લાખણી તાલુકાના કુડા ગામે હત્યાકાંડ થયો હતો જેમાં ચાર લોકોની નિર્મમ હત્યા થઈ હતી અને ઘરના મોભી એવા કરશન પટેલે પણ આત્મહત્યા કરી હતી. વ્યાજખોરોના ત્રાસથી આ હત્યાકાંડ થયો હોવાનું તપાસમાં ખુલ્યું છે. પોલીસે ફોરેન્સિક અને સંયોગિક પુરાવાના આધારે ઘરના મોભી એવા કરશન પટેલે જ પરિવારની હત્યાને અંજામ આપ્યો હોવાનુ તપાસમાં આવ્યું છે. કુડા ગામે હત્યાકાંડમાં પાંચ વ્યક્તિઓના મોત થયા. જેમાં વ્યાજખોરી જવાબદાર છે.
આરોપી કરશનને 21 લાખ રૂપિયા આપવાના બાકી હતી. જેમાં 9 વ્યાજખોરોના નામ દિવાલ પર લખ્યા હતા. પોલીસે દુષ્પ્રેરણ કરવા બદલ કલમ 306 હેઠળ 2 વ્યાજખોરોની અટકાયત કરી છે. તો અન્ય વ્યાજખોરોની વિરૂદ્ધ કોઇ પુરાવા મળ્યા નથી. તેથી આગળની તપાસ કર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આમ, કુડા ગામમાં થયેલાં આ હત્યાકાંડમાં આરોપી કરશનભાઇને પુરાવાને આધારે ગુનેગાર જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે ચૌધરી અને રાજપૂત સમાજમાં તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો હવે જોવાનું રસપ્રદ રહેશે કે, આ હત્યાકાંડની તપાસ કાર્યવાહીમાં સામાજીક વિરોધ શું ભાગ ભજવશે...