ETV Bharat / state

વિદેશમાં પણ પ્રકાશ રેલાવે છે ગુજરાતના મુસ્લિમ પરિવાર દ્વારા બનાવાયેલા કોડિયા

બનાસકાંઠા જીલ્લામાં કોમી એકતાની મિસાલ એક મુસ્લિમ પરિવાર દ્વારા દિવાળીના તહેવાર પર દિવડા (Kodia made by a Muslim family) બનાવવામાં આવે છે અને આ દિવડા દેશ વિદેશમાં વસતા હિન્દુઓ ખરીદે છે અને દિવાળીના તહેવાર પર આ દિવડા પ્રગટાવીને પ્રકાશ ફેલાવી રહ્યા છે.

વિદેશમાં પણ પ્રકાશ રેલાવે છે ગુજરાતના મુસ્લિમ પરિવાર દ્વારા બનાવાયેલા કોડિયા
વિદેશમાં પણ પ્રકાશ રેલાવે છે ગુજરાતના મુસ્લિમ પરિવાર દ્વારા બનાવાયેલા કોડિયા
author img

By

Published : Oct 29, 2021, 4:28 PM IST

  • બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જેરડા ગામના મુસ્લિમ પરિવારના કોડિયા
  • છેલ્લા ઘણા વર્ષોથી દિવાળીના પર્વમાં માટીના દિવડા બનાવે છે મુસ્લિમ પરિવાર
  • ભારતમાં જ નહીં પરંતુ બહારના દેશોમાં પણ પ્રગટાવે છે ઝેરડા ગામના દીવડા
  • હિન્દુ ધર્મના દિવાળી પર્વ નિમિત્તે દીવડા બનાવે છે મુસ્લિમ પરિવાર

ડીસા : હિંદુ ધર્મનો સૌથી પ્રિય તહેવાર દિવાળી પર્વ નિમિત્તે દરેક લોકોનું ઘર રોશનીથી ઝગમગી ઉઠે તે માટે લોકો પોતાના ઘર આંગણે દીવડા પ્રગટાવે છે. આ તહેવારની ઉજવણી હિન્દુ ધર્મના લોકો રંગેચંગે કરતા હોય છે ત્યારે બનાસકાંઠા જીલ્લામાં આવેલા ડીસા તાલુકાના ઝેરડા ગામમાં રહેતો મોહમ્મદભાઈ સુમરાનો પરિવાર મુસ્લિમ પરિવાર હોવા છતાં આ પરિવારના સભ્યોનો પરંપરાગત વ્યવસાય માટીમાંથી દીવડા (Kodia made by a Muslim family) બનાવવાનો છે.

વિદેશમાં પણ પ્રકાશ રેલાવે છે ગુજરાતના મુસ્લિમ પરિવાર દ્વારા બનાવાયેલા કોડિયા

સમય જતાં આ પરિવાર પણ આધુનિકતાના રંગે રંગાયો

વર્ષો પહેલા પરંપરાગત રીતે આ પરિવાર માટીમાંથી દિવડા બનાવતો હતો. પરંતુ સમય જતાં આ પરિવાર પણ આધુનિકતાના રંગે રંગાયો અને બેન્કમાથી લોન લઈને સાધન સામગ્રી વસાવીને કોડિયા બનાવવાનો નાનો વેપાર શરૂ કર્યો. છેલ્લા બે વર્ષથી કોરોનાવાયરસની મહામારીમાં મુસ્લિમ પરિવાર (Muslim family from Gujarat)ને કોડિયાના વ્યવસાયમાં મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. પરંતુ આ વર્ષે સરકાર દ્વારા કોરોનાવાયરસની મહામારીમાં છૂટછાટ આપવામાં આવતા દિવાળીના પર્વ નિમિત્તે મુસ્લિમ પરિવાર કોડિયામાં સારો વ્યવસાય કરી રહ્યો છે.

