ETV Bharat / state

બનાસકાંઠા ભાભર APMCમાં ફરીવાર વિકાસ પેનલે બાજી મારી - Laljibhai Patel

બનાસકાંઠા ભાભર APMC મા ફરીવાર વિકાસ પેનલે બાજી મારી છે. જેમાં આજે મતગણતરી પૂર્ણ થતાંની સાથે જ ભાભર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં વર્તમાન ચેરમેન લાલજીભાઈ પટેલની વિકાસ પેનલની જીત થઈ છે. જ્યારે પરિવર્તન પેનલની કારમી હાર થઈ છે.

Bhabhar APMC
બનાસકાંઠા
author img

By

Published : Dec 4, 2020, 3:43 PM IST

  • માર્કેટયાર્ડની ચૂંટણીમાં વિકાસ પેનલનો વિજય
  • લાલજીભાઈ પટેલ સત્તત 2011 થી 2020 સુધી રહ્યા છે ચેરમેન
  • ખેડૂતો સાથે રાખી કામને વેગ આપવાનો માર્કેટ યાર્ડના ચેરમેનનો નિર્ણય

બનાસકાંઠા : જિલ્લાના ભાભર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની 16 બેઠકમાંથી 6 બેઠકો બિનહરીફ થયા બાદ ગઈકાલે 10 ખેડૂત વિભાગની 10 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જેની આજે ચૂંટણી અધિકારીની આગેવાનીમાં મતગણતરી શરૂ થઈ હતી. વિકાસ પેનલના વર્તમાન ચેરમેન લાલજીભાઈ પટેલની પેનલની જીત થઇ છે. જેમાં આજે ખેડૂત વિભાગની 10 બેઠકો માટે મતગણતરી શરૂ થઈ હતી. જેમાં તમામે તમામ બેઠક પર વિકાસ પેનલના ઉમેદવાર વિજેતા બન્યા હતા. વિકાસ પેનલની જીત થતા મતદારોમાં આનંદ છવાયો હતો. આ ચૂંટણીમાં ફરી એકવાર વિકાસ પેનલે બાજી મારી છે.

બનાસકાંઠા ભાભર APMCમાં ફરીવાર વિકાસ પેનલે બાજી મારી

લાલજીભાઈ પટેલે તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો

લાલજીભાઈ પટેલ સત્તત 2011 થી 2020 ચેરમેન રહ્યા છે અને આજે ફરી તેમની વિકાસ પેનલની જીત થતાં વર્તમાન ચેરમેન લાલજીભાઈ પટેલના સમર્થકોમાં ખુશીનો માહોલ છવાયો હતો. લાલજીભાઈ પટેલે મતદારો તેમજ સાથ સહકાર આપનાર તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ખેડૂતોનો વિકાસ થાય ખેડૂતોને યોગ્ય સુવિધા મળી રહે તેમજ દરેક સભ્યોને સાથે લઇને ચાલવાની વાત કરી હતી.

APMC

વિકાસ પેનલની જીત થતા મતદારોમાં આનંદ છવાયોભાભર માર્કેટયાર્ડ ચૂંટણીને લઈને છેલ્લાં ઘણા સમયથી લોકોમાં ચર્ચાએ જોર પકડયું હતું. પરંતુ આ તમામ ચર્ચાઓનો આજે ચૂંટણીના પરિણામ આવ્યા બાદ અંત આવ્યો હતો અને ફરી એકવાર વિકાસ પેનલના ઉમેદવાર લાલજીભાઈની જીત થઇ હતી. ભાભર માર્કેટયાર્ડમાં ફરી એકવાર લાલજીભાઈ પટેલની જીત તથા ખેડૂતોને માર્કેટયાર્ડના વેપારીઓમાં ખુશી જોવા મળી હતી. જેમાં તમામ લોકોએ લાલજીભાઈ પટેલને પુષ્પ હાર પહેરાવી ફરીથી ભાભરના ખેડૂતોના વિકાસમાં વેગ અપાવે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.