ETV Bharat / state

બનાસકાંઠાના દાંતીવાડામાં આવેલા મસાણીયા વીર મહારાજના મંદિરમાં મૂર્તિની ચોરી - temples of banaskantha

કોરોના મહામારીના સમયમાં બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા પાસે આવેલા મસાણીયા વીર મહારાજના મંદિરમાંથી એક જ મહિનામાં બીજીવાર ચોરીનો બનાવ સામે આવ્યો છે. રાત્રે મંદિરમાંથી મૂર્તિની ચોરી કરી જતા બે શખ્સો CCTV કેમેરામાં કેદ થયા હતા જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

દાંતીવાડા
દાંતીવાડા
author img

By

Published : Apr 10, 2021, 5:33 PM IST

  • દાંતીવાડાના મસાણીયા વીર મહારાજના મંદિરમાં ચોરી
  • અંધારાનો લાભ ઉઠાવી મૂર્તિ ચોરી ગયા
  • પોલીસે તપાસ હાથ ધરી
    દાંતીવાડા
    દાંતીવાડા

બનાસકાંઠા: દાંતીવાડા પાસે આવેલા મસાણીયા વીર મહારાજના મંદિરમાંથી એક જ મહિનામાં બીજીવાર મૂર્તિની ચોરી થઇ હોવાની ઘટના સામે આવી છે. અગાઉ મંદિરમાંથી મૂર્તિ ચોરી કર્યા બાદ તસ્કરો મૂર્તિને મંદિરમાં પરત મૂકી ગયા હતા. આ પછી ગત મોડી રાત્રે ફરીથી મંદિરમાંથી અજાણ્યા બે શખ્સો મસાણીયા વીર મહારાજની મૂર્તિની ચોરી કરી ગયા છે. ચોરી કરવા આવેલા બન્ને શખ્સો CCTV કેમેરામાં પણ કેદ થઈ ગયા છે, જે મામલે દાંતીવાડા પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે.

સોના જેવી દેખાતી પંચધાતુની મૂર્તિ

ઉલ્લેખનીય છે કે આ મંદિરમાં સોના જેવી દેખાતી પંચધાતુની મસાણીયા વીર મહારાજની મૂર્તિ મુકવામાં આવી છે જેના કારણે વારંવાર તેને સોનાની મૂર્તિ માની અજાણ્યા તસ્કરો તેની ઉઠાંતરી કરી જતા હોવાનું સ્થાનિક લોકોનું માનવું છે.

બનાસકાંઠા જિલ્લામાં ચોરીના બનાવો બન્યા સામાન્ય

બનાસકાંઠા જિલ્લામાં ચોરીની ઘટના જાણે નજીવી બની ગઈ હોય તેમ એક બાદ એક મોટી મોટી ઘટનાઓ ચોરીઓની સામે આવી રહી છે. છેલ્લા 4 મહિનામાં બનાસકાંઠા જિલ્લામાં અનેક ચોરીઓ જોવા મળી રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ચોરીની ઘટનાઓ જાણે સામાન્ય બની ગઈ હોય તેમ ચોરો એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે અને હવે ચોરોને પોલીસની પણ સહેજ ડરના રહ્યો ન હોય તેમ જોવા મળી રહ્યું છે. ત્યારે આવી ઘટનાને અટકાવવા માટે ચોરી કરનાર શખ્સો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો આવનારા સમયમાં વારંવાર બનતી ચોરીની ઘટના અટકી શકે તેમ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.