- બનાસકાંઠા જિલ્લામાં હત્યાના (Murder) બનાવોમાં વધારો
- થરાદમાં બે પેહલા ગુમ થયેલા યુવકની તેના જ સગા 2 સાળાઓએ હત્યા કરી હોવાનું બહાર આવ્યું
- બે સાળાઓએ બનેવીને છરીના ઘા મારી હત્યા કરી મૃતદેહ ઝાડીમાં ફેંકી દીધો હતો
- થરાદ પોલીસે તપાસ દરમ્યાન 2 આરોપીની કરી અટકાયત
બનાસકાંઠાઃ જિલ્લામાં પૈસાની લેતીદેતી અને પ્રેમ પ્રકરણમાં સૌથી વધુ હત્યાના બનાવ બહાર આવી રહ્યા છે. ત્યારે જિલ્લામાં બેણપ ગામનો એક યુવક 2 મહિના પહેલા ગુમ થયો હતો. જોકે, યુવકના 2 સાળાઓએ જ તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. થરાદ પોલીસે સમગ્ર કેસ ઉકેલ્યો હતો.
આ પણ વાંચો- DOUBLE MURDER CASE: પુત્રએ માતા અને કાકાની હત્યા કરી બે દિવસ મૃતદેહ સાથે વિતાવ્યો સમય
2 મહિના અગાઉ બેણપ ગામનો યુવાન ગુમ થયો હતો
આ અંગે મળતી માહિતી અનુસાર, સુઈગામ તાલુકાના બેણપ ગામમાં દિનેશ હમીરભાઈ ઠાકોર (ઉં.વ. 25) યુવક ઘરેથી ભાભર જવાનું કહી નીકળ્યા બાદ ગુમ થયો હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશને નોંધાઈ હતી. થરાદ પોલીસે તપાસ કરતા મૃતકના સગા બે શાળાઓએ જ બનેવીની હત્યા કરી મૃતદેહને ઝાડીમાં ફેકી દીધો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ સમગ્ર મામલે જો તેના પરિવારજનોની ફરિયાદના આધારે તપાસનો દોર શરૂ કર્યો હતો. તે દરમિયાન પોલીસે આ યુવકની કોલ ડિટેલ અને અન્ય પૂરાવા શોધખોળ હાથ ધરી હતી, જેમાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલતા આ સમગ્ર મામલે યુવકની હત્યા થઈ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે અલગ-અલગ ટીમ બનાવી યુવકની હત્યાનો ભેદ ઉકેલવા માટે તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચો- અમદાવાદ ડબલ મર્ડર કેસ, પુત્રએ માતા અને કાકાની હત્યા કરી આત્મહત્યાનો કર્યો પ્રયાસ
સાળાઓએ બનેવીની હત્યા કરી
બેણપ ગામમાં રહેતા દિનેશ ઠાકોર અને તેમની બહેનના લગ્ન સાટા પદ્ધતિથી હોવા ઠાકોર અને તેની બહેન સાથે થયા હતા. તે દરમ્યાન 4 વર્ષ અગાઉ શિવા ઠાકોરના મોટાભાઈ ખેંગાર ઠાકોર હત્યા થઈ હતી. આ હત્યા શિવા ઠાકોરના બનેવી દિનેશ ઠાકોર અને તેના પરિવારજનોએ કરી હોવાની શંકા હતી. તે દરમિયાન બનેવી દિનેશ ઠાકોર 2 મહિના અગાઉ તેમના સાળાઓને મળવા બેણપ તેમના ખેતરે આવ્યો હતો. તે જ સમયે એકલતા જોઈ બંને સાળા શિવા ઠાકોર અને હીરા ઠાકોરે બનેવી દિનેશ ઠાકોરને છરી આડેધડ ઘા મારી હત્યા કરી નાખી હતી અને બાદમાં મૃતદેહ અને ગુનામાં વપરાયેલી છરીને બાવળની ઝાડીમાં ફેંકી બંને ભાગી ગયા હતા.
પોલીસે વધુ તપાસ હાથ ધરી
યુવકની હત્યા બાદ પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી અને તપાસ દરમિયાન દિનેશ ઠાકોરના સાળાઓએ તેમની હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. આ સમગ્ર હત્યા બાબતે તપાસ દરમિયાન પોલીસે 2 આરોપીની અટકાયત કરી હતી. થરાદ પોલીસે (Tharad Police) મૃતકના અસ્થિને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા અને એફએસએલ (FSL)ની મદદથી વધુ તપાસ હાથ ધરી છે. તેમ જ બંને હત્યારાઓની અટકાયત કરી છે. આ અંગે થરાદ ASP પૂજા યાદવે જણાવ્યું હતું કે, 2 મહિના અગાઉ ગમ થયેલા યુવકની હત્યા કરવામાં આવી હતી, જેમાં બંને હત્યારાઓની અટકાયત કરી વધુ તપાસ ચાલુ છે.