- બનાસકાંઠા જિલ્લામાં વધતા જતા કોરોના દર્દીઓને લઇ ઓક્સિજનની અછત
- જિલ્લામાં ઓક્સિજનની અછત વચ્ચે યુવાનોની અનોખી સેવા
- ડીસામાં કોરોના વાઇરસની મહામારીમાં સેવા કરતા યુવકોની સેવાને રાજકારણ ગણાવતા આરોગ્ય અધિકારી
બનાસકાંઠાઃ જિલ્લામાં કોરોના દર્દીઓને લઈ દિવસેને દિવસે પરિસ્થિતિ બેકાબૂ બનતી જાય છે. બનાસકાંઠા જિલ્લા લોકોના વધેલા સંક્રમણના કારણે ત્યાં સુધી હજારોની સંખ્યામાં કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવી રહ્યા છે. ખાસ કરીને સૌથી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ ડીસા અને પાલનપુરમાં આવતા આ બન્ને તાલુકાઓને હાલ હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા છે. સતત વધતા જતા કોરોના દર્દીઓના કારણે હાલમાં બનાસકાંઠા જિલ્લાની તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલ કોરોના દર્દીઓથી ઊભરાઈ રહી છે. જેના કારણે સતત ઓક્સિજન અને ઇન્જેક્શનની અછત વર્તાઈ રહી છે. વારંવાર ઓક્સિજન અને ઇન્જેક્શનની અછત સર્જાતા અત્યાર સુધી અનેક કોરોના દર્દીઓના મોત પણ નિપજ્યાં છે.
આ પણ વાંચોઃ રાજકારણ ભૂલીને કોરોના મહામારીમાં માનવ સેવા કરતા મહિલા...
ઓક્સિજનની અછત વચ્ચે યુવાનોની સેવા
જે પ્રમાણે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં દિવસેને દિવસે કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થતો જાય છે, તેને લઈ હાલમાં બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓમાં કોરોના દર્દીઓથી હોસ્પિટલો ઊભરાઈ રહી છે. આવા સમયે હોસ્પિટલોમાં કોરોના દર્દીઓને સારવાર આપવા માટે જગ્યા ખાલી ન હોવાથી અત્યાર સુધી અનેક કોરોના દર્દીઓ સારવાર વગર રજળ્યા છે. વધતા જતા કોરોના દર્દીઓના કારણે હાલમાં હોસ્પિટલોમાં સૌથી વધુ અછત ઓક્સિજન અને ઇન્જેક્શનની સામે આવી રહી છે, ત્યારે આવા સમયે બનાસકાંઠા જિલ્લાના યુવાનો ઓક્સિજનની સેવા પૂરી પાડી રહ્યા છે. ડીસા ખાતે કાર્યરત સરકારી હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી વારંવાર ઓક્સિજનની અછત સર્જાતી હતી. જેના કારણે આ સરકારી હોસ્પિટલમાં અનેક વ્યક્તિઓના મોત નિપજ્યાં છે, જ્યારે સરકારી હોસ્પિટલમાં દર્દીઓના મોત ન થાય તે માટે ડીસાના યુવાનો દ્વારા ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે. 2 દિવસ અગાઉ ડીસાના એક યુવા બિલ્ડર દ્વારા ઓક્સિજનની 52 બોટલ ડીસા સરકારી હોસ્પિટલમાં આપવામાં આવી હતી. જે બાદ ગઈકાલે રવિવારે પણ આ યુવા બિલ્ડર દ્વારા ડીસાની સરકારી હોસ્પિટલ અને જી.જી.માળી વિદ્યા સંકૂલ ખાતે વિનામૂલ્યે ઓક્સિજન મશીન આપવામાં આવ્યું હતું. જેના કારણે વારંવાર ઓક્સિજનની જે અછત સર્જાય એ અંગે સરકારી હોસ્પિટલમાં કોરોના દર્દીઓને સારવાર આપતા ડૉ.ભીખા આકેડીવાલાએ મીડિયાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, વારંવાર ઓક્સિજનની અછત સરકારી હોસ્પિટલમાં સર્જાતી હતી, ત્યારે આ ઓક્સિજનની અછતના કારણે વારંવાર કોરોના દર્દીઓને ભારે હાલાકી પડતી હતી. આવા સમયે આ ઓક્સિજનના મશીન આવતાની સાથે હવે કોરોના દર્દીઓને સમયસર ઓક્સિજન મળી રહેશે.
