ETV Bharat / state

દાંતીવાડા તાલુકાના ડાભીપુરા ગામે મહિલા પર દીપડાએ હિંસક હુમલો કર્યો - દીપડાનો હુમલો

દાંતીવાડા: બનાસકાંઠામાં દાંતીવાડા તાલુકાના ડાભીપુરા ગામ પાસે ખેતરમાં ઘાસ લેવા ગયેલી મહિલા પર દીપડાએ હુમલો કરતા મહિલાને ગંભીર ઇજા પહોંચી હતી. મહીલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઇ હતી. આ બનાવની જાણ થતા જ પોલીસ અને વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હિંસક દિપડાની શોધખોળ હાથ ધરી હતી.

દીપડાએ મહિલા પર હુમલો કર્યો
author img

By

Published : Aug 2, 2019, 4:45 AM IST

બનાસકાંઠા જિલ્લામાં જેસોર અભ્યારણ આવેલું છે જ્યાં દીપડા અને રીંછ જેવા હિંસક પ્રાણીઓ વસવાટ કરે છે, પરંતુ ક્યારેક પાણીની શોધમાં અથવા તો રસ્તો ભૂલી જવાના કારણે આ હિંસક પ્રાણીઓ અભ્યારણ પાસેના ગ્રામીણ વિસ્તારોમાં આવી ચડે છે. દાંતીવાડા તાલુકાના ડાભીપુરા ગામમાં અસ્મિતા ઠાકોર નામની મહિલા ખેતરમાં ઘાસ લેવા જઈ રહી હતી. તે દરમિયાન અચાનક દીપડાએ હુમલો કર્યો હતો.જો કે હુમલાથી ડરી ગયેલી મહિલાએ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો તાત્કાલિક દોડી આવતા દીપડો ત્યાંથી નાસી ગયો હતો .જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે ડીસાની ભણસાલી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ બનાવની જાણ થતાં જ પોલીસ અને વન વિભાગની ટીમ પણ ડાભીપુરા ગામે આવી પહોંચી હતી અને હિંસક દિપડાની શોધખોળ હાથ ધરી હતી.મોડે સુધી દીપડોનો કોઇ જાણ ન લાગતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયેલો હતો.

Intro:લોકેશન... દાંતીવાડા.બનાસકાંઠા
રિપોર્ટર... રોહિત ઠાકોર
તા.30 07 2019

સ્લગ...દાંતીવાડા તાલુકાના ડાભીપુરા ગામે મહિલા પર દીપડા નો હિંસક હુમલો...

એન્કર...બનાસકાંઠામાં દાંતીવાડા તાલુકાના ડાભિપુરા ગામ પાસે ખેતરમાં ઘાસ લેવા ગયેલી મહિલા પર દીપડાએ હુમલો કરતા મહિલાને ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર માટે ખસેડાઇ છે. આ બનાવની જાણ થતાં જ પોલીસ અને વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હિંસક દિપડાની શોધખોળ હાથ ધરી છે....

Body:વિઓ...બનાસકાંઠા જિલ્લામાં જેસોર અભ્યારણ આવેલું છે જ્યાં દીપડા અને રીંછ જેવા હિંસક પ્રાણીઓ વસવાટ કરે છે પરંતુ ક્યારેક પાણીની શોધમાં અથવા તો રસ્તો ભૂલી જવાના કારણે આ હિંસક પ્રાણીઓ અભ્યારણ પાસેના ગ્રામીણ વિસ્તારોમાં આવી ચડે છે તે દરમિયાન આજે દાંતીવાડા તાલુકાના ડાભિપુરા ગામમાં અસ્મિતા ઠાકોર નામની મહિલા ખેતરમાં ઘાસ લેવા જઈ રહી હતી. તે દરમિયાન અચાનક દીપડાએ હુમલો કર્યો હતો.જો કે હુમલાથી ડરી ગયેલી મહિલાએ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો તાત્કાલિક દોડી આવતા દીપડો ત્યાંથી નાસી ગયો હતો .જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે ડીસા ની ભણસાલી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી આ બનાવની જાણ થતાં જ પોલીસ અને વન વિભાગની ટીમ પણ ડાભિપુરા ગામે આવી પહોંચી હતી અને હિંસક દિપડાની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ મોડે સુધી દીપડો ના પકડાતા ગ્રામજનોમાં ભય નો માહોલ છવાયેલો છે.......

બાઈટ... અસ્મિતા ઠાકોર
( દીપડાના હુમલા માં ઇજાગ્રસ્ત )

Conclusion:રિપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા

નોંધ... વિસુઅલ અને બાઈટ FTP કરેલ છે...
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.