ETV Bharat / state

ધાનેરામાં યોગી આદિત્યનાથની યોજાઈ સભા, ભાજપે મેદાનમાં ભગવાનદાસ ચૌધરીને ઉતાર્યા

author img

By

Published : Dec 1, 2022, 9:25 PM IST

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ના (Gujarat Assembly Election 2022 ) પ્રચાર પ્રસાર પુરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા વિધાનસભા બેઠક (Dhanera Assembly seat ) પર આજે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન (Uttar Pradesh Chief Minister ) યોગી આદિત્યનાથે જાહેર સભા યોજી હતી જેમાં મોટી સંખ્યામાં ભાજપના સમર્થકો સભામાં જોડાયા હતા.

ધાનેરામાં યોગી આદિત્યનાથની યોજાઈ સભા,  ભાજપે મેદાનમાં ભગવાનદાસ ચૌધરીને ઉતાર્યા
ધાનેરામાં યોગી આદિત્યનાથની યોજાઈ સભા, ભાજપે મેદાનમાં ભગવાનદાસ ચૌધરીને ઉતાર્યા

બનાસકાંઠા જિલ્લામાં બીજા તબક્કામાં જ્યારે વિધાનસભાની ચૂંટણીઓ (Assembly elections in the second phase) યોજવા જઈ રહી છે. ત્યારે ઠેર ઠેર દરેક પક્ષ પોતાની જીત માટે ફાયર બ્રાન્ડ નેતાઓને ચૂંટણી પ્રચારમાં બોલાવી સભાઓ ગુંજવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાની 2017ની ચૂંટણીની વાત કરવામાં આવે તો અહીંયા કોંગ્રેસે દબદબો રાખ્યો હતો. ત્યારે 2022ની વિધાનસભામાં (Gujarat Assembly Election 2022) ભાજપ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં જીત મેળવે તે માટે અત્યારથી જ ભાજપના ફાયર બ્રાન્ડ નેતાઓ (Fire brand leader of BJP) બનાસકાંઠા જિલ્લામાં સભાઓ ગજવી રહ્યા છે.

આજે જાહેર સભા પર હજારોની જન્મેદની વચ્ચે યોગી આદિત્યનાથ એ લોકોને અપીલ કરી હતી

મતદારોને સમર્થન આપવા માટે અપીલ નમતદારો વધુમાં વધુ મતદાન ભાજપ તરફથી કરે તે માટે પ્રચાર પ્રચાર કરી રહ્યા છે. ખાસ કરીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસના કાર્યોને લઈ હાલ તમામ જિલ્લાની વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા મતદારોને સમર્થન આપવા માટે અપીલ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ધાનેરામાં આજે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન (Uttar Pradesh Chief Minister) યોગી આદિત્યનાથ દ્વારા સભા સંબોધવામાં આવી હતી.

ભાજપે ભગવાનદાસ ચૌધરીને મેદાનમાં ઉતાર્યા ધાનેરા વિધાનસભા બેઠક (Dhanera Assembly seat) પર હાલ ભાજપે ભગવાનદાસ ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે. જેને લઈ હાલ ધાનેરામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. એક તરફ ભાજપમાંથી રાજીનામું આપી અપક્ષ ઉમેદવાર તરીકે માવજીભાઈ દેસાઈ ચૂંટણી લડી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસમાંથી 2017માં વિજેતા બનેલા નથાભાઈ પટેલ ચૂંટણી મેદાનમાં છે. ત્યારે આ વખતે ધાનેરા સીટ પર ભગવાનદાસ ચૌધરીનો વિજય થાય તે માટે આજે જાહેર સભા પર હજારોની જન્મેદની વચ્ચે યોગી આદિત્યનાથ એ લોકોને અપીલ કરી હતી.

કોંગ્રેસના શાસનકાળમાં પર્યટક સ્થળનો કોઈ વિકાસ નહીં આજે યોગી આદિત્યએ જાહેર સભા સંબોધતા જણાવ્યું હતું કે, દેશમાં જ્યારથી વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીએ સુકાન સંભાળ્યું છે. ત્યારથી દેશમાં વિકાસની ગતિ આગળ વધી રહી છે. મહિલાઓ સુરક્ષિત રીતે ફરી રહી છે. કોંગ્રેસના શાસનકાળ દરમિયાન પર્યટક સ્થળ તરીકે કોઈ જ વિકાસ થયો નહોતો. પરંતુ જ્યારથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારમાં શાસન શરૂ કર્યું છે. ત્યારથી દેશમાં અનેક જગ્યા ઉપર હાલ પર્યટક સ્થળો ધમધમી રહ્યા છે.

સાધુ સંતો તેમજ ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત ખાસ કરીને યોગી આદિત્યનાથી આજે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ માત્રને માત્ર વોટ બગાડવા માટે આવે છે. ભાજપ એ વોટ માંગી અને વિકાસ આગળ વધારવા માંગે છે. ત્યારે આજે ધાનેરા ખાતે યોજાયેલી સભામાં ભાજપને વિજય બનાવે તે માટે પણ અપીલ કરવામાં આવી હતી. આજે ધાનેરા ખાતે યોજાયેલી સભામાં સાધુ સંતો તેમજ ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.