ETV Bharat / state

Gujarat University Gold Medalist: ગુજરાત યુનિવર્સિટીમાં સામાન્ય પરિવારની દીકરીએ ગોલ્ડ મેડલ મેળવ્યો

ડીસાની ઠાકોર સમાજની દીકરીએ ગુજરાત યુનિવર્સિટી (Gujarat University Gold Medalist)માં પોલિટિકલ સાયન્સની માસ્ટર ડિગ્રીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. સામાન્ય પરિવારની આ દીકરી અભ્યાસની સાથે સાથે ઘરની પણ જવાબદારી નિભાવતી હતી. ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ નંબર મેળવી તે અનેક સામાન્ય પરિવારની દીકરીઓ માટે પ્રેરણા બની છે.

Gujarat University Gold Medalist: ગુજરાત યુનિવર્સિટીમાં સામાન્ય પરિવારની દીકરીએ ગોલ્ડ મેડલ મેળવ્યો
Gujarat University Gold Medalist: ગુજરાત યુનિવર્સિટીમાં સામાન્ય પરિવારની દીકરીએ ગોલ્ડ મેડલ મેળવ્યો
author img

By

Published : Feb 26, 2022, 10:38 PM IST

ડીસા: ઠાકોર સમાજના એક સામાન્ય પરિવારની દીકરીએ ગુજરાત યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સ (Political Science in Gujarat University) વિષયની માસ્ટર ડિગ્રીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. મૂળ ડીસાની ઠાકોર સમાજની એક દીકરીએ પોલિટિકલ સાયન્સની માસ્ટર ડિગ્રીમાં ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ આવીને ગોલ્ડ મેડલ (Gujarat University Gold Medalist) મેળવ્યો છે. આ દીકરીનું નામ છે કાજલ ઠાકોર. એકદમ સામાન્ય પરિવારની આ દીકરીના પિતા રમેશભાઈ ઠાકોર છોટા હાથીના ડ્રાઈવર છે અને છોટા હાથી તેમના પરિવારની આજીવિકાનું મુખ્ય સાધન છે.

પોલિટિકલ સાયન્સની માસ્ટર ડિગ્રીમાં ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ આવીને ગોલ્ડ મેડલ મેળવ્યો.

માસ્ટર ડિગ્રી સાથે ઘરની પણ ડિગ્રી સંભાળી રહી હતી

પિતા ડ્રાઈવર અને કાજલ ઘર કામ કરવાની સાથે સાથે અભ્યાસ (women education in gujarat) પણ કરતી હતી. ડીસા કોલેજમાં કાજલે રાજ્ય શાસ્ત્રમાં બેચલરની ડિગ્રી મેળવી અને ત્યારબાદ માસ્ટર ડિગ્રી માટે કાજલે ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો. પોલિટિકલ સાયન્સમાં માસ્ટર ડિગ્રી (Master's degree in Political Science) કરવાની સાથે સાથે કાજલ પોતાના ઘરની પણ જવાબદારી સાંભળી રહી હતી અને ઘરકામ કરવાની સાથે સાથે અભ્યાસ કરતી કાજલે તાજેતરમાં જ પોલિટિકલ સાયન્સની માસ્ટર ડિગ્રી માટે લેવાયેલી અંતિમ સેમેસ્ટરની પરીક્ષા પણ આપી. જ્યારે પરિણામ આવ્યું ત્યારે બધા જ ચોંકી ઊઠ્યા. કાજલે ગુજરાત યુનિવર્સિટીમાં તમામ વિધાર્થીઓને પાછળ પાડી દીધા અને પ્રથમ નંબર મેળવ્યો હતો.

આ પણ વાંચો: Gujarat University Exam 2022: ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા શરૂ થતા પહેલાં વિદ્યાર્થીઓ પરેશાન

રાજ્યપાલના હસ્તે આ ગોલ્ડ મેડલ એનાયત

રાજ્યપાલના હસ્તે આ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.

કાજલ ઠાકોરે સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરતા યુનિવર્સિટી દ્વારા કાજલને ગોલ્ડ મેડલ (Gold Medal In Gujarat University) આપીને સન્માનિત કરવામાં આવી છે. કાજલ ઠાકોરને રાજ્યપાલના હસ્તે આ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ડીસા ખાતે કાર્યરત સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ડીએનપી કોલેજના સંચાલકો અને પ્રોફેસરો દ્વારા પણ કાજલને આ સિદ્ધિ બદલ સન્માનિત કરવામાં આવી હતી

સાસરી પક્ષ દ્વારા પણ અભ્યાસમાં મદદ કરવામાં આવી

ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ નંબર મેળવી તેના પરિવારનું અને સાસરી પક્ષનું નામ રોશન કરે છે.

આ અંગે કાજલે કેટલી મહેનત અને કેવી રીતે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે તે અંગે વાતચીત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, તેને આ સિદ્ધિ મેળવી તેના માટે સૌથી વધુ મહત્ત્વની ભૂમિકા તેના પિતાની રહી છે. સાથોસાથ કાજલ લગ્નગ્રંથીથી બંધાયેલી છે. તેના સાસરી પક્ષ દ્વારા પણ તેને અભ્યાસમાં આગળ વધે તે માટે મદદ કરવામાં આવતી હતી. જેના કારણે આજે કાજલ સમગ્ર ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ નંબર મેળવી તેના પરિવારનું અને સાસરી પક્ષનું નામ રોશન કરે છે.

આ પણ વાંચો: Gujarat University Budget : સિન્ડિકેટ બેઠકમાં ખાધવાળા બજેટને લીલી ઝંડી અપાઇ

સામાન્ય પરિવારની દીકરી પણ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી શકે છે

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જો દરેક દીકરીમાં રહેલા હુન્નરને માતાપિતા દ્વારા ઓળખી તેને સાચા અર્થમાં મદદ કરવામાં આવે તો દીકરીઓ પણ દીકરાની જેમ જ પરિવારનું નામ રોશન કરી શકે તેમ છે. કાજલે સાબિત કરી બતાવ્યુ છે કે, જો મનમાં ભણવાની ધગસ હોય તો કોઈપણ પરિસ્થિતિમાં સફળતા મેળવી શકો છો અને સામાન્ય પરિવારની દીકરી પણ ઉચ્ચ સ્થાન મેળવી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.