આગામી 20મી જાન્યુઆરીના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશ અને દુનિયાના છાત્રો સાથે "પરીક્ષા પે ચર્ચા" કાર્યક્રમ અંતર્ગત મુલાકાત કરશે. જે કાર્યક્રમમાં બાળકોનો આત્મવિશ્વાસ વધે અને પ્રફુલ્લિત મને અભ્યાસ કરી શકે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખાસ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.
દર વર્ષે સતત ટેન્શન અને ડિપ્રેશનના કારણે નિરાશા, હતાશામાં ધકેલાતા વિદ્યાર્થીઓમાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે બાળકોમાં પરીક્ષાનો ડરના લાગે, આત્મ વિશ્વાસ વધે, શાળાના છાત્રો સાહસિક બને તે માટે દર વર્ષે 2 કલાક સુધી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશ અને દુનિયાના છાત્રો સાથે સંવાદ કરે છે.
બનાસકાંઠા જિલ્લામાંથી કેન્દ્રીય વિદ્યાલય દાંતીવાડામાં ધોરણ 9માં અભ્યાસ કરતા કેવળ પ્રફુલભાઈ સુથારનું સિલેક્શન થયું હતું. તેણે જણાવ્યું હતું કે, મોદીનો આ કાર્યક્રમને ખૂબ જ સફળ રહ્યો છે અને આવા કાર્યક્રમ થકી જ તેનામાં પણ આત્મવિશ્વાસ વધ્યો છે. તેનું અને અન્ય બાળકોનો પણ પરિણામ સુધર્યું હોવાનું જણાવ્યું હતું.