ETV Bharat / state

એશિયાની નંબર વન ડેરી બનાસડેરીમાં દૂધની આવકમાં વધારો - બનાસડેરીમાં દૂધની આવક

બનાસકાંઠા જિલ્લામાં આવેલી એશિયાની નંબર વન ડેરી બનાસડેરીમાં એક દિવસ દરમિયાન 82 લાખ લીટર દૂધની આવક થઈ હતી. જેથી બનાસ ડેરીના સત્તાધીશો માટે એક પડકારરૂપ સાબિત થઇ રહ્યું છે. આ પડકારને પહોંચી વળવા હાલ બનાસડેરી દ્વારા વિવિધ રાજ્યોમાં દૂધ પહોંચાડવામાં આવી રહ્યું છે.

એશિયાની નંબર વન ડેરી બનાસડેરીમાં દૂધની આવકમાં વધારો

author img

By

Published : Jan 5, 2021, 8:17 PM IST

Updated : Jan 5, 2021, 8:46 PM IST

  • બનાસડેરીમાં દૂધની આવકમાં વધારો
  • એક જ દિવસમાં 82 લાખ લીટર દૂધની થઈ આવક
  • અન્ય રાજ્યોમાં દૂધનું સપ્લાય ચાલુ કરાયું

બનાસકાંઠાઃ જિલ્લો એ ખેતી સાથે પશુપાલન સાથે પણ જોડાયેલો જિલ્લો છે. ખાસ કરીને જિલ્લામાં પહેલા સૌથી વધુ ખેડૂતો ખેતી કરતા હતા, પરંતુ વારંવાર ખેતીમાં થતાં નુકસાનના કારણે હાલમાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ખેતી કરતા વધુ પશુપાલન તરફ વળ્યા છે. બીજી તરફ એશિયાની નંબર વન ડેરી બનાસડેરી પણ જિલ્લામાં આવેલી હોવાના કારણે જિલ્લાના પશુપાલકોને દૂધમાં સારા ભાવ મળી રહ્યા છે. આમ જિલ્લામાં પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલાઓને મોટી આવક થઈ રહી છે. સમગ્ર ભારતમાં સૌથી વધુ પશુમાંથી દૂધ ભરાતા બનાસકાંઠા જિલ્લાની 10 જેટલી મહિલાઓને કેન્દ્ર સરકાર દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લો છેલ્લા બે-ત્રણ વર્ષથી પશુપાલન ક્ષેત્રે આગળ વધી રહ્યો છે.

બનાસડેરી
બનાસડેરી

બનાસડેસરીમાં એક જ દિવસમાં વિક્રમ જનક દૂધની આવક

જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમી બનાસડેરીમાં એક જ દિવસમાં વિક્રમ જનક 82 લાખ લિટર દૂધની આવક થઇ છે. ૫૫ લાખ લિટર દૂધની પ્રોસેસિંગ ક્ષમતા ધરાવતી બનાસડેરીમાં દૂધનો અવેર અને વેચાણ કરવાની પડકાર જનક સ્થિતિ સર્જાય છે. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન સાથે સંયોજિત રાજ્યની તમામ ડેરીઓનું દૂધ સંપાદન દૈનિક 2.25 કરોડ લીટર છે. જેમાં માત્ર બનાસ ડેરીનું દૂધ સંપાદન 82 લાખ લીટર થયું છે, ત્યારે બનાસડેરી પણ તેના દૂધ ઉત્પાદકો માટે મિલ્ક હોલીડે ન રાખવો પડે તે માટે તે પ્રમાણે પડકાર જનક સ્થિતિમાં દૂધનો અવેર કરી રહી છે. બનાસડેરીમાં 1000 ટેન્કરો મારફતે દૂધનું વહન થઈ રહ્યુ છે અને દૂધની આવક વધતા વધારે દૂધ રાધનપુર તેમજ ખીમાણા દૂધ શીત કેન્દ્ર પર કાર્યરત કરીને દૂધના જથ્થાને મેળવીને બહારની ડેરીઓને પણ દૂધનો પુરવઠો મોકલવામાં આવી રહ્યો છે.

બનાસડેરી
બનાસડેરી

અન્ય રાજ્યોમાં દૂધનું સપ્લાય ચાલુ

બનાસડેરીમાં એક જ દિવસમાં દૂધની આવકમાં વધારો થવાના કારણે હાલ આ તમામ દૂધ મધર ડેરીમાં દૈનિક 14 લાખ લિટર દૂધનો જથ્થો મોકલવામાં આવી રહ્યો છે. એ જ રીતે રાજસ્થાન ઉત્તર પ્રદેશ અને હરિયાણા ખાતે પણ દૂધ મોકલી આપવામાં આવી રહ્યું છે. આ સિવાય વધારાના દૂધનો પાવડર બનાવી તેનો સંગ્રહ અને નિકાસ કરાઇ રહ્યો છે. બનાસડેરીની સમગ્ર ટીમના સૂડઢ અને સમયસર ના આયોજનને પરિણામે આજે આટલા મોટા દૂધના જથ્થાનો પડકાર જનક સ્થિતિમાં અવેર થઈ રહ્યો છે, પરંતુ જે પ્રમાણે દૂધની આવક વધી રહી છે, તે જોતા મિલ્ક હોલીડે રાખવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જોકે, સણાદર ખાતે નવો ડેરી પ્લાન્ટ આગામી એક દોઢ વર્ષમાં કાર્યરત થશે, ત્યારે દૂધની સમસ્યાનો કાયમી ઉકેલ મળશે તેમ ડેરીના સંચાલકનું માનવું છે.

બનાસડેરી
બનાસડેરી

કોરોના મહામારીના કારણે અનેક લોકો પશુપાલન તરફ વળ્યા

એશિયાની નંબર વન ડેરી બનાસડેરીમાં દૂધની આવકમાં વધારો
એશિયાની નંબર વન ડેરી બનાસડેરીમાં દૂધની આવકમાં વધારો

જિલ્લામાં એક જ દિવસમાં બનાસ ડેરી ખાતે 82 લાખ લિટર દૂધની આવક નોંધાઇ છે. જેની પાછળનું કારણ એ છે કે, કોરોના વાઈરસની મહામારી ના કારણે બહારના રાજ્યોમાં સ્થાયી થયેલા પશુપાલકો પોતાના વતન પરત ફર્યા હતા અને હાલમાં બહારથી આવીને જિલ્લામાં પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો છે, બીજી તરફ કોરોના વાઈરસની મહામારી બાદ ખેડૂતોને કુદરતી આફતોના કારણે વારંવાર નુકસાન વેઠવાનો વારો આવતો હતો, જેના કારણે હાલ મોટાભાગના ખેડૂતોએ ખેતી છોડી અને પશુપાલન તરફ વળ્યા છે જેથી બનાસડેરીમાં દૂધની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે.

Last Updated : Jan 5, 2021, 8:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.