બનાસકાંઠાઃ યાત્રાધામ અંબાજીની પોસ્ટ ઓફીસમાં આજથી તિરંગાનુ વેચણ (Har Ghar Tiranga)શરુ કરાતા અનેક દેશપ્રેમીઓ તિરંગો લેવા અંબાજીની પોસ્ટ ઓફીસમાં ખરીદતા નજરે પડ્યા હતા. જે માત્ર રૂપિયા 25 માં ખરીદી કરીને તમે તમારા ઘર, દુકાન, ઓફિસ પર પણ તિરંગો ઝંડો ફરકાવી શકો છો. સરકારે રાહત દરે તિરંગાનુ વેચાણ તમામ પોસ્ટ ઓફીસોમાં શરુ કરી દીધુ છે.
આ પણ વાંચોઃ 7000 ચરખા બનાવશે વિશ્વ રેકોર્ડ, સર્જાશે ઐતિહાસિક દ્રશ્ય
દરેક ઘર પર તિરંગો - આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે દરેક ઘરે ત્રિરંગો ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. પોસ્ટ ઓફિસ અંબાજીના અધિકારીએ જણાવ્યું કે અભિયાન અંતર્ગત 15 ઓગસ્ટે લોકભાગીદારી સાથે દરેક ઘર પર તિરંગો ફરકાવવામાં આવશે. આમાં સરકારી અને ખાનગી સંસ્થાઓ પણ સામેલ થશે. આ ઝુંબેશ હેઠળ, તમામ પોસ્ટ ઓફિસોમાં ધ્વજ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ Har Ghar Tiranga Campaign: ભારતીય ત્રિરંગાએ 6 વખત તેનો રંગ બદલ્યો
લોકો ઉત્સાહભેર ખરીદતા જોવા મળ્યા - સામાન્ય લોકો તિરંગા ધ્વજ પોતાના નજીક ની પોસ્ટ ઓફીસ માંથી ખરીદી શકે છે. તેમણે કહ્યું કે આ અભિયાન હેઠળ અંબાજી દાંતા, હડાદ સહીત જિલ્લાની તમામ હેડ પોસ્ટ ઓફિસ, સબ પોસ્ટ ઓફિસ અને બ્રાન્ચ પોસ્ટ ઓફિસ સામાન્ય લોકોને માત્ર 25 રૂપિયામાં કાપડનો તિરંગો ધ્વજ લઈ શકશે. અંબાજી વિભાગમાં ટપાલ વિભાગને જે તિરંગા ધ્વજ પ્રાપ્ત થયા છે જેનું વિતરણ પણ શરુ કરવામાં આવેલ છે. જેનો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. લોકો પણ ઉત્સાહભેર ખરીદતા જોવા મળ્યા હતા.