયનિય બની છે. એક તરફ ખેડૂતોની સામે પાક સુકાઈ રહ્યો છે તો, બીજી તરફ ખેડૂત જગત પર નિરાશાના વાદળ ઘેરાયા છે. જેના પગલે ખેડૂતો અને લોકો હવે વરુણ દેવને મનાવવા યજ્ઞો તેમજ ભગવાને સહારે બેઠા છે.
વર્ષ 2017માં 31 જુલાઈના રોજ સવાર સુધીમાં 100 ટકા વરસાદ પડી ચુક્યો હતો. પરંતુ, આ વર્ષે માત્ર 26 ટકા વરસાદ થયો છે. જિલ્લામાં વર્ષ 1989 થી 2018નો સરેરાશ 844 એમ.એમ વરસાદ નોંધાયો છે. ત્યારે તેની સામે 31 જુલાઈ’2019ના સવાર સુધીમાં 221 એમ.એમ વરસાદ નોંધાઇ ચુક્યો છે.
સાબરકાંઠા જિલ્લામાં ક્યા કેટલો વરસાદ
- હિંમતગર તાલુકામાં 303 એમ.એમ.,
- ઈડર તાલુકામાં 187 એમ.એમ.,
- ખેડબ્રહ્મા તાલુકામાં 156 એમ.એમ.,
- પોશીના તાલુકામાં 302 એમ.એમ.,
- પ્રાંતિજ તાલુકામાં 267 એમ.એમ.,
- તલોદ તાલુકામાં 190 એમ.એમ.,
- વડાલી તાલુકામાં 143 એમ.એમ.
- વિજયનગર તાલુકામાં 218 એમ.એમ.