બનાસકાંઠા : ડીસામાં ભાજપના ઉમેદવાર પ્રવીણ માળીના પ્રચાર માટે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ સભા ગજવી હતી. ઈરાનીએ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીને બાબો અને બેબી તરીકે સંબોધન કરી કોંગ્રેસને દેશદ્રોહી અને અધર્મિ પાર્ટી ગણાવી તેનો નામશેષ કરી ભાજપને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી. સ્મૃતિ ઈરાનીના ભાષણ દરમિયાન બાજુમાં મસ્જિદ માંથી નમાજની અજાન ચાલુ થઈ જતા તેઓએ ભાષણ એક મિનિટ માટે રોકી દીધું હતું. જોકે પબ્લિકે જય શ્રી રામ અને હર હર મહાદેવના નારા લગાવતા તેઓએ ફરીથી પોતાનું ભાષણ શરૂ કર્યું હતું. (Smriti Irani hits out at Congress)
કોંગ્રેસ પર પ્રહાર ડીસાના રીસાલા ચોક ખાતે યોજાયેલી સભામાં સ્મૃતિ ઈરાનીએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને સીધા નિશાના પર લઈ જણાવ્યું હતું કે, જેમને બોલતા આવડતું નથી. તેવા કોંગ્રેસના સર્વે સરવાઓને ગુજરાતના જ કોંગ્રેસના નેતાઓએ ગુજરાતમાં આવવાની ના પાડી દીધી છે અને પ્રચારથી દૂર રાખ્યા છે. તેમણે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને બાબો કહીને સંબોધન કરતા પબ્લિકે તાળીઓનો ગડગડાટ કર્યો હતો. સ્મૃતિ ઇરાનીએ કોંગ્રેસને દેશદ્રોહીઓની સાથે રહેનારી પાર્ટી ગણાવી હતી. કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર હતી, ત્યારે નર્મદા ડેમનું કામ રોકી ગુજરાતની પ્રજાને મોટો અન્યાય કર્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. તેમજ આડકતરી રીતે રાહુલ ગાંધીને લઈને સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, આ ચૂંટણીમાં પણ નથી આવ્યા મારી તો બોવ ઈચ્છા હતી કે આવો, ત્યાર સભામાં લોકો કહ્યું કે એકવાર આવ્યા હતા. (Smriti Irani visits Deesa)
AAP પર પ્રહાર સ્મૃતિ ઈરાનીએ પોતાના ભાષણમાં અરવિંદ કેજરીવાલને પણ આડે હાથ લઈ આમ આદમી પાર્ટીએ નરેન્દ્ર મોદીના માતૃશ્રી વિશે કરેલી અપમાનજનક ટિપ્પણીઓની લોકોને યાદ અપાવી તેમને જાકારો આપવા જણાવ્યું હતું. બે પ્રાણીઓ છે જેમને ગુજરાતી આવડતું નથી. તેમ કહી સોનિયા ગાંધી અને અરવિંદ કેજરીવાલને પ્રાણીઓ સાથે સરખાવ્યા હતા. આ ઉપરાંત તેઓએ યુદ્ધમાં ત્રણ નિયમ પાળે એ યુદ્ધ જીતે તેમ જણાવ્યું હતું. મહિલાઓનું સન્માન કરે અને ધર્મનો સાથ આપે તે જ યુદ્ધમાં જીતે તેમ જણાવી ભાજપની ગુજરાતમાં જીત નિશ્ચિત હોવાનું જણાવી દિશામાં પણ પ્રવીણ માળીને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી.(Smriti Irani sabha in Banaskantha)
ત્રિપાંખિયો જંગ બનાસકાંઠા જિલ્લામાં નવ વિધાનસભા બેઠક પર ચૂંટણી યોજાઈ રહી છે, આમ તો 2017ની વિધાનસભા ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ કોંગ્રેસના ધારાસભ્ય વિજય બન્યા હતા, ત્યારે આ વખતે યોજાનારી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લાની 9 વિધાનસભા બેઠક પર ભાજપનો ભગવો લહેરાય તે માટે દરેક વિધાનસભામાં ભાજપ તરફી ફાયર બ્રાન્ડ નેતાઓ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ખાસ કરીને આ વખતે કોંગ્રેસ અને ભાજપ સિવાય આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે, ત્યારે ગઈકાલે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ ડીસાના રિસાલા ચોકમાં જાહેર સભા સંબોધી હતી. (Smriti Irani sabha in Deesa)
ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સન્માન ડીસાના રિસાલા ચોક વિસ્તારમાં સ્મૃતિ ઈરાનીને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સ્મૃતિ ઈરાનીને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને આ વખતે ભાજપ તરફથી મતદાન કરવા માટે પણ મતદારોને સ્મૃતિ ઈરાની દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું . દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશ માટે કરવામાં આવેલા વિકાસના કામોને લઈ સભામાં સ્મૃતિ ઈરાનીએ પ્રવચન આપ્યું હતું. (Gujarat Assembly Election 2022)