જિલ્લામાં વરસારદે માઝા મુકતા લોકોમાં ખુશીનો માહોલ છે. ભાભર વિસ્તારમાં 6 કલાકમાં 5 ઈંચ જેટલો વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયું હતું, ભાભરમાં ખેતરોમાં પાણી ઘુસી ગયા હતા. વરસાદની મેઘ કહેર થતા બાજરી, મગફળી, કપાસ જેવા પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું.
પાકમાં નુકસાન થવાથી ખેડૂતો બેહાલ બન્યા છે. નોંધનીય છે કે, છેલ્લા કેટલાક દિવસથી ઉત્તર ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે.