બનાસકાંઠા જિલ્લો છેલ્લા એક મહિનાથી રોગચાળાના ભરડામાં છે અને મોટાભાગની હોસ્પિટલો સવારે આઠ વાગ્યાની સાથે દર્દીઓથી ઉભરાવવા લાગે છે. જેમાં આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી રહી છે અને તેથી બનાસકાંઠા જિલ્લામાં વાયરલ પરિવારની સાથે સાથે ડેન્ગ્યુ અને કોંગો ફીવર જેવી જીવલેણ રોગે માથું ઉચક્યું છે. તેવામાં રોગચાળાને ડામવા માટે હવે મોડે મોડે આરોગ્ય વિભાગ અને નગરપાલિકાની ટીમો તપાસ હાથ ધરી છે.
જેમાં દિશામાં પણ આજે આરોગ્ય વિભાગ અને નગરપાલિકાની 10 ટીમોએ અલગ-અલગ જગ્યાએ ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓને ક્યા દરોડા પાડ્યા હતા ક્યાં કેટલો માંથી એક્સપાયર ડેટ વગરની ખાદ્ય ચીજવસ્તુઓ મળી આવી હતી. તેમજ પાણીમાંથી પોરા અને અખાદ્ય ચીજવસ્તુઓની મોટા પ્રમાણમાં સામગ્રી મળી આવી હતી. જોકે આરોગ્ય વિભાગે આ વેપારીઓને માત્ર સામાન્ય નોટિસ આપી અને મામલે દંડ ફટકાર્યો છે.
આરોગ્ય વિભાગ જ્યારે આવો કોઈ ગંભીર રોગચાળો ફાટી નીકળે ત્યારે માંડ એકાદ બે દિવસ કાર્યવાહી કરી અને બે-ચાર વેપારીઓને નાનો-મોટો દંડ ફટકારી સંતોષ માની લે છે અને તેના કારણે નિર્દોષ લોકો આરોગ્યના પડદામાં સમાઇ જાય છે ત્યારે આરોગ્ય વિભાગ એ પહેલાં જાગૃત બની પગલાં લીધા હોત તો રોગચાળો આટલો બધો વકર્યો ના હોત.