બનાસકાંઠાઃ જિલ્લો આમ તો વર્ષોથી અતિ પછાત જીલ્લો માનવામાં આવે છે. જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં વર્ષોથી મહિલાઓ અને દીકરીઓ માટે અનેક પરંપરાગત રીતિ રિવાજ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને જ્યાં પુરુષો ધંધા રોજગાર સાથે સંકળાયેલા છે, ત્યાં બનાસકાંઠા જિલ્લામાં મહિલાઓ અને દીકરીઓને ધંધા રોજગાર સાથે ન રહેવા માટે અનેક સમાજમાં રીતરિવાજ જોવા મળતા હતા, પરંતુ સમય બદલાતા આજે બનાસકાંઠા જિલ્લામાં અનેક મહિલાઓ આત્મનિર્ભર બની છે.
બહારના રાજ્યોમાં પણ માગઃ પોતાનામાં રહેલ સુસુપ્ત શક્તિઓના આધારે બનાસકાંઠાની મહિલાઓ અવનવી વસ્તુઓ બનાવી બજારમાં વેચાણ કરી રહી છે. આજે પણ બનાસકાંઠા જિલ્લાની મહિલાઓ ભરતકામ અને અન્ય ચીજ વસ્તુઓ બનાવે છે. તેની માંગ જિલ્લામાં જ નહીં પરંતુ બહારના રાજ્યોમાં પણ જોવા મળી રહી છે બનાસકાંઠા જિલ્લામાં આજે પુરુષોની સરખામણીમાં મહિલાઓ પણ દિવસેને દિવસે આગળ વધી રહી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાની મહિલાઓ અને દીકરીઓને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટે બનાસકાંઠા જિલ્લામાં અનેક સંસ્થાઓ દ્વારા આજે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. (Disa shopping games food carnival ) જેના કારણે આજે અનેક મહિલાઓને વિવિધ સંસ્થાઓ થકી પોતાનામાં રહેલ આવડતનું યોગ્ય પ્લેટફોર્મ મળી રહ્યું છે.
પ્રથમવાર રાઈઝ એન્ડ શાઈન ફેસ્ટિવલનું આયોજન: ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં અનેક દીકરીઓ અને મહિલાઓ ઘરે બેસી વેસ્ટ માંથી બેસ્ટ અને અવનવી પ્રવૃત્તિઓ કરી આર્થિક ઉપાર્જન મેળવી રહી છે. જેમાં ભરતકામ, સીવણ કામ, ફૂડ વેરાઈટી, શુશોભન સહિત અનેક ચીજ વસ્તુઓ મહિલાઓ બનાવે છે આ ચીજ વસ્તુઓ બનાવતી મહિલાઓને એક પ્લેટફોર્મ મળી રહે અને તેમની આવડત અને કારીગરી ને લોકો ઓળખતા થાય તે માટે રોટરી ક્લબ ડીસા ડિવાઇન દ્વારા પ્રથમવાર રાઈઝ એન્ડ શાઈન ફેસ્ટિવલનું આયોજન કરાયું છે. જેમાં શોપિંગ ગેમ અને કાર્નિવલ માં અનેક મહિલાઓએ ભાગ લીધો હતો. બે દિવસીય ફેસ્ટિવલમાં કિડ્સ કોમ્પિટિશન, ડ્રોઈંગ અને આર્ટ કોમ્પિટિશનનું પણ આયોજન કરાયું હતું જેમાં વિજેતા ઉમેદવારને પ્રોત્સાહિત કરાયા હતા. માત્ર ડીસા જ નહીં પરંતુ બનાસકાંઠા જિલ્લામાંથી અનેક લોકોએ આ ફેસ્ટિવલ ની મુલાકાત લીધી હતી.