ETV Bharat / state

Congress Jan Manch: કોંગ્રેસે લોકોની મન કી બાત સાંભળવાની કરી શરૂઆત, અભિયાન શરૂ - Legislative Assembly to Jan Sabha

ગુજરાત પ્રદેશ કોંગ્રેસે વિધાનસભાથી જનસભા સુધી જનમંચ કાર્યક્રમની શરૂઆત કરી દીધી છે. જનમંચ કાર્યક્રમ થકી લોકોના તમામ પ્રશ્નો ને વાચા આપવાના કામ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ શરૂ કરી છે. જેની શરૂઆત બનાસકાંઠાથી કરવામાં આવી છે.

Congress Jan Manch: કોંગ્રેસે લોકોની મન કી બાત સાંભળવાની કરી શરૂઆત, અભિયાન શરૂ

author img

By

Published : May 2, 2023, 2:17 PM IST

બનાસકાંઠા: કોંગ્રેસના જનમંચ કાર્યક્રમની શરૂઆત આજે પાલનપુરથી થઈ હતી. બનાસકાંઠાના પાણીના જમીનના અને લોકોના પ્રશ્નોની રજૂઆત આ જનમંચ થકી કાર્યક્રમમાં થઈ હતી. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા એ પીડિત પ્રજાના પ્રશ્નો સાંભળ્યા હતા. નગરપાલિકામાં ભ્રષ્ટાચાર અને જમીન પર કબજો કરી દેવાના અનેક પ્રશ્નો આ મંચમાં સામે આવ્યા હતા. જોકે જનમંચ કાર્યક્રમ થકી લોકોના તમામ પ્રશ્નોને વાચા આપવાના કામ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ કરશે.

આ પણ વાંચો Banaskantha News : ખેતરના શેઢા પર રમતા મોટાભાઈની નજર સામે નાનાભાઈ પર વીજળી પડતા થયું મૃત્યુ

લોકોએ પ્રશ્નો રજૂ કર્યા: જે લોકોને અન્યાય થયો છે અને તેમની ન્યાય નથી મળ્યો. તેવા લોકોએ જનમંચ કાર્યક્રમમાં પ્રશ્નોની રજૂઆત કરી હતી. 50 વર્ષથી પણ વધુ સમયથી વસવાટ કરતા લોકોની જમીન ભૂમાફિયાઓ દ્વારા પચાવી પાડવી અને સરકારી યોજનાઓમાં બેદરકારીને લઈને અનેક લોકોના પ્રશ્નો રજૂ કર્યા હતા. જો કે પ્રદેશ કોંગ્રેસ લોકોને ખાતરી આપી છે કે વિધાનસભા સુધી આ પ્રશ્નો લઈ જઈ અને તેમની સમસ્યાનો હલ લાવવા કોંગ્રેસ પ્રયત્નો કરશે.

લોકોનો અવાજ: અમિત ચાવડા કહ્યું કે, ગુજરાત પહેલી 1 લી મે ગુજરાતનો સ્થાપના દિવસ આ ગાંધી સરદાર રવિશંકર મહારાજ ઈન્દુલાલ યાજ્ઞિક અનેક સંતો મહંતો વીરોની ભૂમિને વિશ્વ મજદૂર દિવસ પણ આજે છે. આજે ગુજરાત સ્થાપના થયા આટલા વર્ષો પછી છેલ્લા ઘણા વર્ષના શાસનમાં જે બાબાસાહેબ આંબેડકર આપણને બંધારણ બનાવી આપ્યો કે આ દેશના તમામ નાગરિકો સમાન છે. તમામનો આ દેશ પર સમાન અધિકાર છે. કાયદા કાનુન તમામને સમાન લાગુ પડે છે. એ ગુજરાતમાં આજે મુઠ્ઠીભર લોકો દ્વારા મુઠ્ઠીભર લોકો માટે ચાલતી સરકાર જેને કદાચ ડબલ એન્જિન સરકાર કહે છે. એ સરકારમાં પાસે લોકોનો અવાજ સાંભળવા માટે સમય નથી.

આ પણ વાંચો Banaskantha News: લડવૈયા પગીના નામે હવે પાઠ્યપુસ્તકમાં લેસન, જીવનચરિત્ર ઉમેરાયું

કોંગ્રેસ ગુજરાતનું સંગઠન: જગદીશ ઠાકોર કહ્યું કે, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી છેલ્લા 15 દિવસથી અમે વિચારતા હતા. કઈ દિશામાં કઈ રીતે ઉજવણી કરવી પણ એક મહિનાથી અમારા તાલુકા કારોબારી જિલ્લાની કારોબારીમાં સમગ્ર ગુજરાતમાં નેતૃત્વ ગુજરાતમાં ખૂંદી વળ્યું ત્યારે અમારા સંગઠન અમારા કાર્યકરો તરફથી રજૂઆત એવી આવી કે સમગ્ર ગુજરાતની પ્રજાની ફરિયાદ સાંભળનાર કોઈ છે નહીં. કોઈપણ કામ પૈસા વગર થતું નથી. એવા ઈવન અમદાવાદમાં તો એક બે જગ્યાએ બનાવ એવા બન્યા કે કોઈ મૃતદેહ અંતિમ વિધિ કરવાની હોય તો એ લાકડામાં પણ ભ્રષ્ટાચાર ચાલે છે. આવા મુદ્દાઓ જ્યારે અમારી પાસે આવ્યા ત્યારે અમારું નેતૃત્વ બેઠું પહેલી તારીખ ગુજરાતની સ્થાપના દિવસની ગુજરાતની કોંગ્રેસ ગુજરાતનું સંગઠન એ લોકોને મળવા જશે લોકોને આ પ્રશ્ન સાંભળ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.