- અયોધ્યામાં વર્ષો જૂના મંદિર નિર્માણનો પ્રશ્ન હલ
- મંદિર ના ભવ્ય બાંધકામ માટે એકત્ર કરાશે આર્થિક ભંડોળ
- જિલ્લા મથક પાલનપુર ખાતે શરૂ કરાયું રામ મંદિર નિર્માણ નિધિ સંપર્ક સંકલ્પ અભિયાન
બનાસકાંઠા : ભગવાન રામની કૃપાથી હિન્દુ સમાજના 492 વર્ષના સંધર્ષ બાદ રામજન્મભૂમિ અયોધ્યા ખાતે ભગવાન રામનું ભવ્ય મંદિર આકાર લઈ રહ્યું છે. હિન્દુ ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્રીય સ્વાભિમાનના પ્રતિક સમાન આ મંદિર છે. 2019માં પૂરાવાઓના આધારે સુપ્રીમ કોર્ટે મંદિર બનાવવા માટે અંતિમ નિર્ણય કર્યો અને સરકારને આદેશ આપ્યા કે, તે મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ બનાવે, સંતોનાં નેતૃત્વમાં ટ્રસ્ટનું નિર્માણ થયું અને મંદિર નિર્માણનું કાર્ય ઝડપથી પ્રાંરભ થયું.
15 જાન્યુઆરીથી 20 ફેબ્રુઆરી સંત શિરોમણી રવિદાસ જયંતિ અને મહા મહિનાની પૂનમ સુધી ચાલનારા અભિયાન વિશ્વનું સૌથી મોટું જન સંપર્ક અભિયાન હશે. ગામ-ગામ અને જન-જન સુધી જઈને દરેક વ્યક્તિને રામ સાથે જોડીશું અને દરેક ગામ, શહેર, તેમજ ગલી અને મહોલ્લાઓમાં જઈને દરેક હિન્દુનો સહયોગ રામમંદિર નિર્માણ માટે દાન લેવામાં આવશે. ગુજરાત પ્રાંત દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે, 18,556 ગામોમાંથી પ્રત્યેક ગામમાં શત-પ્રતિશત સંપર્ક અને દરેક હિન્દુથી સમર્પણ કરાવવા માટેનો પ્રયત્ન કરાશે. ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવામાં આવી છે, સંતોના માર્ગદર્શન મંડળમાં તમામ સંપ્રદાયોના સંતો અને આચાર્યનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે આપણા જિલ્લામાં પણ રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સંગ્રહ માટે એક વિશેષ સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં જિલ્લાભરના 1250 ગામોના હિન્દુ પરિવારોનો સંપર્ક કરી, આ અભિયાનમાં જોડી સહયોગ પ્રાપ્ત કરવામાં આવશે.