બનાસકાંઠાઃ ઉત્તરાયણ પર્વ નિમિત્તે લોકો અવનવી વાનગીઓ આરોગવાનો આગ્રહ રાખતા હોય છે. ત્યારે ETV BHARAT સાથે માણો બનાસકાંઠા જિલ્લામાં પ્રખ્યાત ગાજરના હલવાનો આનંદ...
હલવો બનાવવા માટેની સામગ્રી
- 1 કિલો ગાજર
- 100 ગ્રામ ખાંડ
- 500 દૂધ
જરૂરિયાત મુજબ
- કાજુ
- બદામ
- સૂકી દ્રાક્ષ
સાધન
- 1 કડાઈ
- 1 મોટો ચમચો
- 4 ડિશ વિવિધ સામગ્રી રાખવા માટે
હલવો બનાવવા માટેની રીત
સૌપ્રથમ ગાજરને છીણીને નાખવાના અને જે બાદ ગેસ પર કડાઈ મૂકી તેમાં એક કિલો ગાજરમાં બે ચમચી ઘી ઉકળવા માટે મોકલવાનું. ત્યારબાદ જે છીણ કરેલા ગાજરને ઘી મા નાખી દેવાના અને જ્યાં સુધી ઘી ગાજરમાં મિક્સ ન થાય ત્યાં સુધી તેને ચમચા વડે કડાઈમાં હલાવતા રહેવું. પાંચ મિનિટનો સમય થયા બાદ ગાજરની સાથે દૂધ નાખો અને દસ મિનિટ સુધી દૂધ જ્યાં સુધી ગાજર સાથે મિક્સ ન થાય ત્યાં સુધી તેને ઉકળવા દેવું અને જે બાદ કડાઈમાં બરાબર દૂધ બળી જાય ત્યારે તેને એક ડીશમાં બહાર કાઢી લેવું અને તેમાં જરૂરિયાત મુજબ જે કટીંગ કરેલા કાજુ બદામ દ્રાક્ષ છે, તેને નાખી અને હલાવી દેવા આ રીતે ઓછા ખર્ચમાં અને દસ મિનિટમાં જ બનાસકાંઠા જિલ્લાનો પ્રખ્યાત હલવો તૈયાર થઇ જશે.