યુવાઓની સેવા રાજકારણ?
જે પ્રમાણે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં હાલ કોરોના વાઇરસની મહામારી હાહાકાર મચાવી રહી છે, ત્યારે હાલમાં કોરોના દર્દીઓને સૌથી વધુ જરૂરિયાત ઓક્સિજન અને ઇન્જેક્શનની પડી રહી છે, ત્યારે આવા સમયે બનાસકાંઠા જિલ્લામાં અનેક યુવાનો આગળ આવ્યા છે અને પોતાના સ્વખર્ચે ઓક્સિજન અને ઇન્જેક્શનની સારવાર કોરોના દર્દીઓને પૂરી પાડી રહ્યા છે, ત્યારે ડીસા શહેરમાં પણ સતત કોરોના દર્દીઓના કેસમાં વધારો થઈ રહ્યો છે અને વધતા જતા કોરોના વાઇરસના કેસના કારણે સૌથી વધુ ઓક્સિજનની અછત સર્જાઇ રહી છે. આ અછતને કારણે અત્યાર સુધી અનેક કોરોના દર્દીઓ મોતને ભેટ્યા છે, ત્યારે આગામી સમયમાં હજુ પણ ઓક્સિજનની અછતના કારણે કોઈ દર્દી મોતને ભેટે ન ભેટે તે માટે ડીસાના અનેક યુવાનો દ્વારા ઓક્સિજન પૂરો પાડવામાં આવી રહ્યો છે. આવા સમયે બનાસકાંઠા જિલ્લાના આરોગ્ય અધિકારી ડૉ.જીગ્નેશ હરિયાણી પોતાની અસલિયત છૂપાવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. એક તરફ પોતે જ ડીસાની સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનની અછત છે, તેવું રટણ કરી રહ્યા છે તો બીજી તરફ આજે તેમણે મીડિયાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ડીસા સિવિલ હોસ્પિટલમાં કોઈ જ પ્રકારની ઓક્સિજનની અછત નથી. જે પણ લોકો ઓક્સિજન આપી સેવા કરી રહ્યા છે તે રાજકારણ રમી રહ્યા છે. આ અગાઉ પણ ડીસાની સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનની અછતના કારણે દર્દીઓના મોત નીપજી ચૂક્યાં છે, ત્યારે શા માટે અને કોના ઇશારે બનાસકાંઠા જિલ્લાના આરોગ્ય અધિકારી ઓક્સિજનની અછત છૂપાવી રહ્યા છે.
ઓક્સિનની અછતને લઈ કોવિડ હોસ્પિટલના ડૉક્ટરો સાચા કે જિલ્લા આરોગ્ય અધિકારી સાચા
એક તરફ ડીસા શહેરમાં જે પ્રમાણે કોરોના સંક્રમણ વધી રહ્યું છે, તેના કારણે હાલમાં ડીસાની સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે સતત ડીસાની સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનની અછત સર્જાઇ રહી છે. અહીં કોઈ હોસ્પિટલમાં સારવાર આપતા ડૉક્ટર વારંવાર ઓક્સિજનની અછતના કારણે મોતને ભેટતા દર્દીઓને બચાવી શકતા નથી, ત્યારે આવા સમયે ડીસાના યુવાનો જે પ્રમાણે ઓક્સિજન પૂરું પાડી સેવા આપી રહ્યા છે તે યુવાનો હાલ કોરોના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે. તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી જણાવી રહ્યા છે કે, અત્યાર સુધી એક પણ વાર ડીસા સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની અછત સર્જાઈ નથી.