ગુજરાતના મુસ્લિમ પરિવાર દ્વારા બનાવાયેલા કોડિયા

વિદેશમાં પણ પ્રકાશ રેલાવે છે જેરડા ગામના કોડિયા

ડીસા તાલુકાના ઝેરડા ગામે વર્ષોથી માટીના કોડીયા બનાવતા મુસ્લિમ પરિવાર દ્વારા દર વર્ષે દિવાળીના પર્વ નિમિત્તે મોટા પ્રમાણમાં કોડિયા બનાવી બજારમાં આપવામાં આવે છે વર્ષોથી માટીના કોડીયાના વ્યવસાય સાથે સંકળાયેલા આ મુસ્લિમ પરિવાર દ્વારા જોત જોતામાં તૈયાર કરવામાં આવેલા કોડિયા ગુજરાત સહિત દેશભરમાં પ્રખ્યાત થવા લાગ્યા. મોટા શહેરોના વેપારીઓ આ મુસ્લિમ પરિવાર પાસેથી કોડિયા ખરીદીને તેને પેઈન્ટ કરીને વિદેશ મોકલી રહ્યા છે. એટ્લે બનાસકાંઠા જિલ્લાના નાનકડા ગામમાં એક મુસ્લિમ પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવતા આ માટીના કોડિયા દિવાળી દરમ્યાન સમગ્ર વિશ્વમાં જગમગી ઊઠે છે.

મુસ્લિમ પરિવાર દ્વારા બનાવેલા કોડિયા
મુસ્લિમ પરિવાર દ્વારા બનાવેલા કોડિયા

ચાઈનીઝ લાઈટોના કારણે નુકશાન

પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ચાઈનીઝ લાઇટો અને કોરોનાના કારણે દિવસે દિવસે આ પરંપરાગત કોડિયાની માંગ ઘટી રહી છે. પચાસથી વધુ લોકોને રોજગાર આપી રહેલો આ કોડિયાનો વેપાર અત્યારે નાનો છે. પરંતુ સરકાર જે રીતે સ્વદેશી વેપારને વેગ આપવા માટે સ્ટાર્ટ અપ ઈન્ડિયા (Start up India) શરૂ કર્યું છે તે અંતર્ગત આ વેપારને પણ સહયોગ આપવામાં આવે તો એકવાર ફરી આ કોડિયા બનાવવાનો નાનો વેપાર અસંખ્ય લોકોને રોજગારી આપી શકે છે અને દેશના અર્થતંત્રને પણ વેગ આપી શકે છે.

વિદેશની વસ્તુઓ છોડી દેશની વસ્તુઓની ખરીદી કરવા માંગ

એક વાત તો નક્કી છે કે આટલી બેનમૂન કળા અને ઇકોફ્રેંડલી કોડિયા પહેલી નજરમાં જ ગમી જાય તેવા છે. પરંતુ પ્રશ્ચિમી સંસ્કૃતિના રવાડે ચઢેલી આજની પેઢી હાથ બનાવટની વસ્તુઓને ખૂબ જ ઓછી પસંદ કરી રહી છે અને તેના લીધે માટીના આ કોડિયાના વેચાણ પર પણ અસર જોવા મળી રહી છે. ત્યારે ડીસામાં માટીના વાસણો અને રમકડાં બનાવનારા પણ લોકોને વિદેશી ચીજવસ્તુઓનો મોહ છોડીને દેશી વસ્તુ અપનાવવા અપીલ કરી રહ્યો છે આ મુસ્લિમ પરિવાર..

આ પણ વાંચો: Independence Day: બનાસકાંઠા જિલ્લામાં બોર્ડર પર સુરક્ષા વધારાઈ, BSF જવાનો 24 કલાક તૈનાત

અનેક લોકોને રોજગારી મળી રહે છે

દિવાળીના તહેવાર પર જ્યારે હિન્દુઓ આ મુસ્લિમ પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવેલા દિવડા તેમના ઘરોમાં પ્રગટાવે છે ત્યારે આ દિવડા બનાવનાર આ મુસ્લિમ પરિવાર ખુશ થતો હોય છે. અને આજ બિનસાંપ્રદાયક ભારતની નિશાની છે. બીજી તરફ આ વ્યવસાયમાં આજુબાજુના ગામોમાંથી અનેક પરીવારો દીવડા બનાવવામાં મુસ્લિમ પરિવારને મદદરૂપ બને છે જેના કારણે છ મહિના સુધી અહીં મજૂરી કરતા શ્રમિકને સારો એવો વ્યવસાય પણ મળી રહે છે.
આ પણ વાંચો: બનાસકાંઠા જિલ્લાના વધુમાં વધુ યુવાનોને રોજગાર અનુબંધ કાર્યક્રમમાં જોડવા જિલ્લા કલેકટરે યોજી બેઠક

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.