- બનાસકાંઠા જિલ્લામાં 4 હજાર લોકોને કોરોના વેક્સિન અપાઈ
- બનાસકાંઠા જિલ્લામાં રસી મુકવા માટે કરાયું સંપૂર્ણ આયોજન
- એક ઈન્જેક્શનમાંથી 10 લોકોને કોરોના વેક્સિન અપાય છેએક ઈન્જેક્શનમાંથી 10 લોકોને કોરોના વેક્સિન અપાય છે
બનાસકાંઠાઃ સમગ્ર ભારતમાં કોરોના વાઇરસની મહામારીના કારણે લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું, પરંતુ ત્યારબાદ કોરોના વેક્સિન આવતા હાલમાં લોકો મહદ્અંશે રાહત અનુભવી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં પણ તો 16 હજાર વેક્સિનના ડોઝ આવ્યા હતા. જેને રાખવા માટે આરોગ્ય વિભાગ દ્વારા 6 ફ્રીઝની વ્યવસ્થા કરવામાં આવી છે.
એક ઈન્જેક્શનમાંથી 10 લોકોને કોરોના વેક્સિન આપવામાં આવે છે
જિલ્લામાં 16 હજાર જેટલી વેક્સિનનો જથ્થો આપવામાં આવ્યો હતો. આ અંતર્ગત હાલમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કોરોના વાઇરસની મહામારીમાં રાતદિવસ લોકોની સેવા આપતા આરોગ્ય વિભાગના કર્મચારીઓ આશાવર્કરો, હેલ્થ વર્કરો અને આપવાની શરૂઆત કરવામાં આવી છે. આ તમામ લોકોને 2 તબક્કામાં કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે. કોરોના વેક્સિનના એક ઈન્જેક્શનમાંથી 10 લોકોને રસી આપવામાં આવી રહી છે. જેના કારણે આવનારા સમયમાં 5 લાખ લોકોને જે વેક્સિન આપવાની છે તેને પહોંચી વળવા આરોગ્ય વિભાગે હાલમાં તમામ પ્રકારની તૈયારીઓ કરી દીધી છે.
![બનાસકાંઠા જિલ્લામાં 4950 લોકોને કોરોના વેક્સિન અપાઈ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10454745_corona_b_gj10004.jpg)
રસીની અસરકારકતા શું છે ?
આરોગ્ય વિભાગના ડૉ.જિગ્નેશ હરિયાણીએ રસીની અસરકારકતા અંગે જણાવ્યું હતું કે, કોરોનાની વેક્સિન 2 તબક્કામાં આપવામાં આવે છે અને આ 2 તબક્કા દરમિયાન કોરોના વેક્સિનની કોઈ પણ પ્રકારની આડ અસર થતી નથી, પરંતુ આ 15 દિવસના સમયગાળા દરમિયાન કોરોના વાઇરસ થવાની સંભાવના રહેલી છે. ખાસ કરીને જે વેક્સિન આપવામાં આવે છે, તે આપ્યા બાદ 15 દિવસમાં કોરોના વાઇરસના દર્દીને તેની અસર પણ જોવા મળશે,પરંતુ વેક્સિન લેનારા વ્યક્તિએ રસી લીધા બાદ ડરવું જોઈએ નહીં.
![બનાસકાંઠા જિલ્લામાં 4950 લોકોને કોરોના વેક્સિન અપાઈ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10454745_corona_a_gj10004.jpg)