ETV Bharat / state

બનાસકાંઠા: ધનકવાડા ગામે હિંગળાજ માતાના મંદિરે ભરાયેલા મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું - hinglaj temple

બનાસકાંઠાઃ દિયોદર તાલુકાના ધનકવાડા ગામે વર્ષોથી હિંગળાજ માતાનો મહા મેળો ભરાય છે. આ મેળામાં આજે મોટી સંખ્યામાં આવેલા લોકોએ હિંગળાજ માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

ધનકવાડા ગામે હિંગળાજ માતાના મંદિરે ભરાયેલા મેળામાં માનવ મહેરામણ ઉમટ્યુ
author img

By

Published : Nov 13, 2019, 6:55 AM IST

Updated : Nov 13, 2019, 2:38 PM IST

કારતક સુદ પૂનમ એટલે દેવદિવાળીના દિવસે ગુજરાતમાં અનેક જગ્યાઓએ પ્રાચીન અને મોટા મેળાઓ ભરાય છે. દિયોદર તાલુકાના ધનકવાડા ગામે વર્ષોથી હિંગળાજ માતાના મંદિરે મેળો ભરાય છે. જ્યાં આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો પોતાની બાધા આખડીઓ પૂરી કરવા માટે આવે છે.

ધનકવાડા ગામે હિંગળાજ માતાના મંદિરે ભરાયેલા મેળામાં માનવ મહેરામણ ઉમટ્યુ

ધનકવાડા ગામે આવેલી હિંગળાજ માતાના મંદિરનો ઇતિહાસ એવો છે કે, વર્ષો પહેલા ધનકવાડા નજીકનાં રેલવે સ્ટેશન પાસે આવેલ ગૌચરની જમીનમાં માતાજીની મૂર્તિ છે, તેવું સ્વપ્ન એક પટેલ પરિવારના ભાઈને આવ્યું હતું. સપનામાં દેખાયેલા સ્થળે ખોદકામ કરવાથી જમીનમાં મૂર્તિ મળી આવતા તે દિવસથી તે જગ્યા પર મૂર્તિની સ્થાપના કરી પૂજા અર્ચના કરવામાં આવે છે. આ મંદિર 500 વર્ષ જુનું છે. આજથી પાંચસો વર્ષ પહેલા નારણભાઈ દ્વારા મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. અહીંયા ગોળ સાકર અને નારિયેળ ખાસ પ્રસાદરૂપે ચઢાવવામાં આવે છે.

આ અંગે મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે, આ મૂર્તિની સ્થાપના વિક્રમ સવંત 1630 સાલમાં કરવામાં આવી હતી. આજે પણ હિંગળાજ માતાની મૂર્તિ નીચે એક લેખ લખેલ છે. જેમાં ઉલ્લેખ છે કે, હાથીજી દરબાર હતા તેમણે ગામના લોકોના સાથ સહકારથી આ મૂર્તિની સ્થાપના તે સમયે કરી હતી. પહેલા આ જગ્યા પર નાનું મંદિર હતું. પરંતુ સમય જતા આ મંદિરની જાણ આજુબાજુના લોકોને થતા લોકોએ મંદિર મોટું બનાવી દર વર્ષે અહીં ભવ્ય મેળાનું આયોજન થાય છે.

માં હિંગળાજના દર્શન કરવા માટે હજારો કિલોમીટર દૂરથી લોકો આવે છે. જેના કારણે અહીં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે. બનાસકાંઠા જિલ્લામાં આજે ધનકવાડા આગથળા તેમજ લાખણાસર ગામે ભરાયેલા ભાતીગળ મેળામાં દૂરદૂરથી લોકોએ આવી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ મંદિરે વર્ષોથી કોઇ અનિચ્છનીય ઘટના બનતી નથી. અહીં લાખોની સંખ્યામાં ભાવિક ભકતો આવે છે. છતાં પણ કોઈ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવતો નથી. આજે યોજાયેલા આ મહામેળો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો.

Intro:એપ્રુવલ..બાય.. અસાઇમેન્ટ ડેસ્ક

લોકેશન.. દિયોદર.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.12 11 2019

સ્લગ... ધનકવાડા ગામે હિંગળાજ માતા નો મેળો ભરાયો

એન્કર...દિયોદર તાલુકાના ધનકવાડા ગામે વર્ષો થી હિંગળાજ માતા નો મહા મેળો ભરાય છે જ્યાં લોકો દૂર-દૂરથી પોતાની બાદ આખરે પૂર્ણ કરવા માટે આવે છે આજે ભરાતા આ મેળામાં આજે મોટી સંખ્યામાં હિંગળાજ માતાના દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવી હતી...

