- બનાસકાંઠામાં હાથ ધરવામાં આવ્યું ડોર-ટુ-ડોર સર્વેલન્સ
- સર્વેલન્સમાં મ્યુકોરમાઈકોસિસના 10 કેસો નોંધાયા
- 6828 ઘરોમાં કરવામાં આવ્યો હતો સર્વે
બનાસકાંઠા: કોવિડ-19 (Covid-19) વાયરસનું સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું છે પરંતુ મ્યુકોરમાઈકોસિસ (Mucormycosis) રોગના કેસો સામે આવતા બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના વહીવટી તંત્ર સજાગ થઇ યુધ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે. જેમાં કલેકટર આનંદ પટેલેના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય વિભાગે બનાસકાંઠા જિલ્લામાં તમામ 14 તાલુકાઓમાં સઘન સર્વેલન્સ હાથ ધરતા 10 કેસો સામે આવ્યા છે.
ડોર-ટુ-ડોર સર્વેલન્સ
બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં સંક્રમિત થયેલા દર્દીઓનું ડોર ટુ ડોર સઘન સર્વેલન્સ હાથ ધરી મ્યુકોરમાઈકોસિસ શંકાસ્પદ દર્દીઓ શોધી તેમની સમયસર યોગ્ય સારવાર કરવામાં આવી રહી છે. જેમાં ખુબ સારી સફળતા મળી છે. કોરોના વાયરસની બીજી લહેરમાં કોવિડ પોઝિટિવના જિલ્લામાં કુલ 8700 કેસ સામે આવ્યા હતા.
આ પણ વાંચો : મ્યુકોરમાઈકોસિસ: જો સુરતના વેપારીએ 48 કલાક મોડું કર્યું હોત તો એક આંખ ગુમાવવાનો વારો આવતો
6828 ઘરોમાં સર્વે
જિલ્લા આરોગ્ય વિભાગની ટીમોએ કુલ 6828 દર્દીઓની હોમ ટુ હોમ મુલાકાત લીધી હતી. આ સઘન સર્વેલન્સમાં ડીસામાં-4, દિયોદર, ધાનેરા, કાંકરેજ, દાંતીવાડા, ભાભર અને સૂઇગામમાં એક-એક આમ કુલ 10 મ્યુકોરમાઇકોસિસ શંકાસ્પદ દર્દીઓ મળી આવ્યાં હતા. મ્યુકોરમાકોસિસ રોગના દર્દીઓને તાત્કાલિત ઉત્તમ સારવાર મળી રહે તે માટે આરોગ્ય વિભાગની ટીમો દ્વારા તેમને હોસ્પીટલમાં રીફર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : વલસાડ સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસ રોગના દર્દીઓ માટે 40 બેડનો વોર્ડ શરૂ કરાયો