બનાસકાંઠા: કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના હાથમાં બંદૂક હોય તેવા ફોટા વાયરલ થયા છે. જે બાદ લોકો અલગ અલગ પ્રકારની કોમેન્ટ વહેતી થઈ છે. વાવના કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અવારનવાર વિવાદિત નિવેદનને લઈ ચર્ચામાં રહે છે. તેવામાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર દિયોદર કોતરવાડા ગામે લગ્ન પ્રસંગમાં મામેરા સમયે બંદૂક હાથમાં રાખી હોવાનો ફોટો વાયરલ થયો છે. વાવ ધારાસભ્યોનો પરીવારનો મામેરા પ્રસંગના માહોલમાં ગેનીબેન ઠાકોર બંદૂક સાથે જોવા મળ્યા હતા.
મહેરબાની કરજો: ધારાસભ્યનો બંદૂક સાથે ફોટો વાયરલ થતા લોકોમાં ચર્ચાસ્પદ વિષય બન્યો છે. ગેનીબેન ઠાકોરે તેમના ફેસબુક એકાઉન્ટ પર શેર કર્યા છે. જેમાં લોકો અનેક કોમેન્ટ કરી છે. એક યૂઝર્સે લખ્યું છે કે ” બેન આપણે બંદૂક પર લેણું નથી, મહેરબાની કરજો નહિતર રાહુલ ના જેવું થશે” તો અનેક લોકોએ તેમના વખાણ કર્યો છે.
હથિયાર આપવાની મંજૂરી: મહિલાઓને હથિયાર આપવાની મંજૂરી મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ફરી મહિલાઓને હથિયાર આપવાની મંજૂરીનો મુદ્દો ઉઠાવ્યો હતો. ગેનીબેન ઠાકોરે સરકારને સવાલ કર્યો કે, મહિલાઓને સુરક્ષા આપવા માટે હથિયારની મંજૂરી આપવા માટે સરકારે શું નિર્ણય કર્યો? જો કે ગેનીબેન ઠાકોરના સવાલ પર ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ તેનો પ્રત્યુત્તર આપ્યો હતો. હર્ષ સંઘવીએ જણાવ્યું હતુ કે, મહિલાઓ વિરુદ્ધના ગુનામાં તાત્કાલિક ન્યાય મળે છે. મહિલાઓ પર અત્યાચાર થશે. આરોપીઓને કડક સજા થશે.
આત્મરક્ષણ માટે સ્વનિર્ભર: ગેનીબેન ઠાકોર અગાઉ પણ વિધાનસભાના સત્ર દરમિયાન ગેનીબેન ઠાકોરે દીકરીઓને આત્મરક્ષણ માટે સ્વનિર્ભર બને તેવા આશયથી મહિલાઓને બંદુકનું લાયસન્સ આપવાની માગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, હાલની સ્થિતિને જોતા કરાટેના દાવ પૂરતા નથી. જે વિસ્તારમાં બુટલેગરો, અસામાજિક તત્વોને કારણે મહિલાઓ સામે અત્યાચાર થઈ રહ્યા છે. પરંતુ પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી. આથી આવા લોકોનું મનોબળ વધે છે. આવી ઘટનાઓમાંથી 90 ટકા ફરિયાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચતી નથી. માત્ર 10 ટકા મહિલાઓ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરે છે. ઉપરાંત ભોગ બનેલી મહિલાઓને સવાલ કરવામાં આવે તો પોતાની સાથે બનેલી ઘટનાનું વર્ણન કરી શકતા નથી. આવી સ્થિતિમાં મહિલાઓ પાસે લાયસન્સ વાલા હથિયાર હોય તો અસામાજિક તત્વોને પણ ડર રહે છે. તેમ ગેનીબેન જણાવ્યું હતુ.