ETV Bharat / state

Holi 2023 Ambaji : આ વખતે અંબાજી આવતા યાત્રિકોને બે પૂનમની આરતીનો લાભ મળશે, હોલિકા દહન ક્યારે થશે જૂઓ - ફાગણ સુદ પૂનમની ઉજવણી

બનાસકાંઠાના અંબાજીમાં સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ફાગણ સુદ પૂનમની ઉજવણી સંદર્ભે મહત્ત્વના ખબર સામે આવ્યાં છે. આ વખતે પૂનમની બે તિથિ છે ત્યારે અંબાજીમાં કયા દિવસે હોલિકા દહન કરાશે તેનો ખુલાસો કરવામાં આવ્યો છે.

Holi 2023 Ambaji  : આ વખતે અંબાજી આવતા યાત્રિકોને બે પૂનમની આરતીનો લાભ મળશે, હોલિકા દહન ક્યારે થશે જૂઓ

author img

By

Published : Mar 2, 2023, 9:30 PM IST

આ વખતે પૂનમની બે તિથિ છે ત્યારે અંબાજીમાં કયા દિવસે હોલિકા દહન કરાશે તેનો ખુલાસો

અંબાજી : બનાસકાંઠામાં સ્થિત ગુજરાતના જાણીતા યાત્રાધામ અંબાજીમાં હોળીની ઉજવણીને લઇને મંદિર દ્વારા મહત્ત્વની સ્પષ્ટતા કરવામાં આવી છે. આગામી 7 માર્ચ અને 8 માર્ચ એમ બે દિવસ ફાગણ સુદ પૂનમની તિથિ છે ત્યારે હોલિકાહદન માટે કઇ પૂનમ લેવી તે અંગે શક્તિપીઠ અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા પ્રકાશ પાડવામાં આવ્યો છે. અંબાજી મંદિરમાં 6 માર્ચે હોલિકાદહન કરવામાં આવશે.

6 માર્ચે સાંજે હોળી પ્રગટાવાશે : હોળી આમ તો ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે પ્રગટાવવામાં આવે છે. પણ આ વખતે કેલેન્ડરમાં તિથિ ક્ષય જોવા મળી રહ્યો છે. જેના કારણે બે પૂનમ એટલે કે તારીખ 06 અને 07 માર્ચે હોળી છે. જેમાં ફાગણ સુદ પૂર્ણિમા 07 માર્ચે તારીખે બપોરે પૂર્ણ થઇ જતી હોવાથી અને સાથે હોલિકા દહન સંધ્યાકાળે કરવામાં આવતું હોવાથી આ વખતે અંબાજીમાં હોળી ફાગણ સુદ પૂર્ણિમાના આગલા દિવસે 06 માર્ચે સાંજનાં 07.00 કલાકે હોળી પ્રગટાવવામાં આવશે.

આ પણ વાંચો Ambaji News : કુવા ખોદતા મળી આવેલા સુકા શ્રીફળ ફોડતાં સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયા

અંબાજી મંદિરમાં પૂનમની આરતી : શક્તિપીઠ અંબાજી મંદિરમાં 6 માર્ચે સાંજે 06.30 કલાકે થતી આરતી પણ હોળી પ્રગટાવ્યા બાદ કરવામાં આવશે. હોળીના દિવસે હોલિકા દહન બાદ એટલે કે સાંજે 07.30 કલાકે પૂનમની આરતી ઊતારવામાં આવશે.જ્યારે અંબાજી મંદિરમાં બીજી પૂનમની આરતી 7 માર્ચે સવારે 6.00 કલાકે કરવામાં આવશે. આમ આ વખતે અંબાજી આવતા યાત્રિકોને પૂનમની બે આરતીના દર્શનનો લાભ મળશે.

હોળી પ્રગટાવવાના મેદાનની સ્પષ્ટતા પણ થઇ અંબાજીમાં હોળી વર્ષોથી ગુજરાતી પ્રાથમિક શાળાનાં મેદાનમાં પ્રગટાવવામાં આવે છે. પણ આ વખતે કેટલાંક લોકો દ્વારા હોળી ત્યા ન પ્રગટાવી અન્ય સ્થળે ખસેડવાની વહેતી થયેલી વાતને લઇ ઠાકોર સમાજમાં રોષની લાંગણી ફેલાઇ હતી. પણ આ વખતે હોળી જ્યાં વર્ષોથી પ્રગટાવવામાં આવે છે ત્યા જ પ્રગટાવવામાં આવશે તેમ જણાવવામાં આવ્યુ હતુંં.

આ પણ વાંચો Holi 2023: બીટ અને ગુલાબમાંથી કુદરતી ગુલાલ, ત્વચાને નહીં પહોંચાડે નુકસાન

તિથિઓ ચંદ્ર આધારિત ગણિત પર ભારતીય હિન્દુ પંચાંગ પ્રમાણે હોળી અને ધૂળેટીના તહેવાર વચ્ચે એક દિવસનું અંતર હોય છે. આ વર્ષે હોળી પ્રગટાવવાનો દિવસ સોમવારને સાંજે 06 કલાક 54 મિનિટે પૂનમથી શરૂઆત થાય છે. જ્યારે મંગળવાર સવારે નહીં પરતું સાંજે સાત વાગ્યા બાદ ધૂળેટીની તિથિ એટલે કે ફાગણ વદ એકમની તિથિ શરૂ થાય છે. આ વર્ષે તિથિ અને નક્ષત્રમાં થયેલા ફેરફારને કારણે હોલિકાદહણ સોમવાર સાંજે સાત કલાકથી શરૂ થાય છે. જેને કારણે મંગળવારે સવારે ધૂળેટી નહીં ઉજવાય. હોળી સૂર્યાસ્ત સમયે પ્રગટાવવામાં આવે છે તેથી બીજા દિવસની પૂનમ લઇ નહીં શકાય.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.