ડીસાઃ કોરોના વાઇરસની મહામારી વચ્ચે સરકાર એક્શન મોડમાં છે. આજે કમિશ્નર જે પી ગુપ્તા જિલ્લા સ્તરે કોરોના વાઇરસનું સંક્રમણ ન વધે તો તે માટે કયા પ્રકારની વ્યવસ્થા છે. જેની જાત તપાસ માટે નીકળ્યા હતા. ડીસા અને પાલનપુરની જે હોસ્પિટલ કોરોના માટે તૈયાર કરવામાં આવી છે. જેની તેમને મુલાકાત કરી હતી અને અધિકારીઓને માર્ગદર્શન પણ આપ્યું હતું.
કોરોના વાઇરસની મહામારી વચ્ચે સરકાર અગમચેતીના પગલા લઇ રહી છે. કોરોનાનો કહેર અત્યાર સુધી મહાનગરોમાં દેખાયો છે, પરંતુ જો તે ગ્રામ્ય વિસ્તારમાં પણ વધે તો તે માટેની તૈયારીઓ સરકારે કરી છે. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના મુખ્ય શહેરોમાં કોરોના સંક્રમણના કહેર સામે લડવા માટે અલાયદી હોસ્પિટલોની વ્યવસ્થા કરવામાં આવી છે. હોસ્પિટલમાં જે લોકો કોરોના અસર નીચે આવ્યા હશે, તેમને સારવાર આપવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારની જવાબદારી કમિશનર જે પી ગુપ્તાને આપવામાં આવી છે, ત્યારે કમિશનર ગુપ્તા દ્વારા આજે બનાસકાંઠાના ડીસા અને પાલનપુર ની તૈયાર કરેલી હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન જિલ્લાના આરોગ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. જેમાં કોઇ ક્ચાશ ન રહે તે માટે તેઓએ જિલ્લાના આરોગ્ય વિભાગ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.