બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકામાં 3 થી 8 ઈંચ સુધી વરસાદ પડતા લોકોના જાનમાલને ખૂબ જ મોટું નુકસાન થયું છે. ડીસા તાલુકાના માલગઢ ગામે ભારે વરસાદના કારણે કાચુ નળીયાવાળું મકાન ધરાશાયી થતા માતા અને પુત્ર બંને દટાઈ ગયા હતા. આ ઘટાનાની જાણ થતાં આજુ-બાજુના લોકોએ તાત્કાલિક દોડી આવી રાહત કામગીરી હાથ ધરી હતી. તેની સાથે જ ઈજાગ્રસ્ત માતા-પુત્રને સારવાર માટે ડીસા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. આ ઘટનામાં પુત્રને માથાના ભાગે ખીલો ઘૂસી જતા ગંભીર ઈજા થઈ હોવાથી તેને વધુ સારવાર માટે ભણસાલી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતુ. જેથી યુવાન દીકરાના મોતથી પરિવારમાં માતમ છવાયો હતો.
ડીસાઃ માલગઢ ગામે મકાન ધરાશયી, એકનું મોત - deesa hospital
બનાસકાંઠાઃ જિલ્લાના માલગઢ ગામે છેલ્લા બે દિવસ દરમિયાન ભારે વરસાદ પડતા એક મકાન ધરાશાયી થયું હતું. આ ઘટનામાં માતા-પુત્ર મકાનના કાટમાળમાં દબાઈ ગયા જતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પુત્રનું સારવાર દરમિયાન મોત થયું છે.
બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકામાં 3 થી 8 ઈંચ સુધી વરસાદ પડતા લોકોના જાનમાલને ખૂબ જ મોટું નુકસાન થયું છે. ડીસા તાલુકાના માલગઢ ગામે ભારે વરસાદના કારણે કાચુ નળીયાવાળું મકાન ધરાશાયી થતા માતા અને પુત્ર બંને દટાઈ ગયા હતા. આ ઘટાનાની જાણ થતાં આજુ-બાજુના લોકોએ તાત્કાલિક દોડી આવી રાહત કામગીરી હાથ ધરી હતી. તેની સાથે જ ઈજાગ્રસ્ત માતા-પુત્રને સારવાર માટે ડીસા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. આ ઘટનામાં પુત્રને માથાના ભાગે ખીલો ઘૂસી જતા ગંભીર ઈજા થઈ હોવાથી તેને વધુ સારવાર માટે ભણસાલી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતુ. જેથી યુવાન દીકરાના મોતથી પરિવારમાં માતમ છવાયો હતો.
લોકેશન.. ડીસા.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.01 10 2019
સ્લગ.....ડીસા તાલુકાના માલગઢ ગામે મકાન ધરાશયી થતા એકનું મોત...
એન્કર..બનાસકાંઠા ના માલગઢ ગામે છેલ્લા બે દિવસ દરમ્યાન થયેલા ભારે વરસાદ ના પગલે એક મકાન ધરાશાયી થયું હોવાની ઘટના સામે આવી છે જેમાં સારવાર દરમિયાન એક યુવક નું મોત થયું છે.......
Body:વિઓ..બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે અને તમામ તાલુકાઓમાં 3 ઇંચ થી આઠ સુધી વરસાદ ખાબકયો છે.જેને કારણે લોકોના જાનમાલને પણ મોટું નુકસાન થવા પામ્યું છે ડીસા તાલુકાના માલગઢ ગામે ભારે વરસાદના પગલે એક મકાન ધરાશાયી થઈ ગયું હતું. કાચુ નળીયા વાળુ મકાન ધરાશાયી થતા જ તેમાં રહેતા માતા અને પુત્ર બંને દટાઈ ગયા હતા.આ બનાવના પગલે આજુબાજુના લોકો તાત્કાલિક દોડી આવી રાહત કામગીરી હાથ ધરી હતી અને બંને ઇજાગ્રસ્ત માતા-પુત્રને સારવાર માટે ડીસા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડયા હતા જ્યાં પુત્ર ને માથાના ભાગે ખીલો ઘૂસી જતા ગંભીર ઈજા થતા તેને વધુ સારવાર માટે ભણસાલી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો પરંતુ સારવાર દરમિયાન ભરત માળી નું કરુણ મોત નીપજયું હતું યુવાન દીકરા ના મોતથી પરિવારમાં માતમ છવાયો હતો.......
બાઈટ........વિરાજી માળી, ગ્રામજન
( સવારમાં આ પરિવાર ઘરમાં હતો ત્યારે આ મકાન ધરાશયી થતા બંને દટાયા હતા, જેમાં સારવાર દરમ્યાન પુત્ર નું મોત થયું છે )
બાઈટ........શ્રવણ માળી, સરપંચ , માલગઢ
( આજે મકાન ધરાશયી થયું તેમાં એક યુવક નું મોત થયું છે )
બાઈટ......નરેશ માળી, સ્થાનિક
( સરકારમાં અનેક વાર રજુઆત કરી ઓણ કાચા મકાન ને પાકા પકન માટે કોઈજ સહાય ના ચૂકવાતા આવી ઘટના બની છે )
Conclusion:રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા
નોંધ..વિસુઅલ અને બાઈટ FTP કરેલ છે..