ETV Bharat / state

‘ડિજિટલ ઈન્ડિયા’ અંધશ્રદ્ધા દૂર કરવામાં નિષ્ફળ, 7 માસની બાળકીના પેટ પર અપાયા ડામ - Girl

બનાસકાંઠાઃ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં બાળકોને અંધશ્રદ્ધાને પગલે ડામ આપવાની પ્રથા વર્ષો પુરાણી છે. આવી જ વધુ એક ઘટના હાલમાં જિલ્લામાં સામે આવી છે.

Caption
author img

By

Published : Jun 10, 2019, 1:46 PM IST

Updated : Jun 11, 2019, 12:30 AM IST

અંદ્ધશ્રદ્ધાને પગલે બિમાર બાળકોને ડામ આપવાની પ્રથા વર્ષો પુરાણી છે. જો કે, આટલા વર્ષોમાં તબીબો દ્વારા જાગૃતિ અંગેના હજારો પ્રયાસ હાથ ધરવામાં આવ્યા, તેમ છતાં પણ વારંવાર આવી ઘટનાને પગલે તંત્રની કામગીરી અંગે અનેક સવાલ ઉભા થાય છે.

રાજસ્થાનને અડીને આવેલા અંતરિયાળ વિસ્તારોમાં આ પ્રકારની ઘટનાઓ વધુ બને છે. વાવ તાલુકામાં પણ એક અઠવાડિયાના એક બાળકને ડામ આપ્યા બાદ તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. તેમ છતાં પણ આવી ઘટનાઓ હજુ થોભવાનું નામ લેતી નથી. ત્યારે આજે લાખણી તાલુકાના ગણતા ગામમાં પણ 7 માસની બાળકીને ડામ આપવાની ઘટના સામે આવતા તંત્રમાં હાહાકાર મચ્યો છે.

કુમાર કાનાણી

લાખણી તાલુકાના ગણતા ગામમાં રહેતા દલાજી ઠાકોરની 7 મહિનાની દિકરીને અઠવાડિયા અગાઉ ડરી ગઈ હતી. જેથી તેનો ડર દૂર કરવા માટે તેના પરિવારજનો તેને હોસ્પિટલમાં લઈ જવાને બદલે ગામના જ એક ભુવા પાસે લઈ ગયા હતા. જ્યાં ભુવાએ અંધશ્રદ્ધાના કારણે આ બાળકના પેટ પર ત્રણ થી ચાર જગ્યાએ લોખંડના સળીયા વડે ડામ આપ્યા હતા.

7 માસની બાળકીના પેટ પર અપાયા ડામ

અંતે સાજી થવાના બદલે બાળકી વધુ બીમાર પડી હતી. ત્રણ-ચાર દિવસ સુધી બાળકીની તબિયત ન સુધરતા તેને સારવાર માટે થરાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ ત્યાં પણ તેની હાલત વધુ નાજુક જણાતાં, તેણીને વધુ સારવાર અર્થે ડીસાની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.

લોકેશન... ડીસા.બનાસકાંઠા
રીપોર્ટર... રોહિત ઠાકોર
તા.10 06 2019

સ્લગ... બાળકી ને ડામ

એન્કર......બનાસકાંઠા ના અંતરિયાળ વિસ્તારમાં બાળકોને અંધશ્રદ્ધા ના ડામ આપવાની વધુ એક ઘટના સામે આવી છે તબીબો દ્વારા જાગૃતિ અંગે ના પ્રયાસો કરવા છતાં પણ વારંવાર બની રહેલી આ ઘટનાના કારણે તંત્ર સામે પણ અનેક સવાલો થયા છે 

વી ઓ ...... બનાસકાંઠા જિલ્લામાં નાના બાળકોને અંધશ્રદ્ધાના કારણે ડામ આપવાની ઘટનાઓ એક પછી એક પછી એક બની રહી છે ખાસ કરીને રાજસ્થાનને અડીને આવેલા અંતરિયાળ વિસ્તારોમાં આ પ્રકારની ઘટનાઓ વધુ બને છે વાવ તાલુકામાં પણ એક અઠવાડિયા જવું એક બાળકને ડામ આપ્યા બાદ તેનું સારવાર દરમિયાન મોત થયું હતું તેમ છતાં પણ આ ઘટનાઓ હજુ સમવાનું નામ લેતી નથી ત્યારે આજે લાખણી તાલુકાના ગણતા ગામમાં પણ 7 માસની બાળકીને ડામ આપવાની ઘટના સામે આવતા તંત્ર હાએકટ માં આવ્યું છે લાખણી તાલુકાના ગણતા ગામમાં રહેતા દલાજી ઠાકોર ની સાત મહિનાની દિકરી ને અઠવાડિયા અગાઉ ચમકી ગઈ હતી એટલે કે ડરી ગઈ હતી બાદમાં તેનો ડર દૂર કરવા માટે તેના પરિવારજનોએ તેને હોસ્પિટલમાં લઈ જવાના બદલે ગામમાં જ એક ભુવા ને લઈ ગયા હતા જ્યાં ગામના ભુવાએ અંધશ્રદ્ધાના કારણે આ બાળકના પેટ પર તેનો ડર દૂર કરવા માટે થી ચાર જગ્યાએ લોખંડના સળીયા વડે ડામ આપ્યા હતા,  જેથી બાળકી સાજી થવાના બદલે થવાના બદલે વધુ બીમાર થઈ ગઈ હતી અને  ત્રણ-ચાર દિવસ સુધી બાળકી ની તબિયત ને સુધરતા તેને સારવાર માટે થરાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી પરંતુ ત્યાં પણ તેની હાલત વધુ નાજુક બનતા તેણીને વધુ સારવાર અર્થે ડીસાની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે...

બાઈટ... દલાજી ઠાકોર
( બાળકી ના પિતા )

રીપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા
Last Updated : Jun 11, 2019, 12:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.