- દરરોજ પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ખૂબ જ ઝડપથી વધારો
- કોરોનાની સારવાર કરતી હોસ્પિટલોમાં હાઉસફૂલની સ્થિતિ
- 6 સરકારી તેમજ 19 ખાનગી હોસ્પિટલોને કોરોનાના સારવારની પરવાનગી આપી
બનાસકાંઠા : જિલ્લામાં અત્યારે કોરોનાની બીજી લહેર ખૂબ જ ઝડપથી પ્રસરી રહી છે. દરરોજ પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ખૂબ જ ઝડપથી વધારો થઈ રહ્યો છે. તેમાં ખાસ કરીને જિલ્લામથક પાલનપુરની સ્થિતિ તો એટલી વિકટ છે કે, અહીં કોરોનાની સારવાર આપતી મોટાભાગની હોસ્પિટલો કોરોના દર્દીઓથી ફૂલ છે. જેથી નવા દર્દીઓને જલ્દી પ્રવેશ મળતો નથી. ઘણી હોસ્પિટલોમાં ઓક્સિજનની પણ અછત વર્તાઈ રહી છે. જેને ધ્યાને લઇ આજે જિલ્લા કલેક્ટરે જિલ્લામથક પાલનપુર, ડીસા, થરાદ, ભાભર, ધાનેરા અને યાત્રાધામ અંબાજી ખાતે 6 સરકારી તેમજ 19 ખાનગી હોસ્પિટલોમાં કોવિડ 19ના દર્દીઓના ઇલાજને મંજૂરી આપી દીધી છે.
કલેક્ટર આનંદ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમાં જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ
ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેરમાંથી બનાસકાંઠા જિલ્લાને બચાવવા કલેક્ટર આનંદ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમાં જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. કોરોના સંક્રમણને કાબૂમાં લેવા આરોગ્યતંત્રના અધિકારીઓ અને કર્મયોગીઓ યુધ્ધના ધોરણે કામગીરી કરી રહ્યાં છે.
ઘરની નજીક અથવા વતનના તાલુકામાં પુરતી સારવામા મળી રહે તેવી વ્યવસ્થા
કોરોના સંક્રમિત દર્દીઓને પોતાના ઘરની નજીકમાં અથવા વતનના તાલુકામાં પુરતી સારવામા મળી રહે તે માટે 6 સરકારી હોસ્પિટલો અને 19 ખાનગી હોસ્પિટલોમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સરકારી હોસ્પિટલોમાં બનાસ મેડિકલ કોલેજ સંચાલિત સિવિલ હોસ્પિટલ, જનતા હોસ્પિટલ ડીસા, આર. એસ. હોસ્પિટલ ધાનેરા, લાયન્સ હોસ્પિટલ ભાભર, મોરિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને કોટેજ હોસ્પિટલ અંબાજીનો સમાવેશ થાય છે. આ હોસ્પિટલોમાં 50 ICU બેડ, 237 આઇસોલેશન બેડ, 32 સ્ક્રીનિંગ બેડ, 12 ઇમરજન્સી બેડ, આમ કુલ-331 બેડ તેમજ 25 જેટલાં વેન્ટિલેટર અને 146-ઓક્સીજન બેડ, 23-બાયપેપ, 12-એચ.એફ.એન.સી. વેન્ટિલેટરની સુવિધા છે.
આ ખાનગી હોસ્પિટલોમાં થશે કોવિડ 19નો ઈલાજ
જિલ્લાની 19 જેટલી ખાનગી હોસ્પિટલોમાં પણ કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે મંજૂરી અપાઈ છે. જેમાં,
- લાઇફ કેર હોસ્પિટલ,
- શગુન હોસ્પિટલ,
- રૂદ્ર હેલ્થ કેર,
- દેવ આઇ.સી.યુ.,
- હોપ હોસ્પિટલ,
- રાજસ્થાન આઇ.સી.યુ.,
- પટેલ આઇ.સી.યુ.
- ભૂમા હોસ્પિટલ,
- સ્વામી આઇ.સી.યુ.,
- શિવમ ક્રિટીકલ હોસ્પિટલ,
- અમૃતમ કોવિડ હેલ્થ સેન્ટર,
ડીસાની હોસ્પિટલો
- રાધાકૃષ્ણૂ હોસ્પિટલ,
- ડીસા કોવિડ કેર સેન્ટર,
- નારાયણી હોસ્પિટલ,
- પ્રાર્થના હોસ્પિટલ,
- સંજીવની હોસ્પિટલ,
ધાનેરાની હોસ્પિટલો
- પૂજા હોસ્પિટલ
થરાદની હોસ્પિટલો
- સીટી હોસ્પિટલ તથા
- ગઢવી હોસ્પિટલ
આ હોસ્પિટલોમાં 97 ICU, 132 આઇસોલેશન બેડ, 2 સ્ક્રીનિંગ બેડ, 3 ઇમરજન્સી બેડ આમ કુલ-234 બેડ તેમજ 34 વેન્ટિલેટર, 195 ઓક્સિજન બેડ, 44 બાયપેપની સુવિધા ઉપલબ્ધ છે.
હોમ આઇસોલેટ દર્દીઓને ધન્વંતરી રથના માધ્યમથી દવા અને સારવાર પુરી પાડવામાં આવે
પાલનપુર અને ડીસા શહેરમાં હોમ આઇસોલેશન વાળા કોરોના સંક્રમિત દર્દીઓને ધન્વંતરી રથના માધ્યમથી દવા અને સારવાર પુરી પાડવામાં આવે છે.કન્ટેઇન્ટમેન્ટ ઝોન
અને માઇક્રો કન્ટેઇન્ટમેન્ટ ઝોનમાં રહેતા લોકો બહાર ન નીકળે તેના પર સઘન વોચ રાખવામાં આવી રહી છે. જે અંગેની દૈનિક કામગીરીની સમીક્ષા ગઇકાલે સોમવારે જિલ્લા કલેક્ટરે કોવિડ રિલેટેડ મિટિંગમાં મેળવી હતી.