Body:વિઓ.. હિંદુ ધર્મનો સૌથી મોટો તહેવાર દિવાળી બાદ દેવ દિવાળી નું આગમન થાય છે આજે કારતક સુદ પૂનમના દિવસે ગુજરાતમાં અનેક જગ્યાઓએ પ્રાચીન અને મોટા મેળાઓ ભરાય છે ભારતીય સંસ્કૃતિમાં મેળાનું એક આગવું સ્થાન રહેલું છે વર્ષોથી અનેક જગ્યાઓ પર પ્રાચીન મેળાઓ ભરાતા આવ્યા છે આ મેળાઓ પાછળ અનેક કથાઓ પર લખાયેલી છે ત્યારે દિયોદર તાલુકાના ધનકવાડા ગામે વર્ષોથી હિંગળાજ માતાના મંદિરે મેળો ભરાય છે જ્યાં આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો પોતાની બાધા આખડીઓ પૂરી કરવા માટે આ મેળામાં આવે છે ધનકવાડા ગામે આવેલી હિંગળાજ માતાના મંદિરનો ઇતિહાસ જોવામાં આવે તો આજથી વર્ષો પહેલા ધનકવાડા પાસે આવેલ રેલવે સ્ટેશન પાસે આવેલ ગૌચરની જમીન માં માતાજીની મૂર્તિ છે તેઓ સ્વપ્ન એક પટેલ પરિવારના ભાઈને આવ્યું હતું અને ત્યાં ખોદકામ કરવાથી જમીનમાં મૂર્તિ મળીએ આવતા તે દિવસથી તે જગ્યા પર મૂર્તિની સ્થાપના કરી પૂજા અર્ચના કરવામાં આવે છે આ મંદિર 500 વર્ષ જુનું મંદિર છે આ મંદિરનો મહિમા અનેરો છે હિંગળાજ માતાની મૂર્તિની સ્થાપના આજથી પાંચસો વર્ષ પહેલા નારણભાઈ દ્વારા કરવામાં આવી હતી અહીંયા ગોળ સાકર અને નારિયેળ ખાસ પ્રસાદરૂપે ચઢાવવામાં આવે છે...

બાઈટ... બળવંતસિંગ વાઘેલા
( ભક્ત )

વિઓ... ધનકવાડા ગામે હિંગળાજ માતાના ઇતિહાસ વિશે વધુમાં મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે આ મૂર્તિની સ્થાપના વિક્રમ સવંત 1630 શાલમાં સ્થાપના કરવામાં આવેલ છે. આજે પણ હિંગળાજ માતાની મૂર્તિ નીચે એક લેખ લખેલ છે જેમાં લખેલ છે કે હાથીજી દરબાર હતા તે અને ગામના લોકો ના સાથ સહકારથી આ મૂર્તિની સ્થાપના તે સમયે કરવામાં આવી હતી પહેલા આ જગ્યા પર નાનું મંદિર હતું પરંતુ સમય જતા આ મંદિરની જાણ આજુબાજુના લોકોને થતા લોકોએ આજે આ મંદિર મોટું બનાવી અને દર વર્ષે અહીં મોટો મેળો ભરાય છે. અને હજારો કિલોમીટર દૂરથી માં હિંગળાજ ના દર્શન કરવા માટે આજના દિવસે લોકો આવે છે જેના કારણે અહીં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે.બનાસકાંઠા જિલ્લામાં આજે ધનકવાડા આગથળા તેમજ લાખણાસર ગામે ભરાયેલા ભાતીગળ મેળામાં આજે દૂરદૂરથી લોકોએ મંદિરે આવી દર્શન કરી ધન્યતા અનુભવી હતી ત્યારે ધનકવાડા ખાતે આવેલ વર્ષો જુના હિંગળાજ માતાના મંદિરે દર વર્ષે કારતક સુદ પૂનમના દિવસે ભરાતા આ મેળામાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરવા માટે આવે છે આ મંદિરે વર્ષોથી કોઇ અનિચ્છનીય ઘટના બનતી નથી અહીં લાખોની સંખ્યામાં ભાવિક ભકતો આવે છે છતાં પણ કોઈ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવતો નથી ત્યારે આજે યોજાયેલા આ મહામેળો શાંતિભાઈ પૂર્ણ થયો હતો..

બાઈટ.. દાનાભાઈ
( સ્થાનિક )

Conclusion:રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા

નોંધ..વિસુઅલ અને બાઈટ FTP કરેલ છે..
Last Updated : Nov 13, 2019, 2:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.